Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝસરકાર ક્રુર! કપલને કોરોના થતા તંત્રએ 12 પાલતુ શ્વાનને મોતને ઘાટ ઉતાર્યા

સરકાર ક્રુર! કપલને કોરોના થતા તંત્રએ 12 પાલતુ શ્વાનને મોતને ઘાટ ઉતાર્યા

dogs
Share Now

વિશ્વમાં કોરોના વાયરસ (Corona Virus)ના કહેરને પગલે લોકો હજુ પણ ઘરમાં બંધ થઇ બેઠા છે. કેટલાક દેશમાં તો લોકડાઉન લાગ્યુ છે. ગત્ત બે વર્ષથી કોરોના વાયરસે લોકોને મુશ્કેલીમાં મુક્યા છે. ધીરે ધીરે લોકોને હવે કોરોના વિરોધી વેક્સિન (Vaccine)પણ લાગી રહી છે. જેનાથી વાયરસની અસર હવે ક્યાંકને ક્યાંક ઓછી થતી જોવા મળી રહી છે. તેવામાં કેટલાક દેશ હવે કોરોના વાયરસનો પ્રકોપ ફરી વધે તેવુ રિસ્ક લેવા નથી માગતા. વિયેતનામ (Vietnam)સરકાર પણ કોવિડ ઇન્ફેક્શનને ફેલાતો રોકવા માટે કંઇ પણ કરવા તૈયાર થયા છે. વિયેતનામમાં એક કપલને કોરોના થયો હતો જેના પગલે તેને હોસ્પિટલ (Hospital)ખાતે ખસેડવામાં આવ્યા હતા. જેમાં સરકારે શ્વાન (dogs)ને લઇને એક નિર્ણય લીધો જેનાથી તમે પણ ચોંકી ઉઠશો.

તંત્રએ 12 શ્વાન (dogs) ને મોતને ઘાટ ઉતાર્યા

કપલ હોસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહ્યા છે. બંને પોતાના 12 શ્વાન સાથે રહેતા હતા. પરંતુ જ્યારે બંનેને જાણ થઇ કે તેઓ કોરોના પોઝિટિવ છે. તો બંનેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તંત્રએ બંને કપલના 12 શ્વાન (Dog)ને મોતને ઘાટ ઉતારી દીધા હતા. તંત્રએ એટલા માટે એવુ કર્યું કે વાયરસ શ્વાન દ્વારા અન્ય કોઇમાં પ્રસરે નહીં. આ ક્રુર ઘટનાની જાણ જ્યારે કપલને થઇ ત્યારે તેમની રડી રડીને હાલત બગડી ગઇ હતી. કપલે આ તમામ શ્વાનને બાળકોની જેમ રાખ્યા હતા. હોસ્પિટલ (Hospital)માં બંનેની તબિયત રડવાના કારણે લથડી થઇ ગઇ છે.

Image Courtesy: PHAM MINH HUNG

આ પણ વાંચો: બ્રિટીશ સાંસદની ચપ્પુના ઘા મારીને હત્યા, હુમલાખોરની ધરપકડ

Image Courtesy: PHAM MINH HUNG

સરકારે 12 dog ને મોતને ઘાટ ઉતારવા મામલે શું કહ્યું?

જણાવવામાં આવી રહ્યું છે કે, કપલ કામની શોધમાં ગાડી દ્વારા પોતાના સંબંધીને ત્યાં જઇ રહ્યાં હતા. તે દરમિયાન જ્યારે તે એક સ્થળ પર પહોંચ્યા ત્યારે તેની એન્ટ્રી માટે તેને કોરોના ટેસ્ટ કરાવવો પડ્યો હતો, જેમાં કપલ કોરોના પોઝિટિવ (Corona Positive)આવ્યુ હતુ. ત્યારબાદ તેને હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યુ હતુ અને શ્વાનને ક્વારેન્ટાઇન સેન્ટર. અહીં તંત્રએ તેના 12 શ્વાનને જીવતા સળગાવી અને મોતને ઘાટ ઉતારી દીધા જેનાથી કોઇને પણ કોરોના ન ફેલાય. આ સમગ્ર મામલે સરકારનું કહેવુ છે કે, તે કોઇ પણ રીતે રીસ્ક લેવા નથી માગતા. જોકે લોકો આ ઘટનાને ક્રુર ગણાવી રહ્યાં છે.

દિપડો ઘુસ્યો ગામમાં જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment