Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝમંત્રીમંડળમાં ફેરફારને લઈને વિજય રૂપાણી

મંત્રીમંડળમાં ફેરફારને લઈને વિજય રૂપાણી

VIJAY RUPANI
Share Now

સમગ્ર દેશમાં આજથી નિ:શુલ્ક અને વોક ઈન વેક્સિનેશનનો પ્રારંભ થઇ ગયો છે. આજથી જ તમામ વય જૂથના લોકો માટે ફ્રીમાં વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 5 હજાર જેટલા વેક્સિનેશન બુથ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ ગાંધીનગરમાં રસીકરણ કેન્દ્ર પર ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્ય્રધાન વિજય રૂપાણી પણ ત્યાં હાજર રહ્યા હતા. ત્યારે વિજય રૂપાણીએ(VIJAY RUPANI) ગુજરાતમાં રાજ્ય સરકારના મંત્રીમંડળના વિસ્તરણને લઈને ખુલાસો કર્યો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રીમંડળના વિસ્તરણને લઈને ચાલતી અટકળો પર પૂર્ણ વિરામ મુકી દીધો છે. ગાંધીનગરમાં રસીકરણ કેન્દ્ર પરના કાર્યક્રમમાં ઉપસ્થિતિ દરમિયાન પત્રકારોને તેઓએ સંબોધ્યા હતા. ત્યારે મંત્રીમંડળના વિસ્તરણની વાત પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ પ્રકારની વાતોનું કોઈ તથ્ય જ નથી. તેઓએ જણાવ્યું હતું કે, મંત્રીમંડળના વિસ્તરણની કોઈ વાત જ નથી.

આજથી સમગ્ર દેશમાં વોક ઈન વેક્સિનેશન શરૂ

સમગ્ર દેશમાં આજથી નિ:શુલ્ક અને વોક ઈન વેક્સિનેશનનો પ્રારંભ થઇ ગયો છે. આજથી જ તમામ વય જૂથના લોકો માટે ફ્રીમાં વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 5 હજાર જેટલા વેક્સિનેશન બુથ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ(VIJAY RUPANI) કહ્યું હતું કે, હવે રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે. જે ખુબજ સારી બાબત છે. પરંતુ કોરોનાની ત્રીજી લહેર આવવાની પુરી સંભાવના છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેર પહેલા રાજ્યમાં સંપૂર્ણ રસીકરણ થાય તે ખુબજ જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સાડા છ કરોડથી વધુ નાગરિકો છે. જેમાંથી સવા બે કરોડ લોકોએ વેક્સિન લઇ લીધી છે. ગુજરાત રાજ્ય કોરોના રસીકરણમાં પણ મોખરે રહ્યું છે. સીએમ રૂપાણીએ રસીયુક્ત ગુજરાત અને કોરોના મુક્ત ગુજરાતની અપીલ કરી છે. તો સાથે જ રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ અને લોકો કોરોનાંના નિયમોનું પાલન કરે તેવી અપીલ પણ કરી છે.

VIJAY RUPANI

PC- PTI

અમિતશાહ ગુજરાત પ્રવાસે કેમ?

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યા છે. ત્યારે તેઓ પોતાના મતવિસ્તાર ગાંધીનગરમાં અને સાથે સાથે અમદાવાદમાં નવા બનેલા બ્રિજનું લોકાર્પણ કરવાના છે. સાથે સાથે તેઓ ગુજરાતના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરવાના છે. પરંતુ નિષ્ણાતોના મતે અમિતશાહ ગુજરાતની આવનાર વિધાનસભાની ચૂંટણીને લઈએ ગુજરાત આવ્યા છે. અને તેઓ હાલમાં ગુજરાતની રાજકીય સ્થિતિ જાણવા માટે આવ્યા છે. અને આવનાર વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ગુજરાત પ્રવાસે છે. ગુજરાતમાં એક બાજુ આમ આદમી પાર્ટી સક્રિય રીતે આગળ વધી રહી છે. કોંગ્રેસે પણ અત્યારથી બેઠકો શરૂ કરી દીધી છે. ત્યારે અમિતશાહનો ગુજરાત પ્રવાસ એ માત્ર વિકાસના કામોના ઉદ્દગાટન માટે નહીં પરંતુ આવનાર વિધાનસભાની ચૂંટણી છે.

આ પણ વાંચો:રાજ્યના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો

મંત્રીમંડળમાં ફેરફારને લઈને મુકાયું પૂર્ણ વિરામ

છેલ્લા ઘણા સમયથી રૂપાણી સરકારના મંત્રીમંડળમાં ફેરફાર થવાની અટકળો ચાલી રહી છે. થોડા સમય પહેલા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાત આવ્યા હતા. ત્યારે તેમને ભાજપના ટોચના નેતાઓ સાથે વન ટુ વન બેઠક કરી હતી. અને તે તમામ બેઠકનો રિપોર્ટ પાર્ટી હાઇકમાન્ડ સમક્ષ મુકવામાં આવ્યો હતો. અને પછી ફરી ગુજરાત આવીને તમામ ધારાસભ્યો સાંસદો અને ટોચના નેતાઓ સાથે બેઠક કરી હતી. બીજી બાજુ કેન્દ્રીય અમિત શાહ(AMIT SHAH) પણ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યા છે. શનિવારે ગુજરાતના વહીવટી તંત્રમાં અચાનક 77 જેટલા અધિકારીઓની એક સાથે બદલી થઇ હતી. આ બધી ઘટનાઓ એક સાથે ઘટવાને કારણે રાજ્યના મંત્રીમંડળના ફેરફારને લઈને ચાલી રહેલી અટકળો વધુ તેજ બની હતી. પરંતુ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીએ મંત્રીમંડળને લઈને ચાલી રહેલ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. અને તમામ ચર્ચાઓને પાયાવિહોણી ગણાવી છે. આમ વિજય રૂપાણીના કહેવા પ્રમાણે મંત્રીમંડળમાં કોઈ ફેરફાર થવાનો નથી.

No comments

leave a comment