Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / June 27.
Homeડિફેન્સવાઇસ એડમિરલ હરિ કુમારે નૌકાદળના નવા વડા તરીકે સંભાળ્યો કાર્યભાર

વાઇસ એડમિરલ હરિ કુમારે નૌકાદળના નવા વડા તરીકે સંભાળ્યો કાર્યભાર

neavy new chief hari kumar
Share Now

એડમિરલ આર હરિ કુમારે આજે ભારતીય નૌકાદળના નવા વડા તરીકે કાર્યભાર સંભાળ્યો છે. નૌકા દળના વડા કરમબીર સિંહ આજે નિવૃત થઈ રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારે વાઈસ એડમિરલ આર હરિ કુમારને આગામી નેવી ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. હરિ કુમાર અગાઉ નૌકાદળના પશ્ચિમી કમાન્ડના કમાન્ડિંગ-એન-ચીફ તરીકે સેવા આપી રહ્યા હતા. કાર્યભાર સંભાળ્યા બાદ એડમિરલ આર હરિ કુમારે કહ્યું, ‘તેઓ દરિયાઈ સરહદોની સુરક્ષા માટે શક્ય તેટલું બધું કરશે.’ નૌકાદળની કમાન સંભાળ્યા પછી, એડમિરલ આર હરિકુમારે તેમની માતા શ્રીમતી વિજય લક્ષ્મીના ચરણ સ્પર્શ કર્યા, તેમના આશીર્વાદ લીધા હતા.

સક્ષમ નેતૃત્વના હાથમાં નૌકાદળને સોંપી રહ્યો છું: એડમિરલ કરમબીર સિંહ

આજે નનિવૃત થઈ રહેલ નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહે કહ્યું, “છેલ્લા 30 મહિના દરમિયાન ભારતીય નૌકાદળની કમાન સંભાળવી એ એક મહાન સન્માનની વાત છે. આ સમય પડકારોથી ભરેલો છે. કોવિડથી લઈને ગાલવાન કટોકટી સુધી ઘણા પડકારો હતા. એક ખૂબ જ સક્ષમ નેતૃત્વના હાથમાં નૌકાદળને સોંપી રહ્યો છું. એડમિરલ આર હરિ કુમારે કહ્યું, એડમિરલ કરમબીર સિંહ 41 વર્ષ સુધી દેશની સેવા કર્યા બાદ આજે નિવૃત્ત થઈ રહ્યા છે. અમે તેમના નેતૃત્વ અને માર્ગદર્શન માટે આભારી છીએ. ભારતીય નૌકાદળ હંમેશા તેમની આભારી રહેશે.

આ પણ વાંચો:કોંગ્રેસ સહીત વિપક્ષના 12 રાજ્યસભા સાંસદ સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ

એડમિરલ હરિ કુમાર 38 વર્ષથી નેવીમાં સેવા આપી રહ્યા છે

એડમિરલ હરિ કુમારનો જન્મ 1962માં થયો હતો અને 1983માં નેવીમાં જોડાયા હતા. 38 વર્ષની કારકિર્દીમાં, તેમણે ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ કેરિયર, INS વિરાટના કમાન્ડિંગ ઓફિસરના પદ સહિત INS કોરા, નિશંક અને રણવીર યુદ્ધજહાજને પણ કમાન્ડિંગ છે. હરિ કુમારે નૌકાદળના પશ્ચિમી કમાન્ડના વોરફેર ફ્લીટના ફ્લીટ ઓપરેશન્સ ઓફિસર તરીકે સેવા આપી છે. વેસ્ટર્ન કમાન્ડના સીએનસીના પદ પહેલા, હરિ કુમાર દિલ્હીમાં સીડીએસ જનરલ બિપિન રાવત હેઠળ ઈન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (આઈડીએસ)ના ચીફ તરીકે કામ કરતા હતા.

એડમિરલ આર હરિ કુમારને પરમ વિશિષ્ઠ, અતિ વિશેષ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યો છે. નૌકાદળના એરક્રાફ્ટ કેરિયરને કમાન્ડ કર્યું છે. INS વિરાટના કમાન્ડિંગ ઓફિસર રહી ચૂક્યા છે. INS કોરા, નિશંક અને રણવીરે યુદ્ધ જહાજોની કમાન સંભાળી છે. વેસ્ટર્ન કમાન્ડના વોરફેર ફ્લીટમાં સેવા આપી હતી. સીડીએસે બિપિન રાવત સાથે પણ કામ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, એડમિરલ આર હરિ કુમારે આજે ભારતીય નૌકાદળના નવા વડા તરીકે કાર્યભાર સંભાળ્યો છે. નૌકા દળના વડા કરમબીર સિંહ આજે નિવૃત થઈ રહ્યા છે. ત્યારે કેન્દ્ર સરકારે વાઈસ એડમિરલ આર હરિ કુમારને આગામી નેવી ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment