Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeવાસ્તુ શક્તિશું આપને ખબર છે? લગ્ન મોડા થવા અને ન થવા પાછળ આ પણ કારણ હોઈ શકે!

શું આપને ખબર છે? લગ્ન મોડા થવા અને ન થવા પાછળ આ પણ કારણ હોઈ શકે!

Share Now

લગ્ન જીવન માટે ઘણા પરિબળો ભાગ ભજવે છે. તેમાંથી એક પરિબળ સારું લગ્નજીવન સારા વાતાવરણમાં જીવવામાં આવે તો તંદુરસ્તી, સમૃદ્ધિ, શાંતિ, સુખ રીતે જીવી શકાય. સારું વાતાવરણ ઊભું કરવામાં અથવા નિયમોનું સતત અમલ કરવામાં આવે તો સારી ઊર્જા ઉદ્ભવે છે. ( vastu tips ) જેનાથી પારિવારિક લગ્ન જીવન સારી રીતે જીવી શકાય. એના માટે આપણે દરેક અલગ અલગ દિશાઓ આધારિત સમજ મેળવીએ. આજે બીજી દિશા વિશે નિયમોની જાણકારી મેળવીશું. ( vastu tips )

પશ્ચિમ દિશાનો સુંદર લગ્ન જીવનમાં મહત્વનો ભાગઃ-

પશ્ચિમ દિશા એક ધારુ લાંબુ સુંદર લગ્ન જીવન જીવવામાં-લગ્ન સમયસર થવામાં ઘણો જ મહત્વનો ભાગ ભજવે છે. પ્લોટમાં પશ્ચિમ દિશા પૂર્વ દિશા કરતા ઓછી ખુલ્લી જોઈએ નૈઋત્ય કરતાં નીચી પરંતુ દક્ષિણ-પશ્ચિમ સમતલ જોઈએ. તેમાં ખાડો- અન્ડરગ્રાઉન્ડ ટાંકી, safety tank ન જોઈએ. પશ્ચિમ દિશામાં પ્લોટમાં ઊંચા વૃક્ષો ચાલે, કમ્પાઉન્ડ દિવાલ પૂર્વ કરતા ઊંચી જોઈએ.  પશ્ચિમ દિશા જો બરાબર ન હોય તો દરેક કાર્યમાં રૂકાવટ આવશે. આ નિયમિતતા સતત રહેશે. આ કારણોસર લગ્નજીવનમાં રુકાવટ અથવા ગંભીરતા સર્જે તેવા પ્રશ્નો ઊભા થાય. મધ્યભાગમાં ખાડો, સંડાસ, બાથરૂમ, મકાનની લિફ્ટ, અન્ડર ગ્રાઉન્ડ ટાંકી, સેપ્ટિક ટેન્ક ન જોઈએ.  જે આધ્યાત્મિક ભાવના કેળવશે જેથી લગ્નજીવન સરળ સહજ ચાલી શકે. લગ્ન સમયસર થવામાં ભાગ ભજવે.

કયા પરિબળો સારી ઉર્જા પેદા કરવામાં સર્જે છે અવરોધઃ-

આ ઉપરાંત મકાન, ફ્લેટ, બંગલા બિલ્ડિંગમાં બાંધકામની રચનામાં ઇશાન ખૂણા સિવાય એક પણ દિશા વધેલ અથવા કપાયેલી ગોળાકાર ન હોવી જોઈએ. બાંધકામની આંતરિક રચનામાં પંચમહાભૂત તત્વની વ્યવસ્થા, વજનની વ્યવસ્થા, રંગની વ્યવસ્થા, પોતાની શુભ દિશા રંગની ઉપયોગીતા ઘણી જ ભાગ ભજવે છે. જેમ કે નૈઋત્યમાં માસ્ટર બેડરૂમ, અગ્નિમાં રસોડું જોઈએ, પૂર્વ-ઉત્તર યોગ્ય દિશામાં બારી બારણા ખુલ્લા રહેવા જોઈએ, નૈઋત્ય દિશા ના નૈઋત્યના બેડરૂમમાં બેડની બરાબર સામે ખૂણામાં બારી-બારણા ન જોઈએ, આગળ-પાછળ ઉપર-નીચે મીરર ન હોવા જોઈએ. ડબલ બેડની રચના, સિંગલ બેડ, પીઓપી, પાણી ન જોઈએ. હાલના સમયમાં બેડરૂમમાં સાથે સંડાસ બાથરૂમની રચના વગેરે જેવા પરિબળો સારી ઊર્જા પેદા કરવામાં અવરોધ સર્જે છે. તેનાથી લગ્નજીવન સુખમય બની શકતું નથી.

વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોનો અમલ કરવો અનિવાર્યઃ-

લગ્ન કરવા લાયક દીકરા-દીકરીને વાયવ્ય દિશામાં સુવડાવવામાં આવે તો લગ્ન સમયસર થવામાં ભાગ ભજવતું હોય છે. લગ્નજીવન સારું તંદુરુસ્ત વિશ્વાસ સાથે પરિવારની પ્રગતિ માટે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોનો અમલ કરવો અનિવાર્ય બને છે. લગ્નજીવન લાંબા સમય સુધી સાંસારિક સંબંધોની પ્રક્રિયા છે. તેમાંથી પરિવારની પ્રગતિ- સભ્યોની સંખ્યામાં વધારો સતત ચાલુ રહે છે. જેથી શાંતિ, સમૃદ્ધિ, સુખમય વાતાવરણની જરૂર રહેલ છે તે વાસ્તુશાસ્ત્ર પૂરું પાડે છે. તેમાંના સિદ્ધાંતોની નાની સમજ મેળવીશુ. વાયવ્ય દિશા કદી બંધ ન કરવી. બને ત્યાં સુધી બારી-બારણા રાખવા અને ખુલ્લા રાખવા. વાયવ્ય દિશામાં પાણીની ટાંકી ખાડો ન આવવો જોઈએ. તદુપરાંત વાયવ્ય અગ્નિના જમીનના લેવલથી ઈશાન કરતા ઊંચા પરંતુ નૈઋત્ય કરતા નીચા હોવા જરૂરી બને છે. વાયવ્ય ખૂણો જમીન અથવા ફલેટ બંગલામાં વધવો ન જોઇએ. અથવા કપાયેલ ન જોઈએ. ગોળાકાર પણ ન જોઈએ.

અગ્નિ ખૂણો સ્ત્રીઓ માટે બહુ જ મહત્વનોઃ-

આ જ રીતે અગ્નિ ખૂણો સ્ત્રીઓ માટે બહુ જ મહત્વનો છે. અગ્નિ ખૂણામાં બને તો પૂર્વ પ્રમુખ રસોડું હોવું જરૂરી બને છે. અગ્નિ ખૂણો બંધ ન જોઈએ, પાણી ન જોઈએ, ગટરલાઈન અથવા અન્ડરગ્રાઉન્ડ ટાંકી ન જોઈએ. તદુઉપરાંત અગ્નિ કોર્નર-વાયવ્ય સમતલ જોઈએ. ઈશાન કરતાં ઊંચો પરંતુ, નૈઋત્ય કરતા નીચા જરૂરી બને છે. પ્લેટફોર્મમાં બ્લેક ગ્રેનાઈટ ન વાપરવો. અગ્નિ ખૂણામાં, ખાડા ન જોઈએ. વધેલ કપાયેલ પણ ન જોઈએ. અગ્નિ ખૂણામાં માસ્ટર બેડરૂમ ન રખાય. ઈશાન ખૂણામાં સંડાસ, બાથરૂમ, રસોડું ન જોઈએ. જમીનનું લેવલ પ્લેટફોર્મ સૌથી નીચો જોઈએ. બંધ ન જોઈએ ખુલ્લુ જોઈએ ઈશાનમાં સીડી સ્ટોર રૂમ ન જોઈએ. ઇશાનમાં બેડરૂમ કયારેય ન રાખવો. દક્ષિણ દિશામાં વજન રાખો. લાલ રંગ રાખવો, ખાલી જગ્યા બને ત્યાં ન રાખવી, દક્ષિણ દિશાને નેગેટિવ કરી ન શકાય. જો તેને બરાબર રીતે સાચવવામાં આવે તો લગ્નજીવનના પ્રશ્નોમાં ધીરજ અને ધૈર્ય પુરા પાડે. લગ્નજીવનમાં આવતી ગેરસમજો નિવારી શકાય. લગ્ન સમયસર થઇ શકે. દક્ષિણમાં અગ્નિ માત્ર તત્વ રાખી શકાય.

આ પણ વાંચો- શું આપને આર્થિક સમસ્યાઓનો કરવો પડે છે ખુબ સામનો? તો આ રહ્યો ઉપાય

જો આ પ્રમાણે પ્રાથમિક મૂળભૂત સિદ્ધાંતોને અનુકૂળ પરિસ્થિતિ ન હોય તો લગ્ન ન થવા, મોડા થવા, આકસ્મિક કારણોસર છુટા પડવું, ડાયવોર્લેસ લેવા, લગ્નજીવન તનાવગ્રસ્ત બને  જેવી ઘણી બધી જ શક્યતાઓ ગંભીર બનતી હોય છે. સાથોસાથ સંતાન પ્રાપ્તિ જેવી સમસ્યા ઉદ્ભવવાની સંભાવના પણ હોય છે. ઉપરાંત પોતાની શુભ દિશા કારણભૂત બનતી હોય છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment