નવા વર્ષે દસ્તક આપી દીધી છે, દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય વિશે જાણવા માંગે છે અને ભવિષ્યમાં શું થશે તેની ઉત્સુકતા છે. પણ એક વાતને ધ્યાન રાખવું વધારે જરૂરી છે આપડે ભૂતકાળમાં કરેલી ભૂલોમાંથી પણ ઘણું બધુ શીખવું જોઈએ અને પાસ્ટની ભૂલોનું પુનરાવર્તન ના થાય તે નક્કી કરવું જરૂરી છે. આવો જાણીએ આ વર્ષ જાતકોની રાશિઓ વિશે જ્યોતિષાચાર્યોનું શું કહેવું છે અને અંકશાસ્ત્ર (Numerology) દ્વારા આપણે જાણીશું મૂલાંક નંબર ૩ ના વ્યક્તિઓના સ્વભાવ વિશે.
Numerology Image Credit: Google Image
ન્યુમેરોલોજી અનુસાર જે વ્યક્તિનો જન્મ વર્ષની 3, 12, 21 કે 30 તારીખે થયો હોય તેમનો મૂલાંક 3 હોય છે. મૂલાંક 3માં જન્મેલા લોકો નીડર અને હિંમતવાન હોય છે, આવા લોકોમાં નેતૃત્વ કરવાની ક્ષમતા વધુ હોય છે. આવા વ્યક્તિઓ ઉચ્ચવિચારવાહી હોય છે. અનેમુક્તપણે સ્વતંત્રતાથી જીવન જીવવાનું પસંદ કરે છે. ન્યુમેરોલોજી અનુસાર 3 મૂલાંકના લોકો ખૂબ જ જીદ્દી હોય છે.
આ પણ વાંચો: છોડી દો તમારી આ ખરાબ આદતો, માં લક્ષ્મી હમેંશા રહેશે પ્રસન્ન
ruling-number, image credit: google
પૂજનીય દેવતા– મૂલાંક 3 વાળા વ્યક્તિઓ માટે ગુરુવાર સ્વામી છે અને તેમના જીવનમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. આવા વ્યક્તિઓ પ્રભાવશાળી હોય છે એને નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે. મૂલાંક નંબર 3 વાળા લોકો બુદ્ધિશાળી હોય છે.
શુભ કાર્ય માટે શુભ તિથિ– મૂલાંક 3 ના જાતકો 3, 6 અને 9 તારીખ શુભ ગણાય છે. તેવા વ્યક્તિઓને પોતાના શુભ કાર્યની શરૂઆત કરવી જોઈએ તેમણે સફળતા મળશે અને તેમનો કાર્ય આગણ વધશે.
શુભ દિવસ– મૂલાંક 3 ના રાશિના જાતકો માટે મંગળવાર અને શુક્રવાર શુભ માનવામાં આવે છે, તેઓને ધંધામાં અને કામગીરીમાં સકારાત્મક પરિણામ મળે છે.
શુભ રંગઃ– મૂલાંક 3 ના રાશિના જાતકો માટે વાદળી, લાલ, પીળો, જાંબલી અને ગુલાબી રંગ શુભ ગણાય છે.
જુઓ આ વિડીયો: Vastu Tips and Vastu Shastra
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4