Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeન્યૂઝBhavnagar: પાંચતલાવડા ગામની સ્થિતિ દયનીય, ગ્રામજનો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર

Bhavnagar: પાંચતલાવડા ગામની સ્થિતિ દયનીય, ગ્રામજનો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર

Bhavnagar
Share Now

રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગર (Bhavnagar)જિલ્લામાં પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે ગઈકાલથી જ વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે દિવસ દરમિયાન છુટા છવાયા વરસાદી ઝાપટા બાદ મોડી રાત્રે જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ (Rain)વરસ્યો છે. ત્યારે ભારે વરસાદના પગલે ભાવનગર જિલ્લાનાં સિહોર તાલુકાનાં પાંચતલાવડા ગામની સ્થિતિ અતિ દયનીય બની છે. જ્યાં પાંચ તલાવડા ગામથી અન્ય ગામ તરફ જવાના રસ્તા પર વરસાદી પાણી અને તળાવનું પાણી ભરાઇ જવાથી ખેડૂતો સહિત ગ્રામજનોને પોતાના જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડે છે.

ભાવનગર (Bhavnagar)જિલ્લાના પાંચતલાવડા ગામની હાલત દયનીય

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પાંચતલાવડા ગામમાં ભારે વરસાદના પગલે આસપાસના વિસ્તારની હાલત દર વર્ષે ખરાબ થઇ જાય છે. ત્યારે આ વખતે પણ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ (Heavy Rain) ના પગલે નજીકના તળાવમાં પાણી ભરાઈ જવાથી ગામને જોડતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ બાબતે ગ્રામપંચાયત સહિત ગ્રામજનોએ અનેકવાર ઉચ્ચ અધિકારી તેમજ સ્થાનિક ધારાસભ્યને રજૂઆત કરેલી છે, પરંતુ હજુ સુધી સમસ્યાનું કોઇ નિરાકરણ આવ્યું નથી. આ સમસ્યા છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામજનો ભોગવી રહ્યા છે જેના કારણે સૌથી વધુ તકલીફ ખેડૂતોને પડી રહી છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર-1 ડેમ ફરી ઓવરફલો, 22 ગામોને કરાયા એલર્ટ

ભાવનગર (Bhavnagar)ના પાલીતાણાનો આ ડેમ ફરી ઓવરફ્લો

ઉલ્લેખનિય છે કે જિલ્લાના પાલીતાણા ખાતે આવેલો શેત્રુંજી ડેમ (Shetrunji Dem) ફરી એકવાર ઓવરફલો (Overflow)થયો છે. ડેમ ઓવરફ્લો થતાં 59 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલમાં તો ભારે વરસાદ (Rain)ના પગલે 15,340 ક્યુસેક પાણીની આવક સામે 15,340 ક્યુસેક પાણીને છોડવામાં આવી રહ્યું છે.

કડાણા ડેમ ઓવરફ્લો જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment