Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝવિશ્વ હિન્દુ પરિષદે ચીમકી ઉચ્ચારી

વિશ્વ હિન્દુ પરિષદે ચીમકી ઉચ્ચારી

JAGANNATH RATHYATRA
Share Now

સમગ્ર વિશ્વમાં કોરોનની મહામારી ચાલી રહી છે. તેને કારણે ગયા વર્ષે રથયાત્રા(RATHYATRA) પર પ્રતિબંધ મુકાયો હતો.આ વખતે 12 જુલાઈના રોજ રથયાત્રા છે. ત્યારે કોરોનને લીધે રથયાત્રા કાઢવા મુદ્દે સરકાર હજુ નિર્ણય કરી શકતી નથી. આ પરિસ્થિતિમાં વિશ્વ હિન્દૂ પરિષદ(VHP) મેદાને આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું છે કે તેઓ રથયાત્રા કાઢવા મુદ્દે કટિબદ્ધ છે. વીએચપીના નેતા અશોક રાવલે કહ્યું છે કે સરકાર રથયાત્રા નહીં કાઢે તો અમે કાઢીશું. અમને રથયાત્રા કાઢતા કોઈ રોકી નહીં શકે. બુધવારે AMCના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શહેરના પ્રમુખ પાલડીસ્થિત વણિકર ભવન ખાતે વીએચપીના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમા રથયાત્રા અને અશાંત ધારા મુદ્દે ચર્ચા થઇ હતી.મુલાકાત દરમિયાન વીએચપીએ રથયાત્રા મુદ્દે ચીમકી ઉચ્ચારી હતી. અને કહ્યું કે આ વખતે સરકાર રથયાત્રા નહીં કાઢે તો અમે કાઢીશું. સાથેજ શહેરમાં શાંત ધારો અમલી કરવાની ચર્ચા પણ થઇ હતી.

રથયાત્રાને લઈને શું કહ્યું વીએચપી નેતાએ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો વીએચપી કાર્યાલય પર મુલાકાતે આવ્યા હતા. ત્યારે વીએચપી નેતા અશોક રાવલે કહ્યું હતું કે શહેરમાં કોઈપણ સંજોગોમાં નિયમો સાથે પણ રથયાત્રા નીકળવી જોઈએ. લોકોની ભીડ ભેગી કરવાની કોઈ જરૂર નથી. ફકત 50 ખલાસી સાથે પણ રથયાત્રા નીકળવી જોઈએ. રથયાત્રામાં હાથી-ઘોડા, ભજન મંડળી કે, ટ્રક નહીં હોય તો ચાલશે. ભીડ થતી અટકાવવાની જરૂર લાગે તો કર્ફ્યૂ લાગુ કરો. કોઈપણ સંજોગોમાં ભગવાનની રથયાત્રા નીકળવી જ જોઈએ. જો સરકાર રથયાત્રા ના કાઢી શકતી હોય તો વીએચપી રથયાત્રા કાઢવાની જવાબદારી સ્વીકારવા તૈયાર છે.ભગવાન જગન્નાથની રથયાત્રા કેમની નીકળશે તેને લઈને દરેકના મનમાં પ્રશ્ન છે. ત્યારે સમગ્ર મામલે વીએચપી હવે મેદાનમાં આવ્યું છે. વીએચપી અને કોપોરેશનના હોદ્દેદારોની બેઠકમાં વર્ષા ફ્લેટનો મુદ્દો પણ ચર્ચાયો હતો. એ મુદ્દે કોર્પોરેશના હોદ્દેદારોએ ત્વરિત ઉકેલ લાવવા આશ્વાસન આપ્યું છે. વીએચપીના કહ્યા મુજબ વર્ષા ફ્લેટ જેવી શહેરમાં બીજી પણ ઘણી સાઈટો છે. જ્યાં અશાંતધારાનો અમલ થઈ રહ્યો નથી. શહેરમાં વિધર્મીઓને રહેવા માટે મકાનો આપવામાં આવી રહ્યાં છે. ઘણી જગ્યાઓ પર વિધર્મીઓ કબજો પણ કરી રહ્યા છે. ત્યારે સરકાર અને પોલીસ મૂકપ્રેક્ષક બનીને જોઈ રહી છે.

JAGANNATH RATHYATRA

IMAGE CREDIT- GUJARAT HEADLINES

રથયાત્રાને લઈને સરકાર કેમ છે અસમંજસમાં?

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે. કોરોનાને કારણે ગયા વર્ષે અમદવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા(RATHYATRA) પર પ્રતિબંધ મૂક્વામાં આવ્યો હતો. જેને કારણે રથયાત્રા નીકળી શકી ન હતી. થોડા સમય પહેલા ગુજરાત રાજ્યમાં કોરોનાની(CORONA) બીજી લહેર આવી હતી. તેમાં ઘણા બધા લોકો સંક્રમિત પણ થયા હતા અને મૃત્યુ પણ પામ્યા હતા. જેને લીધે થઈને રાજ્ય સરકારે નાગરિકો પર કેટલાક નિયંત્રણો નાખ્યા હતા. અત્યારે સ્થિતિ હળવી થતા સરકારે એ નિયંત્રણોમાં થોડી છૂટછાટ આપી છે. પરંતુ હજુ પણ નાગરિકો પર સામાજિક-ધાર્મિક પ્રસંગોને લઈને કેટલાક નિયંત્રણો લાગુ છે. તેવામાં જો રથયાત્રાને પરમિશન આપવામાં આવે તો સરકારે લોકોના ગુસ્સાનો ભોગ બનવું પડી શકે છે.

આ પણ વાંચો:કઈ રીતે નીકળશે રથયાત્રા?

કોરોનાને લઈને નાગરિકો પર છે નિયંત્રણો

સમગ્ર વિશ્વમાં કોરોનની મહામારી ચાલી રહી છે .થોડા સમય પહેલા ગુજરાત રાજ્યમાં કોરોનાની બીજી લહેર આવી હતી. તેમાં ઘણા બધા લોકો સંક્રમિત પણ થયા હતા અને મૃત્યુ પણ પામ્યા હતા. જેને લીધે થઈને રાજ્ય સરકારે નાગરિકો પર કેટલાક નિયંત્રણો નાખ્યા હતા. અત્યારે સ્થિતિ હળવી થતા સરકારે એ નિયંત્રણોમાં થોડી છૂટછાટ આપી છે. હજુ પણ રાતે 9 વાગ્યા પછી ઘર બહાર નીકળવા પર પ્રતિબંધ છે. અત્યારે પણ અમદાવાદમાં રાતે 9થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ છે. કર્ફ્યૂ સમયમાં 4 માણસો પણ ભેગા થઇ શકતા નથી. દુકાનો પણ સાંજે 7 વાગ્યે બંધ કરી દેવાનો નિયમ છે. તેમજ સામાજીક,ધાર્મિક તેમજ રાજકીય પ્રોગ્રામોમાં 50થી વધુ માણસો ભેગા ન થવા જોઈએ એવી સરકારી ગાઇડલાઇન છે.સામાન્ય માણસ રાતે 9 વાગ્યા પછી ચાલવા માટે પણ ઘરની બહાર જઈ શકતો નથી. સરકાર પોતે એવું કહે છે કે બને ત્યાં સુધી ઘરની બહાર ન નીકળો અને ભીડમાં તો બિલકુલ ન જાવ. તેવામાં એ જોવું રહ્યું કે સરકાર રથયાત્રા કાઢવાની પરમિશન આપે છે કે કેમ? અને જો સરકાર પર્મિશનમ ના આપે તો વીએચપીનો એક્શન પલાણ શું હશે? તે જોવું રહ્યું

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment