Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 29.
Homeએન્ટરટેઈન્મેન્ટ“શેરની અપના રાસ્તા ઢુંઢ હી લેતી હૈ”,વિદ્યા બાલનની ફિલ્મ શેરનીનું ટ્રેલર રિલીઝ

“શેરની અપના રાસ્તા ઢુંઢ હી લેતી હૈ”,વિદ્યા બાલનની ફિલ્મ શેરનીનું ટ્રેલર રિલીઝ

Sherni
Share Now

બોલિવુડમાં પોતાની મહેનત અને લગનથી નામ અને ફેમ મેળવનારી વિદ્યા બાલન હવે એક નવા જ રૂપમાં જ દર્શકોને જોવા મળશે, હમારી અધુરી કહાની, દ ડર્ટી પિક્ચર, શંકુતલા દેવી, મિશન મંગલ અને ભુલભુલૈયા તેમજ મુન્નાભાઇ એમ બી બી એસ જેવી ફિલ્મોમાં કામ કરનારી વિદ્યા બાલન હવે એક નવા જ અંદાજમાં દર્શકોનું દિલ જીતવા માટે તૈયાર છે.

ફિલ્મ શેરની જેનું ટિઝર 31 મે ના રોજ રિલીઝ થયુ હતુ, જેની શરુઆત વિદ્યા બાલનના એક દમદાર ડાયલોગથી થાય છે, જે બાદ હવે ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર પણ  2 જુનના રોજ રિલીઝ થઇ ગયુ છે, આ ફિલ્મનું ટ્રેલર જોતા જ લાગે છે, કે ફિલ્મની સ્ટોરી વાઘણ પણ છે, જે ગામના લોકોને મોતને ઘાટ ઉતારી રહી છે. ફિલ્મમાં વિદ્યા બાલનની મુખ્ય ભુમિકા છે, જેમાં વિદ્યા બાલન એક વન વિભાગ અધિકારીના રોલમાં દર્શકોને જોવા મળશે. કોરોનાની મહામારી વચ્ચે ફિલ્મનું નિર્માણ કરનાર અમિત મસુર્કરની ફિલ્મ થિયેટર્સમાં નહી પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે.

  • ન્યુટન ફિલ્મના ડાયરેક્ટરે ફિલ્મ શેરનીનું કર્યુ છે નિર્દેશન
  • સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ છે શેરની
  • વિદ્યા બાલન એક વન વિભાગ અધિકારીના રોલમાં
  • ફિલ્મ 18 જુનના રોજ પ્રાઇમ વીડિયો પર રિલિઝ થશે  

કેવુ છે ટ્રેલર?

Vidya Balan

PC: Amazon Prime

ફિલ્મની સ્ટોરી એક ટાઇગર વિશે છે, જે આદમખોર થઇ ગયો છે. તેમજ ટ્રેલર જોઇને લાગે છે કે ગામના લોકો આ આદમખોર ટાઇગરથી હેરાન છે.ટ્રેલરમાં જોઇને લાગે છે કે, ફિલ્મમાં રાષ્ટ્રીય પ્રાણી વાધને બચાવવા માટે વન અધિકારીઓને કેવા પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે.

ટ્રેલરમાં ક્લિપની સાથે સાથે વિદ્યા બાલનનો ડાયલોગ સંભળાય છે, “જંગલ કિતના ભી ઘના ક્યુ ના હો, શેરની અપના રાસ્તા ઢુંઢ હી લેતી હૈ”. દમદાર ડાયલોગ્સ સાથે ફિલ્મનું ટ્રેલર રોમાંચિત કરી દે છે, પણ એક બાબત એ પણ છે કે દર્શકો ફિલ્મનું નામ શેરની જોતા એવુ લાગી રહ્યું હતુ કે ફિલ્મના ટ્રેલરમા દર્શકોને વાઘ જોવા મળશે, પણ ટ્રેલરની શરુઆતથી અંત સુધી વાઘ કે વાધણના પગલાં સિવાય તમને ક્યાંય વાધ જોવા મળતો નથી.

 

ગામડાનો માહોલ અને પુરુષપ્રધાન વિચારધારા વિદ્યા બાલનને તેના આ કામમાં અડચણરૂપ બને છે, આટલી મહેનત બાદ તે ટાઇગર જે આદમખોર થઇ ચુક્યો છે. તેનું શું થશે, પકડાશે કે નહી? કે ગામની વસ્તીને ખતમ કરી દેશે?  તે જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ છે શેરની

વિદ્યા બાલનના ફેન્સ ટ્રેલર રિલીઝ થતાં જ વીડિયો ટ્વીટ કરી રહ્યાં છે. ફેન્સ અને સ્ટાર પણ વિદ્યા બાલનના કામને ટ્રેલરમાં જોઇને ખુશ થઇ રહ્યાં છે તેમજ ફિલ્મ માટે શુભકામનાઓ આપી રહ્યાં છે.

ફિલ્મ કાસ્ટ?

વિદ્યા બાલન સિવાય ફિલ્મમાં શરત સક્સેના, નીરજ કાબી, વિજય રાજ, ઇલા અરુણ, મુકુલ ચડ્ડા અને બૃજેન્દ્ર કલા જેવી એક દમદાર ટીમ છે. આ ફિલ્મ 18 જુન 2021 ના રોજ પ્રાઇમ વીડિયો પર રિલિઝ થશે.  

ફિલ્મનું ટ્રેલર: 

આવાજ એન્ટરટેમેન્ટ અને બોલિવુડને લગતાં ન્યુઝની અપડેટ માટે જોતા રહો OTTindia

આ પણ વાંચો: HBD મણિરત્ન : દક્ષિણના એ ફિલ્મકાર જેમનો જાદુ બોલિવુડ પર પણ ચઢ્યો

No comments

leave a comment