Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeએન્ટરટેઈન્મેન્ટબોલિવૂડના દિગ્ગજ કલાકાર યુસુફ હુસૈનનું નિધન

બોલિવૂડના દિગ્ગજ કલાકાર યુસુફ હુસૈનનું નિધન

Share Now

મનોરંજન જગત માટે એક ખરાબ સમાચાર છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અને દિગ્ગજ કલાકાર યુસુફ હુસૈનનું નિધન થયુ છે. યુસુફ હુસૈને પોતાની એક્ટિંગ કરિયરમાં ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કર્યું હતુ. તેમનું નિધન કોરોનાના કારણે થયુ છે. તેમની ઉંમર 77 વર્ષની હતી. 

 

ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ શેર કરી પોસ્ટ

 

ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને દુખ વ્યક્ત કર્યું છે. આ સાથે જ એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે.

યુસુફ હુસૈનની પુત્રી સફીનાના લગ્ન હંસલ મહેતા સાથે થયા છે. તેણે પોતાના સસરાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. યુસુફ હુસૈનની તસવીર શેર કરતા લખ્યુ છે કે,- મેં શાહિદના બે શેડ્યૂલ પૂરા કર્યા હતા અને અમે અટવાઈ ગયા હતા.

Yusuf Hussain stars in 'emotional' short film

એક ફિલ્મ નિર્માતાના રુપમાં મારી કારકિર્દી ખતમ થવા જઈ રહી હતી. તેવી પરિસ્થિતિમાં તે મારી પાસે આવ્યા હતા અને તેમણે મને કહ્યું કે મારી પાસે ફિક્સ ડિપોઝીટ છે,તો તેમણે મને જમા કરેલા પૈસા આપ્યા અને મને મદદ કરી. તે મારા સસરા નહી પણ પિતા હતા.

 

આજે હું અનાથ બની ગયો

હંસલ મહેતાએ આગળ લખ્યું છે કે,– તે મારા સસરા નહિ પણ પિતા હતા. તે પોતે એક જીવન હતા. આજે તે જતા રહ્યાં છે, હવે આ જીવન પહેલાં જેવુ નહીં રહે,  

હું જીવન જીવતો હોત તો કદાચ તેના સ્વરૂપમાં હોત.તે આગળ લખે છે કે, આજે તે આપણા વચ્ચે નથી પણ બધી જ મહિલાઓ જે સ્વર્ગમાં હશે, તેમને જણાવશે કે તે કેટલી સુંદર છે, તેમજ પુરુષોને બતાવી શકે કે તે કેટલા યુવાન છે, આજે હું અનાથ થઇ ગયો છુ, જીવન પણ પહેલાં જેવુ નથી રહ્યું.

જુઓ વીડિયો

 

 હંસલ મહેતાના આ ટ્વીટ બાદ યુસુફ હુસૈનને લોકો શ્રદ્ધાજંલી આપી રહ્યાં છે, એક ટ્વીટર યુઝર્સ એ પોસ્ટ પર રીપ્લાઇ કરીને લખ્યુ છે કે, ભગવાન આવા લોકોને નથી બનાવતા, તમારા નુકશાન માટે સોરી. પુજા ભટ્ટ્ લખ્યુ છે કે,  આ ન્યુઝ સાંભળતા જ મારી આંખોમાં આંસુ આવી ગયા છે, આજે મને ફિલ થઇ રહ્યું છે જે હું કહી નથી શકતી.       

Yusuf Hussain movies, filmography, biography and songs - Cinestaan.com

કઇ કઇ ફિલ્મોમાં કર્યું હતુ કામ? 

 વાહ તાજ, ક્રિશ, કુછ ના કહો (Kuch Naa Kaho), નઇ પડોશન, જલેબી જેવી ફિલ્મોમાં તેમણે કામ કર્યું હતુ. તેમણે ઘણી ટીવી સિરિયલોમાં પિતાના રોલમાં પણ જોવા મળી ચુક્યા છે.યુસુફે વિવાહ, ધૂમ 2, ખોયા ખોયા ચાંદ, ક્રેઝી કુક્કડ ફેમિલી અને રોડ ટુ સંગમ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

 

આ પણ વાંચો: Textaphrenia: ડિઝીટલ યુગની ડિઝીટલ બીમારી આવી ટેક્સ્ટાફ્રેનિયા

No comments

leave a comment