Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝવેણુ ડેમના દરવાજા ખોલાયા : જુનાગઢમાં મેઘ મહેર

વેણુ ડેમના દરવાજા ખોલાયા : જુનાગઢમાં મેઘ મહેર

Rain
Share Now

ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ નજીક આવેલ વેણુ – ૨ ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી ત્યારની સ્થિતિ શું હતી.?

ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ નજીક આવેલ વેણુ – ૨ ડેમ તેની નિર્ધારિત સપાટીએ ૭૦ ટકા ભરાઈ જવામાં હોય, ૩૧૩૫૮ ક્યુસેક પાણી ની આવક ચાલુ હોવાથી ડેમ ના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે. તો ડેમની નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગધેથડ, વરજાંગ જાળીયા, મેખાટીંબી, નિલાખા અને નાગવદર ગામના લોકો એ નદી ના પટમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા ફલડ કંટ્રોલરૂમ તરફથી જણાવવામાં આવ્યું છે. 

Venu dam

ત્યારબાદ રાત્રિના ૧૦-૦૦ની સ્થિતિ ૨ ડેમના ૪ દરવાજા ૪ ફુટ ખોલવામાં આવ્યા હતા.

ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ નજીક આવેલ વેણુ – ૨ ડેમ તેની નિર્ધારિત સપાટીએ ભરાઈ જતા ૧૮૯૪૦ ક્યુસેક પાણી ની આવક ચાલુ છે. જ્યારે ૧૦૩૫૪ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમનુ રૂલ લેવલ જાળવવા ૪ દરવાજા ૪ ફુટ ખોલવામાં આવ્યા છે. તો ડેમની નીચાણવાળા વિસ્તારોમાં આવતા ગધેથડ, વરજાંગ જાળીયા, મેખાટીંબી, નિલાખા અને નાગવદર ગામના લોકો એ નદી ના પટમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા ફલડ કંટ્રોલરૂમ તરફથી જણાવવામાં આવ્યું છે

રાજકોટ જીલ્લાના તમામ તાલુકા મથકોએ નોંધાયો વરસાદ (રાત્રે ૧૦-૦૦ કલાકે)

સૌથી વધુ લોધીકા તાલુકામાં ૧૮૬ મી.મી. જ્યારે સૌથી ઓછો વરસાદ જેતપુર તાલુકામાં ૧૨ મી. મી…

 

રાજકોટ જિલ્લામાં આજ સવારે ૬-૦૦ વાગ્યાથી રાત્રીના ૧૦-૦૦ વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદ ની તાલુકાવાર વિગતો જોઈએ, તો ઉપલેટા તાલુકામાં ૬૮ મી. મી. કોટડા સાંગાણી મા ૯૫, ગોંડલ ૪૨, જેતપુર ૧૨, જસદણ ૧૪, જામકંડોરણા ૩૯, ધોરાજી ૯૨, પડધરી ૧૪, રાજકોટ ૮૯, લોધીકા ૧૮૬, અને વિંછીયા તાલુકામાં ૨૦ મી. મી. એ મુજબ વરસાદ નોંધાયો હોવાનું ફલડ કંટ્રોલરૂમ તરફથી જણાવવામાં આવ્યું છે.

આ પણ જુઓ : જાબાંઝ – સુરતથી સરહદ સુધી

રાજકોટ જીલ્લાના તાલુકા મથકોએ ૨૪ કલાકમાં નોંધાયેલો વરસાદના લેખા જોખા…

સૌથી વધુ લોધીકા તાલુકામાં ૧૯૮ મી.મી. જ્યારે સૌથી ઓછો વરસાદ જેતપુર તાલુકામાં ૧૨ મી. મી…

રાજકોટ જિલ્લામાં આજ સવારે ૬-૦૦ વાગ્યે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન તાલુકા મથકે નોંધાયેલ વરસાદ ની તાલુકાવાર વિગતો જોઈએ તો ઉપલેટા તાલુકામાં ૭૨ મી. મી. કોટડા સાંગાણી મા ૯૫, ગોંડલ ૪૬, જેતપુર ૧૨, જસદણ ૧૪, જામકંડોરણા ૩૯, ધોરાજી ૯૩, પડધરી ૨૨, રાજકોટ ૧૦૮, લોધીકા ૧૯૮, અને વિંછીયા તાલુકામાં ૨૨ મી. મી. એ મુજબ વરસાદ નોંધાયો હોવાનું ફલડ કંટ્રોલરૂમ તરફથી જણાવવામાં આવ્યું છે.

Junagadh

સોરઠમાં મેઘમહેર : માણાવદરમાં 5, જૂનાગઢ અને વંથલીમાં 4 ઇંચ

માણાવદર પંથકમાં સાંજ સુધીમાં 5 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતાં. જૂનાગઢ શહેર અને વંથલી,વડાલમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો. કેશોદ,મેંદરડામાં અઢી ઇંચ વરસાદ થયો હતો. માંગરોળ અને માળિયમાં દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. ભેંસાણમાં એક ઇંચ વરસાદ થયો હતો. ગીરનાર જંગલમાં ભારે વરસાદનાં પગલે સોનરખ, કાળવા અને ઓઝત નદીમાં પુર આવ્યું હતું. ગીરનારનાં પગથિયા ઉપર નદી વહેતી હોય તેવા દ્રષ્યો સામે આવ્યાં હતાં. ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. સુત્રાપાડામાં અઢી, તાલાલામાં દોઢ, કોડીનારમાં એક ઇંચ વરસાદ થયો હતો. કુતિયાણામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. ધારી, સાવરકુંડલા, રાજુલા, બગસરામાં અડધો ઇંચ સુધી વરસાદ થયો હતો.

ધોરાજીની સફૂરા નદીમાં પૂર

શહેરમાં અનરાધાર વરસાદના પગલે સફૂરા નદીમાં ભારે પુર આવ્યા હતા અને બે કાંઠે વહેતી નદીને જોવા લોકો જીવના જોખમે કાંઠે પહોંચી ગયા હતા અને કુદરતનું નિરાળું સ્વરૂપ જોઇ આનંદિત બન્યા હતા.

મોરબીના પાનેલીના વોંકળામાં બે યુવાન તણાયા, બચાવ થયો

મોરબી તાલુકાના પાનેલી અને ગિડચ ગામે દર ચોમાસે વોકળામાં બે કાંઠે પાણી વહેતુ હતું. રવિવારે પણ ઉપરવાસમા વધુ વરસાદના કારણે મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. પાણીનો પ્રવાહ ધસમસતો જઈ રહ્યો હતો. આ દરમિયાન વાંકાનેરના ઓળ ગામે રહેતા બે યુવાનોએ પાનેલીના વોકળો પાર કરવા જતાં બન્ને યુવાન ડૂબવા લાગ્યા હતા. વોંકળો બે કાંઠે જઈ રહ્યો હોય અને તેમાં બન્ને યુવાનને ડૂબતા બચાવી લીધા હતા.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment