Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / September 30.
Homeન્યૂઝસુરતમાં નકલી નોટનો વરસાદ કરી વિધ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ

સુરતમાં નકલી નોટનો વરસાદ કરી વિધ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ

NSUI PROTEST
Share Now

સુરતમાં એન.એસ.યુ.આઈ(NSUI) ના વિધ્યાર્થીઓ ( Students )દ્વારા આજે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. સુરતની પાંચ મુખ્ય ગ્રાન્ટેડ કોલેજોને ખાનગીકરણ કરવામાં આવી રહ્યું હોવા સામે વિરોધ કરાયો હતો. એનએસયુઆઇ(NSUI) દ્વારા સાર્વજનિક યુનિવર્સિટીના ટ્રસ્ટની ઓફિસ બહાર નકલી રૂપિયાની નોટનો વરસાદ કરી અનોખો વિરોધ કર્યો હતો.

NSUI STUDENTS 01

 

સુરતની પાંચ ગ્રાન્ટેડ કોલેજોને નૉનગ્રાન્ટેડ કરવા સામે NSUI દ્વારા અનોખો વિરોધ

સુરતની મુખ્ય પાંચ કોલેજોને ગ્રાન્ટેડમાંથી નોન ગ્રાન્ટેડ કરવામાં આવી રહી છે.સરકારી કોલેજમાંથી ખાનગી કોલેજમાં રૂપાંતર કરવા પાછળ એન.એસ.યુ.આઈ (NSUI) વિરોધ દર્શાવી રહ્યું છે. એક તરફ સરકાર સરકારી કોલેજોમાં વધારો કરતી નથી તેવા આરોપો લાગી રહ્યા છે.ત્યારે બીજી તરફ સરકારી કોલેજો નું ખાનગીકરણ કરાતા વિરોધ ઉઠી રહ્યો છે. સુરતની સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ હેઠળ ચાલતી એમ.ટી.બી કોલેજ, કેપી કોલેજ, પી.ટી.સાયન્સ કોલેજ, SPB કોલેજ અને વિટી ચોકસી લો કોલેજને ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. ખાનગી કોલેજમાં રૂપાંતર થતાં વિદ્યાર્થીઓ( Students ) પાસેથી મસમોટી ફી વસૂલ કરવામાં આવશે,જેની સામે એન.એસ.યુ.આઈ વિદ્યાર્થી સંગઠન છેલ્લા થોડા દિવસોથી વિરોધ નોંધાવી રહ્યુ છે.એનએસયુઆઇ(NSUI) દ્વારા આ માટે અગાઉ પણ યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર પાઠવી કોલેજનું ખાનગીકરણ રોકવા રજૂઆત કરી હતી. ત્યારે આજે એન એસ યુ આઈના વિદ્યાર્થીઓ( Students ) દ્વારા સાર્વજનિક યુનિવર્સિટી ખાતે અનોખો ઉગ્ર વિરોધ કરાયો હતો. વિદ્યાર્થીઓ( Students ) દ્વારા મોટી સંખ્યામાં કોલેજ કેમ્પસ ખાતે એકત્ર થઈ સૂત્રોચાર સાથે કોલેજ કેમ્પસમાં રેલી કાઢી હતી.અને કોલેજોના ખાનગીકરણના નિર્ણય રદ કરવાના બેનરો સાથે કોલેજ કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરાયા હતા. ત્યારબાદ એમ.ટી.બી કોલેજના સત્તાધીશો પાસે જઈ અનોખો વિરોધ દર્શાવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા કોલેજના ટ્રસ્ટી અને સત્તાધીશો પર રૂપિયા 2000 ની નકલી નોટોનો વરસાદ કરી વિરોધ દર્શાવ્યો હતો.

આ પણ વાંચો : રોજગારી દિવસે કોંગ્રેસનો બેરોજગારી મુદ્દે વિરોધ

NSUI STUDENTS

ગરીબો વિધ્યાર્થીઓને સસ્તું શિક્ષણ મળે માટે કોલેજની જગ્યા દાનમાં આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સાર્વજનિક ટ્રસ્ટને સો વર્ષ પહેલા શિક્ષણ માટે જગ્યા દાનમાં આપવામાં આવી હતી. સુરત સહિત દક્ષિણ ગુજરાતના ગરીબ વિદ્યાર્થીઓને સસ્તુ શિક્ષણ મળી રહે તેવા હેતુ સાથે આ જગ્યા કોલેજ ના નિર્માણ માટે દાન કરાઇ હતી. ખાનગીકરણ કરવામાં આવતી આ તમામ પાંચ કોલેજોમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ સસ્તુ શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે દાનમાં મળેલી જગ્યાની કોલેજોનું ખાનગીકરણ કરવા સામે એન.એસ.યુ.આઈ(NSUI) ઉગ્ર વિરોધ ઉઠાવી રહ્યું છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment