Vibrant Gujarat Global Summit (VGGS 2022): કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સૌથી મોટી ઇવેંટ વાયબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. ગ્લોબલ વાઇબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ આગામી 10થી 12 જાન્યુઆરી 2022ના રોજ યોજાવવાની હતી. આ સમિટમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સહિત અન્ય દેશોના પ્રેસિડેન્ટ અને મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ રાજ્યમાં 10-15 દિવસથી કોરોના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે ગ્લોબલ વાયબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.
(VGGS 2022 Postponed) દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના વધતા કેસના કારણે રાજ્ય સરકાર એલર્ટ
રાજ્ય સરકારે મહેમાનોની સુરક્ષા માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કર્યા હતાં. દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના વધતા કેસોને લઈને રાજ્ય સરકાર એલર્ટ છે. માહિતી મુજબ છેલ્લા 20 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી મુજબ મુસાફરોને કોવિડ નેગેટીવ ટેસ્ટનો રિપોર્ટ ફરજીયાત છે. અને એરપોર્ટથી જ હાઈરિસ્ક કન્ટ્રીમાંથી આવતા મુસાફરો માટે કોવિડ ગાઈડલાઇનના પ્રમાણે અલગ રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: આવી ગઈ કોરોનાની દવા, ક્યાંથી મળશે, કેટલામાં અને કોણ ખરીદી શકે છે, જાણો વધુ માહિતી એક ક્લિક પર
કોવિડ-19 અપડેટ:
PIB અમદાવાદની માહિતી મુજબ રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 148.67 કરોડ લોકોને રસી આપવામાં આવી. ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,85,401 થયું. સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.81% છે. સાજા થવાનો દર હાલમાં 97.81% નોંધાયો. છેલ્લા 24 કલાકમાં 19,206 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,43,41,009 દર્દીઓ સાજા થયા. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 90,928 નવા કેસ નોંધાયા. દૈનિક પોઝિટિવીટી દર 6.43% પહોંચ્યો. સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 3.47% છે. કુલ 68.53 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા.
જુઓ આ વિડીયો: પીએમ મોદીની સભામાં રડી પડ્યા હેમા માલિની
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4