Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / June 27.
Homeન્યૂઝબળદને છંછેડવો પડ્યો ભારે, દાદાના થયા એવા હાલ કે….

બળદને છંછેડવો પડ્યો ભારે, દાદાના થયા એવા હાલ કે….

viral-video-news
Share Now

ઘણીવાર તમે જોયુ હશે કેકેટલાક લોકો એવા હોય છે જે કોઈને પણ ચેલેન્જ કરવાનું પસંદ કરે છે, પછી તે માણસ હોય કે પ્રાણી. જો કોઈ શાંતિથી બેઠું હોય અથવા કંઈ બોલતું ન હોય તો તેને ચીડવતા રહે છે. આવી જ આદત એક વૃદ્ધ માણસને ખૂબ મોંઘી પડી હતી. સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે હસવાનું રોકી શકશો નહીં.

બળદની શાંતિમાં ખલેલ પહોંચાડવા બદલ સજા

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બળદ રસ્તાની બાજુમાં શાંતિથી ઉભો છે. આમ તો બળદ અને શાંતિમાં આકાશ પાતાળ જેટલું અંતર છે, કારણ કે ઘણીવાર તમે બળદને હંગામો મચાવતા જોયા હશે, પરંતુ આ વાયરલ વીડિયોમાં મામલો તેનાથી વિરુદ્ધ છે. બળદ શાંત દેખાઈ રહ્યાો છે અને એક વૃદ્ધ માણસ ગુસ્સે છે. હવે બળદ અને વૃદ્ધ માણસની એવી મીટિંગ થઈ કે વીડિયો જોઈને લોકો હસવાનું રોકી શક્યા નહીં.

 

આ પણ વાંચો:150 કિલોની છે આ ભેંસ, તેનો ખોરાક જાણીને તમેં થઇ જશો હેરાન

આ વિડિયોને કિરણ નામના એકાઉન્ટ પરથી ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. 27 સેકન્ડના આ વીડિયોમાં એક બળદ રોડ કિનારે ઉભો જોવા મળે છે અને બે યુવકો બેસીને વાતો કરતા જોવા મળે છે. બળદ પેલા યુવાનોની સામે જ ઊભો હતો, એ જ વખતે હાથમાં લાકડી લઈને એક વૃદ્ધ માણસ ત્યાંથી પસાર થાય છે. અને બળદને લાકડી મારે છે.

બળદે કર્યા એવા હાલ કે.. 

લાકડી વાગતા જ શાંત મુદ્રામાં ઊભેલો બળદ ભડક્યો. પહેલા તો તેણે વિચાર્યું કે તે વૃદ્ધ માણસને શિંગ પર કેવી રીતે ઉપાડવો અને માત્ર બે જ સેકન્ડમાં બળદે તેની શાંતિને ભંગ કરનારને પોતાના શિંગડા  પર ઊંચકીને એવી રીતે ફેંકી દીધો કે તે વૃદ્ધ માણસ સીધો જમીન પર પટકાયો હતો.  બળદની શાંતિનો લાભ લેવાનો પ્રયાસ કરી રહેલ એ વૃદ્ધ માણસને બળદે એવી રીતે માર માર્યો હતો કે તે ઊઠી પણ ન શકે. માર્યા પછી, બળદ ભાગી ગયો અને વૃદ્ધ માણસ ચાલવા પણ સક્ષમ ન હતો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment