રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર દિગ્ગજ કલાકાર અરવિંદ ત્રિવેદી (Arvind Trivedi)નું 82 વર્ષની વયે નિધન થયું છે. તેમણે રામાનંદ સાગરની સુપરહિટ સીરિયલ રામાયણ સહિત અનેક સીરિયલ અને હિન્દી તથા ગુજરાતી ફિલ્મો (Film)માં કામ કર્યું હતું.
Arvind Trivedi એ ઘરે અંતિમ શ્વાસ લીધા
અરવિંદ ત્રિવેદીએ કાંદીવલી ખાતે પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. જણાવી દઇએ કે દિગ્ગજ કલાકાર 1991થી 1996 સુધી સાંસદ તરીકે પણ કાર્યરત હતા. તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી (Upendra Trivedi)પણ ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ કલાકાર હતા. અરવિંદ ત્રિવેદી રામાયણમાં રાવણની ભૂમિકા ભજવ્યા બાદ સમગ્ર દેશમાં લોકપ્રિય બની ગયા હતા. આ સીરિયલ બાદ તેઓ લંકેશ તરીકે જ ઓળખાવવા લાગ્યા હતા.
આ પણ વાંચો: સુરતમાં સૌપ્રથમવાર લિવર ટ્રાન્સપ્લાન્ટ: બ્રેઈનડેડ શિક્ષિકાના અંગદાનથી ઉદ્યોગપતિ સહિત પાંચને નવજીવન મળ્યું
મૂળ વતન ક્યુ છે
દિગ્ગજ કલાકાર મૂળ ઈડરના કુકડિયા ગામના વતની અને પૂર્વ સાંસદ (Ex MP)અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો, પરંતુ તેમની કારકિર્દીની શરૂઆત ગુજરાતી નાટકોમાંથી થઈ હતી. તેમના ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ગુજરાતી ફિલ્મ્સ (Film)ના સુપરસ્ટાર હતા.
We have lost Shri Arvind Trivedi, who was not only an exceptional actor but also was passionate about public service. For generations of Indians, he will be remembered for his work in the Ramayan TV serial. Condolences to the families and admirers of both actors. Om Shanti. pic.twitter.com/cB7VaXuKOJ
— Narendra Modi (@narendramodi) October 6, 2021
PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ
અરવિંદજીના નિધનથી સમગ્ર દેશ શોક અનુભવી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ તેમના ટ્વિટર એકાઉન્ટ પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે. અરવિંદ જી સાથે એક ફોટો પોસ્ટ કરતા, પીએમ મોદીએ લખ્યું છે કે, “અમે શ્રી અરવિંદ ત્રિવેદીને ગુમાવ્યા છે, જે માત્ર એક અસાધારણ અભિનેતા જ નહોતા પણ જનસેવા માટે પણ ઉત્સાહી હતા. ભારતીયોની પેઢી, તેમને રામાયણ ટીવી સિરિયલમાં તેમને કરેલા કામ માટે યાદ કરશે. બંને કલાકારોના પરિવારજનો અને ચાહકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ. “
અભિનેતા Arvind Trivedi એ કેટલી ફિલ્મમાં કામ કર્યું
અરવિંદ ત્રિવેદીએ પોતાની અભિનય કારકિર્દી દરમિયાન 300 જેટલી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે કુંવરબાઈનું મામેરું, દેશ રે જોયા દાદા પરદેશ જોયા, સંતુ રંગીલી, હોથલ પદમણી,જેસલ તોરલ જેવી ગુજરાતી તથા પરાયા ધન, આજ કી તાજા ખબર જેવી હિન્દી ફિલ્મો પણ કામ કર્યું છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન અનેક પુરસ્કારો પણ મેળવ્યા છે.
‘લંકેશ’અરવિંદ ત્રિવેદીની જીવનયાત્રા જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4