નવી દિલ્હી : માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે જુના વાહનોને ધીમે ધીમે સમાપ્ત કરી અને તમામ વર્ગોમાં વાહનોના વેચાણને ઉત્તેજન આપવા માટે વાહન સ્ક્રેપ પોલિસી (Scrap Vehicle Renew Fees)નું જાહેરનામું બહાર પાડી દીઘું છે. આ નવી નીતિ આગામી ૧ એપ્રિલથી અમલી બનશે.
જુના વાહનોના રજિસ્ટ્રેશનના રીન્યૂ માટે ચૂકવવી પડશે વધુ ફી
નવી પોલિસી અંતર્ગત ગ્રાહકોને પોતાના જુના વાહનોને સ્ક્રેપ કરવા માટે પ્રોતસાહિત કરવામાં આવશે. જો ૧૫ વર્ષથી વધુ જુના કોમર્શીયલ વાહનો અને ૨૦ વર્ષથી વધુ પેસેન્જર વાહનો ફિટનેસ અને એમીશન ટેસ્ટ પાસ ના કરે તો ફરજીયાત સ્ક્રેપ કરવામાં આવશે. સાથે જ સરકારી વિભાગોને પણ પોતાના ૧૫ વર્ષ સુધી ઉપયોગ કર્યા બાદ વાહનોને ભંગારમાં કાઢી નાખવા પડશે. નવી પોલિસી (Vehicle Scrap Policy)થી પ્રદુષણને ઓછુ કરવામાં મદદ મળશે. ફયુલ આયાત (Fuel Import) ઓછી થશે અને વિવિધ પાર્ટ્સ રીસાયકલ (Parts Recycle) કરીને ફરી ઉપયોગ કરી શકાશે. રિપ્લેસમેન્ટ ડીમાન્ડ (Replacement Demand)ને પૂર્ણ કરી શકાશે અને ઓટોમેટિવ ઇકોસીસ્ટમને સારી કરવામાં આવશે.
આ પણ વાંચો : ટાટા-મિસ્ત્રી વિવાદમાં નવો વળાંક : SP ગૃપે ટાટા સન્સના શેર ગીરવે મુકવા કાઢ્યાં
Scrap Vehicle Renew Fees
માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય (Highway Ministry) અનુસાર ભારતમાં ૧૭ લાખ જુના, મધ્યમ અને ભારે કોમર્શીયલ વાહન કાયદેસર પ્રમાણપત્ર વગરના છે. સાથે જ ૨૦ વર્ષથી વધારે જુના હળવા મોટર વાહનોની સંખ્યા ૫૧ લાખથી વધુ છે. નવી પોલિસી અનુસાર મોટરસાયકલ માટે રજિસ્ટ્રેશન ચાર્જ (Registration Charge) પર ૩૦૦ રૂપિયા ખર્ચ થશે. જો કે ૧૫ વર્ષથી વધારે જુના વાહનના રજિસ્ટ્રેશન રીન્યૂ (Registration Renew) કરવા માટે ગ્રાહકો પર ૧૦૦૦ રૂપિયા ખર્ચ કરવા પડશે. જુના વાહનો લોકો સ્ક્રેપ કરાવે તે હેતુ રીન્યૂઅલ ફી(Scrap Vehicle Renew Fees) વધારે રાખવામાં આવી છે.
માર્ગ પરિવહન મંત્રાલયના જણાવ્યા અનુસાર 15 વર્ષથી જૂની કારના લાયસન્સની રીન્યૂઅલ ફી 5 હજાર રહેશે જયારે તેની સામે નવા વાહનોમાં રજિસ્ટ્રેશન ફી 600 રૂપિયા હશે. મોટર સાયકલના નવીનીકરણ કરવા(Scrap Vehicle Renew Fees)ની ફી પણ 1000 રૂપિયા હશે. અને નવા વાહનોની રજિસ્ટ્રેશન સર્ટફિકેટ ફી 300 રૂપિયા હશે .જુના વ્યવસાયિક વાહનોને પણ ચલાવવામાં લોકોને વધુ પૈસા ખરચવા પડશે .
એપ્રિલ 2022 થી 15 વર્ષ જુના કોમર્શિયલ વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ રીન્યૂઅલ કરવા માટે 12,500 રૂપિયા ચૂકવવાના રહેશે. જયારે નાના કોમર્શીયલ અથવા પેસેન્જર વાહનને ફિટનેસ રીન્યૂઅલ માટે 10 હજાર રૂપિયાની ચુકવણી કરવાની રહેશે.
આ પણ વાંચો : કોલસાની ઉણપના લીધે આગામી ચાર દિવસોમાં દેશના કેટલાક વિસ્તારોમાં અંધકાર સર્જાઈ શકે છે
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4