Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / January 24.
Homeન્યૂઝViral Video: હાથીએ મહિલા સાથે કરી મસ્તી, સોશિયલ મીડિયાપર વિડીયો થયો વાયરલ

Viral Video: હાથીએ મહિલા સાથે કરી મસ્તી, સોશિયલ મીડિયાપર વિડીયો થયો વાયરલ

viral video
Share Now

હાથી માણસનો એટલો મહાન સાથી છે કે તે દરેક વસ્તુને સમજે છે, દરેક પ્રશ્નનો જવાબ એક સૂંઢથી આપે છે અને તેનું વિશાળ શરીર હોવા છતાં, તે માનવ માટે ઘણું ઉપયોગી છે. જો કે સોશિયલ મીડિયા પર હાથીઓના ઘણા ક્યૂટ વિડીયો જોવા મળે છે, જેમાં તમે એક હાથીના બાળકને તો જોયો જ હશે, પરંતુ કદાચ તમે પહેલીવાર જોશો કે ભારે શરીરવાળો હાથી એક મહિલા સાથે મસ્તી કરતો દેખાઈ રહ્યો છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

એક મહિલા સાથે હાથીની મસ્તીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ફની સપ્લાય નામના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એક મહિલા હાથીની સામે ઉભા રહીને ખુશી વ્યક્ત કરી રહી છે, કદાચ એ મહિલા ફોટો ક્લિક કરાવી રહી છે.

આ પણ વાંચો:હાથ લગાવ્યા વગર ગોબર ઉપાડવાનો દેશી જુગાડ, વીડિયો જોઈને કહેશો ‘વાહ શું ટેકનિક છે’

ગજરાજ તે મહિલાને ખૂબ જ શાંત સ્વભાવમાં જુએ છે, પછી તે સુંઢ ઉંચી કરે છે અને ધીમે ધીમે મહિલાના માથા પરથી ટોપી ઉઠાવી લે છે. મહિલાના માથા પરથી ટોપી ગાયબ થતાં જ તે આજુબાજુ જોવા લાગે છે.  મહિલાને ખબર જ નથી પડતી કે માથા પરથી ટોપી કોણે ગાયબ કરી દીઘી જોકે થોડીવારમાં મહિલાને સમજાઈ જાય છે કે હાથી એ જ તેની ટોપી લીઘી છે.

હાથી એ કરી મહિલા સાથે મસ્તી 

વાયરલ વીડિયોમાં મહિલા જણાવી રહી છે કે, આ ટોપી મને મારી બહેને આપી હતી, તે હાથીને કહે છે કે કૃપા કરીને મને ટોપી પાછી આપો. મહિલાની વાત સાંભળીને હાથી કદાચ ભાવુક થઈ જાય છે. અને ખાસ અંદાજંમા મહિલાની ટોપી પરત કરે છે. હાથી અને મહિલા વચ્ચે જે થયું તે જોવું ખૂબ જ રસપ્રદ લાગે છે.

હાથી ટોપી ગળી જવાનો ડોળ કરે છે

જ્યારે મહિલા તેની ટોપી શોધી રહી છે અને હાથીને જુએ છે, ત્યારે હાથી કોઈ પણ પ્રકારની હિલચાલ કરતો નથી. ટોપી અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ તે જાણવું મહીલા માટે પણ મુશ્કેલ બને છે, હાથી પોતાની સુંઢમાં ટોપી છુપાવીને ગળી જવાનો ઢોંગ કરે છે, જેને જોઈને હાજર દરેક લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે, પરંતુ હાથી જેવી પોતીની સુંઢમાંથી મહિલાની ટોપી બહાર કાઢે  છે ત્યારે મહિલા આનંદથી કૂદી પડે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment