રાજ્ય કક્ષાની “તકેદારી સમિતિની બેઠક” યોજાઈ રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ અને તકેદારી સમિતિના સભ્ય શ્રી ભુપતભાઇ બોદર વિડિઓ કોન્ફેરન્સ માધ્યમથી જોડાયા :
વિવિધ યોજનાઓની સમીક્ષા અને સૂચનો કરાયા NFSA કાર્ડનો લાભ (૧) દિવ્યાંગો (૨) ગંગા સ્વરૂપ બહેનો (૩) વૃદ્ધા પેંશનરો તથા (૪) બાંધકામ શ્રમિકોને મળી શકે તે માટે સમીક્ષા કરવામાં આવી-પ્રમુખ ભુપતભાઇ બોદર રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ અને તકેદારી સમિતિના સભ્ય શ્રી ભુપતભાઇ બોદરની અખબારી યાદી જણાવે છે કે, માનનીય કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાની અધ્યક્ષતામાં યોજાયેલી “તકેદારી સમિતિની બેઠક” માં ભુપતભાઇ બોદરે કાર્યોને ઝડપથી ઉકેલવા સબંધિત અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું.
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની “તકેદારી સમિતિની બેઠક” તારીખ ૧૬/૬/૨૦૨૧ ના રોજ માનનીય કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયા (મંત્રી શ્રી,અન્ન-નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબત, કુટિર ઉધોગ, છાપકામ અને લેખન સામગ્રી)ની અધ્યક્ષતા માં ગાંધીનગર ખાતેથી વિડિઓ કોન્ફરન્સ દ્વારા યોજવામાં આવેલી હતી.આ બેઠકમાં સમિતિના સર્વે સભ્યશ્રીઓ તેમજ સબંધિત અધિકારી શ્રી ઓ હાજર રહેલ હતા જેમાં રાજકોટથી તકેદારી સમિતિના સભ્યશ્રી ભુપતભાઇ બોદર (રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી) તેમજ પુરવઠા અધિકારી પૂજાબેન બાવળા કલેક્ટર કચેરીના વિડિઓ કોન્ફરન્સ માધ્યમથી જોડાયેલા હતા .આ બેઠકમાં ગત મિટિંગની કાર્યવાહી અંગે તેમજ બેઠકના એજન્ડા મુજબ વિડિઓ કોન્ફરન્સ યોજાયેલી હતી.
બેઠકની કાર્યવાહી દરમ્યાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્નયોજના અંતર્ગત કરાયેલી વિતરણની કામગીરીની જાણકારી આપવામાં આવેલ હતી.એપ્રિલ ૨૦૨૦થી માર્ચ ૨૦૨૧ દરમ્યાન આવશ્યક ચીજ વસ્તુઓના વિતરણ અંતર્ગત મળેલ ફરિયાદોનું નિવારણ, બાકી ફરિયાદોની જિલ્લા વાર પરિસ્થિતિ તેમજ વાજબી ભાવની દુકાનોની તથા કુલ તપાસોના પત્રકોની સમીક્ષા કરવામાં આવેલ હતી . આ ઉપરાંત વાજબી ભાવની દુકાનના નવા પરવાના મંજુર તથા રીન્યુ કરવા,ચાર્જમાં ચાલતી દુકાનો માટે નવા જાહેરનામા બહાર પાડવા તેમજ જિલ્લાવાર બંધ પડેલ દુકાનોને પુનઃ ચાલુ કરવા બાબતોની પણ સમીક્ષા કરવામાં આવી.
આ પણ જુઓ : વરણીના બે માસ બાદ ભાજપે માગ્યા રાજીનામા
વર્ષ ૨૦૨૦-૨૦૨૧ દરમ્યા ન રા જ્યના NFSA કાર્ડ ધારકોની ૧ કિલો તુવેરદાળ યોજના તેમજ રાજ્ય સરકાર દ્વારા તમામ NFSA કાર્ડ ધારકોને વર્ષમા ૨ વખત જન્માષ્ટમી તથા દીપાવલીના તહેવારો દરમ્યાન ૧ લીટર તેલના વિતરણની જાણકારી આપવામાં આવી અને સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત NFSA કાર્ડ ધારકોના પરિવારના ભાગલા પડે ત્યારે નવું NFSA કાર્ડ જ મળે અને આ કાર્ડનો લાભ,
- દિવ્યાંગો
- ગંગા સ્વરૂપ બહેનો
- વૃદ્ધા પેંશનરો
- બાંધકામ શ્રમિકોને
પણ મળી શકે તે માટે યોગ્ય કરવા જાણકારી અને સમીક્ષા કરવામાં આવી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈની ક્રાંતિકારી યોજના “વન નેશન વન રેશનકાર્ડ” યોગના અંતર્ગત કોઈપણ રેશનકાર્ડ ધારક સમગ્ર રાજ્યમાં પોતાના અંગુઠાની છાપની ઓળખનો ઉપયોગ કરી રાશન મેળવી શકશે. જેનો મુખ્ય ફાયદો શ્રમિક કામદારો (માઈગ્રન્ટ લેબર) અને જ્યાં લઘુ ઉદ્યોગો છે ત્યાં થશે. તેની જાણકારી અને સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી . આ ઉપરાંત વાજબી ભાવની દુકાનો અંગે તેમજ અન્ય તમામ બાબતો જેવી કે રીન્યુઅલ વગેરે ઓનલાઈન જ કરવા અંગેની સમીક્ષા કરવામાં આવી જેથી પારદર્શકતા સાથે અરજદારને પણ પોતાની અરજીના સ્ટેટસનો ખ્યાલ આવે.કોરોના કાળમાં અવસાન પામેલ વાજબી ભાવના દુકાનદારના વારસાઈ નોંધણી કામગીરી તેમજ સરકારશ્રી દ્વારા કોરોના વૉરિયર અંગેની જાહેર કરેલ ૨૫ લાખની સહાયતા કિદથી પૂર્ણ કરવા માનનીય મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયાએ સૂચનાઓ આપેલ હતી અને પ્રમુખશ્રી ભુપતભાઇ બોદરે પણ કાર્યોને ઝડપથી આગળ વધારવા માટે સબંધિત આધિકારીઓને યોગ્ય કરવા કહ્યું હતું.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4