Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝદરિયાકાંઠે વસતા ગામો માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્વનો નિર્ણય

દરિયાકાંઠે વસતા ગામો માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્વનો નિર્ણય

VIJAY RUPANI
Share Now

મુખ્યમંત્રી વિજય રૂપાણી(VIJAY RUPANI)એ દરિયાકાંઠે વસતા ગામો માટે સંવેદના દાખવી છે. દરિયાકાંઠે વસતા ગામોની જમીનમાં ખારાશ જોવા મળે છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના દરિયાકાંઠે આવેલ વિસ્તારમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકાવવા માટે સંવેદના બતાવી છે. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર(SAURASHTRA)ના દરિયાકાંઠાના ગીર-સોમનાથ જિલ્લાના ગામોમાં દરિયાઈ ક્ષાર પ્રવેશ નિયંત્રણ અને જમીનમાં ખારાશ અટકાવવા માટે રૂ. ૧૦૨ કરોડની બહુહેતુક યોજનાને મંજૂરી આપી છે. આ યોજના દ્વારા સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગીર-સોમનાથ જિલ્લાના ગામોમાં જમીન ફળદ્રુપ બનશે. આ યોજનાથી 23 ગામોની 2110 હેકટર જમીન ફળદ્રુપ બનશે.

આ યોજના અંતર્ગત આદરી બંધારાથી મૂળ દ્વારિકા બંધારા સુધીના સમગ્ર વિસ્તારમાં કામ હાથ ધરાશે. અને દરિયાઇ ક્ષાર પ્રવેશ અટકાવવા ૪૦ કી.મીની સ્પ્રેડીંગ કેનાલના કામો હાથ ધરાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વિસ્તારના લાખો નાગરિકો અને ગામોના લાંબા ગાળાના હિતને ધ્યાનમાં રાખી આ યોજના મંજૂર આપી છે. આ યોજનાને લીધે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના ૨૩ ગામોની અંદાજે ૨૧૧૦ હેકટર વધુ જમીનમાં દરિયાઈ ખારાશ પ્રવેશતી અટકશે. અને આ 23 ગામોની જમીન વધુ ફળદ્રૂપ બનશે. તેમજ કેનાલમાં મીઠું પાણી ભરાશે જેને સિંચાઇ માટે ઉપયોગમાં લઇ શકાશે. સ્પ્રેડિંગ કેનાલના પાણીથી આસપાસના વિસ્તારોના કૂવા તળાવોમાં ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવશે. અને સમગ્ર વિસ્તારમાં પીવા માટેનું મીઠું પાણી પણ મળતું થશે. જેથી લોકોને પીવાના પાણીની રાહત મળશે.

 

આ યોજનાથી કોને મળશે રાહત?

આ યોજના અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણી(VIJAY RUPANI)એ 101.99 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ યોજના દ્વારા આદરી બંધારાથી મૂળ દ્વારિકા સુધીમાં સ્પ્રેડીંગ કેનાલ બનાવવામાં આવશે. આ સ્પ્રેડીંગ કેનાલ 40 કિમી લાંબી બનાવવામાં આવશે. સાથે સાથે ક્રોસ ડ્રેનેજ વર્ક, નેશનલ હાઇવે અને રેલવે ક્રોસિંગ વગેરે મળીને નાના મોટા ૮૧ જેટલા સ્ટ્રક્ચર્સ પણ બનાવવામા આવશે. આમ આ યોજનાથી આવનાર સમયમાં ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે વસતા ગામોની જમીનમાં ફળદ્રુપતા આવશે. તેમજ ત્યાં વસતા લોકોને પીવાના મીઠા પાણીંની રાહત થશે. ખાસ કરીને વેરાવળ શહેર અને સુત્રાપાડા શહેરના લોકોને ભુગર્ભ જળ ઉંચા આવવાથી પીવાનું પાણી મળતુ થશે. દરિયાના પાણીની ખારાશ આગળ વધતી અટકશે. વેરાવળ શહેરમાં દેવકા નદીના પુરના પાણી ઘુસવાની સમસ્યાથી પણ રાહત મળશે.

BAHUHETUK YOJANA

આ પણ વાંચો:વિકાસથી વંચિત મેયરનો વોર્ડ

જળ સંપત્તિ વિભાગની કામગીરી

રાજ્યના જળ સંપતિ વિભાગ દ્વારા આ અંગે ઘણી સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જળ સંપત્તિ વિભાગ દ્વારા ક્ષાર પ્રવેશ નિયંત્રણ અન્વયે દરિયાઇ ખારાશ જમીનમાં આગળ વધતી અટકાવવા કામગીરી હાથ ધરવામાં આવે છે. અત્યાર સુધીમાં જળસંપતિ વિભાગ દ્વારા ક્ષાર પ્રવેશ નિયંત્રણ હેઠળ ૪૬ ભરતી નિયંત્રક-બંધારા, ૧૮ પુન:પ્રભરણ જળાશયો, ૩૪ પુન:પ્રભરણ તળાવો, ૩૯૭ કૂવાઓ તેમજ ૨૨૦ કિ.મી. લંબાઇની સ્પ્રેડિંગ કેનાલ અને ૬૭૮ નાના માટો ચેકડેમો બાંધવામાં આવ્યાં છે. આ સમગ્ર કામોથી સૌરાષ્ટ્ર વિસ્તારના ૮૭,૭૯૭ હેક્ટર જમીનમાં ફળદ્રૂપતા વધી છે. અને ખારાશ પ્રસરતિ અટકવાનો ફાયદો થયો છે. તેમજ ક્ષાર પ્રવેશ નિયંત્રણ હેઠળ થયેલી કામગીરીથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી ઉપલબ્ધ થયું છે. તેમજ દરિયાઇ વિસ્તારમાં ખારાશ આગળ વધતી પણ અટકી છે અને લાખો ખેડૂતોને સિંચાઇથી ખેતીવાડીમાં ફાયદો થયો છે. આમ મુખ્યમંત્રી દવારા બહુહેતુક યોજનાને મન્જુરી મળતા ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં પીવાના પાણીની રાહત થશે તેવી આશા બંધાઈ છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment