Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / July 1.
Homeભક્તિ900 વર્ષ જુનું સ્વંયભૂ મહાદેવનું મંદિર ‘જડેશ્વર મહાદેવ’

900 વર્ષ જુનું સ્વંયભૂ મહાદેવનું મંદિર ‘જડેશ્વર મહાદેવ’

Share Now

ભગવાન શંકર એ વિશ્વેશ્વર છે. અને સંપુર્ણ વિશ્વ તેમની પ્રાથનાઓની આધીન છે. આપણે ઈશ્વરમાં વિલિન થઈને જ જાણી શકીએ છીએ કે ઈશ્વર શું છે. પ્રભુનાં ચરણો સુધી પહોંચવાની યાત્રા આજની નહીં પરંતુ જન્મ જન્માંતરની છે. ત્યારે ચાલો દર્શન કરીએ મોરબી જિલ્લાના વાંકનેર પાસે આવેલું સ્વંયભૂ જડેશ્વર મહાદેવના અતિ પ્રાચિન મંદિરના (Jadeshwar Mahadev temple). આ મંદિર આશરે 900 વર્ષ પુરાણું હોવાની માન્યતા છે.

very ancient temple Swayambhu Jadeshwar Mahadev temple

સ્વંયભૂ જડેશ્વર મહાદેવ મંદિરનો (Jadeshwar Mahadev temple) ઈતિહાસ 

આ સ્વંયભૂ જડેશ્વર મહાદેવ મંદિરની ઉત્પતિ કેવી રીતે થઈ તેના ઈતિહાસ પર એક દ્રષ્ટિ કરીએ તો જામ રાવળનું માથુ નાનપણથી જ દુખતું હતુ. જામ રાવળનો રાજ્યકાળ ઈ.વિ. 1563 થી 1618 નવાનગર રાજગાદી ઉપર ચંદ્ર વંશના મૂળ પુરુષ ચંદ્રથી 170 મી અને ભગવાન શ્રી કૃષ્ણ થી 113 મી પેઢીએ જામ રાવળ થયા હતા. જેમાં વૈદો – હકીમોના ઈલાજો અને મંત્ર-તંત્રની ક્રિયાઓમાં તેઓ પારંગત નીવડ્યા હતા. જ્યારે તેઓ જામનગરની ગાદી પર બિરાજ્યા ત્યાર બાદ કોઈકના કહેવા પર તેઓ ધ્રોલમાં રહેતા પંજુ ભટ્ટ નામના એક ત્રિકાળદર્શી બ્રાહ્મણ પાસે પહોંચ્યા અને તેમના માથાના દુખાવાનું સાચું કારણ તેમને ત્યાં જાણવા મળ્યું.very ancient temple Swayambhu Jadeshwar Mahadev temple

 

પંજુ ભટ્ટે ધ્યાન કરીને જામ રાવળનો ભૂતકાળ જોઈ લીધો હતો. તેમને કહ્યું કે અહીંથી પૂર્વ દિશા તરફ એક જંગલમાં ટેકરો છે. જેના પર અરણીનું ઝાડ છે. તે હલવાથી આપના માથામાં દર્દ થાય છે. જો તે ઝાડને કાપી નાખવામાં આવે તો આપનું દર્દ મટી જશે. જે બાદ પંજુ ભટ્ટે અરણીનું ઝાડ શોધી તેને કાઢી નાખતા રાજાનું દર્દ દુર થયું. જામ રાવળે પંજુ ભટ્ટને આમ થવાનું કારણ પૂછ્યું. પંજુ ભટ્ટે ધ્યાન કરીને જોયું અને રાજાને પોતાના પૂર્વ જન્મ વિષે કહ્યું.

very ancient temple Swayambhu Jadeshwar Mahadev temple

દૂધનો અભિષેક કરી ગાય ચાલતી થઈ…

તેમને કહ્યું કે, એક અરણીટીંબા નામનું ગામ હતું. ત્યાં પરશોતમ નામનો સોની રહેતો હતો. સોનીની ગાયો ભગવાન નામનો ભરવાડ ચારતો હતો. ચારીને સાંજે ઘરે આવેલી એક ગાયે દૂધ દોહવા ન આપ્યું. સોનીને ભગવાન ભરવાડ ઉપર શંકા ગઈ કે તે ગાય દોહી લેતો હશે. સોનીએ ભરવાડને ઠપકો આપતા ભરવાડ હેબતાઈ ગયો. બીજા દિવસે ભરવાડે તે ગાયનું બરાબર ધ્યાન રાખ્યું. ગાય ચરતા ચરતા ટોળામાંથી અલગ પડી ટેકરા પર ચડવા લાગી. ભરવાડ પણ પાછળ છાનો માનો ટેકરો ચડવા લાગ્યો. એક ખાડા પર ગાય ઉભી રહી અને પોતાની દૂધની ધારાઓ તેના પર વર્ષાવી તે ચાલવા લાગી. બીજા દિવસે ભરવાડ અને સોની બંને ગાયની પાછળ ગયા ફરી પાછું ગાયે દૂધનો અભિષેક કરી ગાય ચાલતી થઈ. આ જોઈ વૃદ્ધ સોની સમજી ગયો કે નક્કી અહિયાં કોઈ અદ્રશ્ય દેવ હોવા જોઈએ. ભરવાડે આસપાસથી ઝાડી જાખરા અને માટી દુર કરતા મહાદેવ દેખાયા. સમય જતા તે સ્વયંભૂ જડેશ્વર મહાદેવ કહેવાયા હતા.

જુઓ આ વિડીયો: Galteshwar Mahadev Mandir 

ભગા ભરવાડે તે મહાદેવની પૂજા કરી અને ઘણા વર્ષો બાદ પોતાનું મસ્તક કાપી કમળ પૂજા કરતા ભરવાડનું મસ્તક મહાદેવ મળેલ તે ખાડામાં જઈ પડ્યું. જ્યાં તે અરણીનું ઝાડ ઊગ્યું હતું. ભગવાન ભરવાડનો જામ રાવળ તરીકે બીજો જન્મ થયો હોવાની લોક માન્યતા છે. આ માન્યતાને લઈને ભક્તો ભારે શ્રદ્ધા સાથે અહીં ભગવાન ભોળાનાથને મંદિરે શીશી ઝુકાવા આવે છે. ત્યારે આપ પણ આ પવિત્ર જગ્યના દર્શન કરવા જરૂરથી જજો.

આ પણ વાંચો: ભારતનું એકમાત્ર મંદિર કે જ્યાં હનુમાનજીના માથા પર ઝળહળે છે દીવો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment