Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / July 3.
Homeભક્તિVijayadashami નિમિતે જાણો આ રાજ્યોમાં થાય છે રામની નહીં પણ રાવણની પૂજા

Vijayadashami નિમિતે જાણો આ રાજ્યોમાં થાય છે રામની નહીં પણ રાવણની પૂજા

Vijayadashami
Share Now

આજે સમગ્ર ભારતમાં ઠેર ઠેર જગ્યાઓએ દશેરા (Vijayadashami) ઉજવવામાં આવી રહી છે. આખા દેશમાં રાવણના પૂતળાને સળગાવવામાં આવે છે તથા ભગવાનની પૂજા કરવામાં આવે છે. ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં ભગવાન રામ નહીં પણ રાવણની પૂજા કરવામાં આવે છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ,કર્ણાટક, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં એવા કેટલાક સ્થળો પર રાવણની પૂજા કરવા પાછળનું કારણ જણાવવામાં આવ્યું છે. આવો જાણીએ આખરે ભારતના આ પાંચ સ્થળો પર કેમ કરવામાં આવે છે રાવણની પૂજા…

Vijayadashami 2021

મધ્ય પ્રદેશ

મધ્યપ્રદેશના વિદિશા જિલ્લામાં એક ગામ છે, જ્યાં રાક્ષસરાજ રાવણનું મંદિર બનેલુ છે. અહીં રાવણની પૂજા થાય છે. અહીં રાવણનું મધ્યપ્રદેશમાં પ્રથમ મંદિર હતુ. મધ્યપ્રદેશના જ મંદસૌર જિલ્લામાં પણ રાવણની પૂજા કરવામાં આવે છે. મંદસૌર નગરના ખાનપુરા ક્ષેત્રમાં રાવણ રડી નામની જગ્યા પર રાવણની વિશાળ મૂર્તિ છે. કથા અનુસાર, રાવણ દશપુર (મંદસૌર)ના જમાઈ હતા. રાવણની ધર્મપત્ની મંદોદરી મંદસૌરની રહેવાસી હતી. મંદોદરીના લીધે દશપુર નામ મંદસૌર માનવામાં આવે છે.

કર્ણાટક

કોલાર જિલ્લામાં લોકો પાક મહોત્સવ દરમિયાન રાવણની પૂજા કરે છે આ અવસર પર રેલી પણ કાઢવામાં આવે છે. આ લોકો રાવણની પૂજા એટલે કરે છે કેમકે તે ભગવાન શિવના પરમ ભક્ત હતા. લંકેશ્વર મહોત્સવમાં ભગવાન શિવની સાથે રાવણની મૂર્તિ પણ રેલીમાં કાઢવામાં આવે છે. એ જ રાજ્યના મંડ્યા જિલ્લાના માલવલ્લી તહસીલમાં રાવણનું એક મંદિર પણ છે.

ઉત્તર પ્રદેશ

ઉત્તરપ્રદેશના પ્રસિદ્ધ શહેર કાનપુરમાં રાવણ એક ખૂબ જ પ્રસિદ્ધ દશાનન મંદિર છે. કાનપુરના શિવાલા વિસ્તારના દશાનન મંદિરમાં શક્તિના પ્રતીકના રુપમાં રાવણની પૂજા થાય છે તથા શ્રદ્ધાળુ તેલના દીવા કરીને રાવણ પાસેથી મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થના કરે છે. માન્યતા અનુસાર, આ મંદિરનું નિર્માણ 1890 માં કરવામાં આવ્યુ હતુ. રાવણના આ મંદિરના દરવાજા ફક્ત દશેરાના દિવસે જ ખૂલે છે. પરંપરા અનુસાર, દશેરા પર સવારે મંદિરના દરવાજા ખૂલી જાય છે. પછી રાવણની મૂર્તિનું શણગાર કરીને આરતી કરવામાં આવે છે. દશેરા (Vijayadashami) પર રાવણના દર્શન માટે આ મંદિરોમાં ભક્તોની ભીડ લાગેલી રહે છે અને સાંજે મંદિરના દરવાજા એક વર્ષ માટે બંધ કરવામાં આવે છે.

રાજસ્થાન

જોધપુર જિલ્લાના મંદોદરી નામના વિસ્તારને રાવણ અને મંદોદરીનું લગ્ન સ્થળ માનવામાં આવે છે. જોધપુરમાં રાવણ અને મંદોદરીના લગ્ન સ્થળ પર આજે પણ રાવણની ચૌરી નામની એક છત્ર હાજર છે. શહેરના ચાંદપોલ ક્ષેત્રમાં રાવણનું મંદિર બનાવવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ- Dussehra નિમિતે કેટલાક નિયમોનું પાલન કરવાથી કારકિર્દીમાં મળશે સફળતા

હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં શિવનગરી નામથી પ્રખ્યાત બૈજનાથ છે. અહીંના લોકો રાવણના પૂતળાને સળગાવવાની બાબતની પાપ માને છે. અહીં પર રાવણની શ્રદ્ધાની સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે. માન્યતા અનુસાર, અહીં રાવણે થોડા વર્ષો સુધી બૈજનાથમાં ભગવાન શિવની તપસ્યા કરીને મોક્ષનું વરદાન પ્રાપ્ત કર્યુ હતુ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment