યુવા આરજેડી (RJD)એ એક વીડિયો ટ્વિટ કર્યો છે, જેમાં તેજસ્વી યાદવ (Tejashwi Yadav)પૈસા વહેંચી રહ્યાં છે. જે વીડિયો નીતીશ કુમાર (Nitish Kumar)ની પાર્ટી જનતા દળ યૂનાઇટેડને પસંદ નથી આવ્યો અને તે ચૂંટણી પંચ પાસે પહોંચી ગયા છે. જુઓ આ વીડિયામાં એવુ તો શું છે.
आज माननीय नेता प्रतिपक्ष श्री @yadavtejashwi जी @RJDforIndia के बैकुंठपुर से माननीय विधायक श्री @PremShankerYa12 जी के पैतृक गांव में ग्रामीण महिलाओं से मिले और आशीर्वाद प्राप्त किया। pic.twitter.com/fezSXYKP1Q
— युवा राजद (@yuva_rajad) September 9, 2021
તેજસ્વી યાદવે (Tejashwi Yadav)પાસા વહેંચ્યા હતા
આ વીડિયોમાં તેજસ્વી યાદવ (Tejashwi Yadav)પોતાની ગાડીમાં બેસીને કેટલીક મહિલાઓને પાંચસો-પાંચસો રૂપિયા વહેંચી રહ્યાં છે. વીડિયોમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે- તેજસ્વી યાદવ, લાલૂ પ્રસાદના પુત્ર. બાદમાં તેજસ્વી યાદવ કહે છે- લાલૂ જી ના પુત્ર છું. તે મહિલાઓને નમસ્કાર કરે છે અને આગળ વધી જાય છે. હવે વીડિયો વિરૂદ્ધ જેડીયુ (JDU)એ ચૂંટણી પંચ (Election Commission)ને ફરિયાદ કરી છે.
આ પણ વાંચો: BJP એ ભવાનીપુર પેટાચૂંટણી માટે જાહેર કર્યું સ્ટાર પ્રચારકોનું લિસ્ટ, આ દિગ્ગજો મેદાને ઉતરશે
જેડીયુનો પ્રહાર
વીડિયા સામે આવ્યા બાદ જેડીયુ (JDU)એ તેજસ્વી યાદવ અને લાલુ પ્રસાદ યાદવ પર પ્રહાર કર્યો હતો. પાર્ટીના પ્રવક્તા નીરજ કુમારે ચૂંટણી પંચને એક પત્ર લખ્યો હતો. આરોપ લગાવ્યો છે કે પંચાયત ચૂંટણીના પગલે આદર્શ આચાર સંહિતા 24 ઓગષ્ટ સુધી લાગુ છે, પરંતુ 9 સપ્ટેમ્બરના રોજ લોક આસ્થાના મહાપર્વ ત્રીજના દિવસે વિપક્ષ નેતા તેજસ્વી યાદવે બૈકુંઠપુરના ધારાસભ્ય પ્રેમશંકર યાદવના ગામમાં ગ્રામીણ મહિલાઓને પૈસા વહેંચ્યા હતા.
— Neeraj kumar (@neerajkumarmlc) September 10, 2021
પત્રમાં લખવામાં આવ્યુ છે કે, બાંસ ઘાટ મસૂરિયા પંચાયતના ગ્રામ ગરૌંલીમાં પંચાયતી રાજ 2021 ની ચૂંટણી યોજાવાની છે. તેવામાં તેજસ્વી યાદવ દ્વારા મહિલાઓને ખુલ્લી રીતે પૈસા વહેંચવા એ આદર્શ આચારસંહિતાની વિરૂદ્ધ છે. આ આધારે સત્તારૂઢ પાર્ટીએ તેજસ્વી યાદવ વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી છે.
— Neeraj kumar (@neerajkumarmlc) September 10, 2021
પાર્ટીના પ્રવક્તા નીરજ કુમારે (Niraj Kumar)મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતુ કે, પ્રવાસી બાબુ તમારા પિતા લાલુ પ્રસાદ યાદવ પણ ગરીબો સાથે છેતપીંડી કરતા હતા. તમે તો તેનાથી પણ આગળ નિકળી ગયા. તમે જ બોલી રહ્યાં છો કે ગરીબો સાથે મજાક થઇ રહી છે. આપવુ જ હતુ તો તમારા પિતાએ નોકરીના નામે જમીન કરાવી લીધી હતી તે જમીન જ આપી દેવી હતી. ત્યારે જાણકારી મળી રહેતી કે તેજસ્વી યાદવ નેતા છે.
આરજેડીએ કર્યો પ્રહાર
જેડીયુ (JDU)ના પ્રહાર બાદ આરજેડી (RJD)એ તેના પર પલટવાર કર્યો છે. પાર્ટીએ એક વીડિયો ટ્વિટ કરતા લખ્યુ છે કે, પત્રકાર અને પ્રવક્તા બંને મૂર્ખ અને અજ્ઞાની છે. તેને એ જાણકારી નથી કે જે જગ્યાએ પંચાયત ચૂંટણી છે ત્યાં આચાર સંહિતા લાગુ હોય. તેજસ્વી જી જ્યાં જરૂરીયાતીમંદ લોકોની મદદ કરી રહ્યા છે, ત્યાં ડિસેમ્બરમાં ચૂંટણી છે. પંચાયત ચૂંટણી પક્ષના ધોરણે નથી થતી. તેના નેતા નીતીશ ખુદ તો હેલિકોપ્ટરથી નીચે નથી ઉતરતા. ધરતી પર ગરીબોની મદદ કરનારા નેતાઓની મહેનત જોઇને તેને નથી સારુ લાગી રહ્યું. સરકાર તમારી જ છે ખોટુ છે તો ધરપકડ કરી શકો છો.
સીએમ રૂપાણીનું રાજીનામુ, જુઓ સીએમની પત્રકાર પરિષદ:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4