Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / November 30.
Homeસ્પોર્ટ્સરવિ શાસ્ત્રી કોચ તરીકે અને વિરાટ કોહલી કેપ્ટન તરીકે નિવૃત, બંનેની જોડી રહી સફળ

રવિ શાસ્ત્રી કોચ તરીકે અને વિરાટ કોહલી કેપ્ટન તરીકે નિવૃત, બંનેની જોડી રહી સફળ

virat kohli ravishashtri retirement
Share Now

T20 વર્લ્ડ કપમાં ભારતે તેની છેલ્લી મેચમાં નામીબિયાને નવ વિકેટે હરાવ્યું હતું. આ સાથે ટીમ ઈન્ડિયાએ કોચ શાસ્ત્રી અને ટી20 કેપ્ટન વિરાટ કોહલીને જીત સાથે વિદાય આપી છે. ટી20 કેપ્ટન તરીકે વિરાટ કોહલીની આ છેલ્લી મેચ હતી. તેમજ કોચ રવિ શાસ્ત્રી હવે ભારતના મુખ્ય કોચ રહેશે નહીં. હવે રાહુલ દ્રવિડ ભારતીય ટીમના મુખ્ય કોચ હશે. વિરાટ ODI અને ટેસ્ટ ટીમનો કેપ્ટન તરીકે રમશે જોકે, હવે પછી તે T20માં પણ બેટ્સમેન તરીકે રમશે, પરંતુ કેપ્ટન રહેશે નહીં. વિરાટ અને શાસ્ત્રીની જોડીએ એકસાથે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. જોકે, આ જોડી ભારત માટે એકપણ ICC ટ્રોફી જીતવામાં સફળ રહી નથી.

સૌથી સફળ કોચ રવિશાસ્ત્રી 

આ વર્લ્ડ કપમાં ભલે ટીમ ઈન્ડિયાએ બંને દિગ્ગજોને જીત સાથે વિદાય આપી હોય, પરંતુ સેમિફાઈનલમાં ન પહોંચી શકવાનો બધાને અફસોસ હશે. રવિ શાસ્ત્રીના કોચ રહેતા ભારતે 51 માંથી 30 ટેસ્ટ મેચ જીતી છે અને તેની જીતની ટકાવારી 58.82 છે. તે ભારતના સૌથી સફળ ટેસ્ટ કોચ છે. તેમના પછી જ્હોન રાઈટનું નામ આવે છે. તેમના કોચ રહેતા 52માંથી 21 મેચ જીતી હતી. અને ગેરી કર્સ્ટનના કોચ રહેતા ભારતે 52માંથી 16 મેચ જીતી છે અને ડંકન ફ્લેચરના સમયે 39માંથી 13 મેચ જીતી છે. બીજી તરફ અનિલ કુંબલેએ 17માંથી 12 મેચ જીતી છે.

ravi shashtri virat kohli retirement

આ પણ વાંચો:કેપ્ટન તરીકે વિરાટ કોહલીની છેલ્લી આંતરરાષ્ટ્રીય T20 મેચ, આજે નામીબિયા સામે મુકાબલો

વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીની જોડીએ એકસાથે કમાલ કરી છે. વિરાટના કેપ્ટન અને શાસ્ત્રીના કોચ રહેતા ભારતે 39 ટેસ્ટ મેચ રમી છે અને 22માં જીત મેળવી છે, જ્યારે 13માં હારનો સામનો કરવો પડ્યો છે. ટેસ્ટમાં આ જોડીનો જીતનો રેકોર્ડ 56 ટકા છે. સાથેજ વન ડે મેચમાં, આ જોડીએ ભારત માટે 65 માંથી 43 મેચ જીતી છે અને 20 મેચમાં ભારતનો પરાજય થયો છે. આ બંનેએ મળીને ભારત માટે વન ડે મેચમાં 66 ટકા મેચ જીતી છે. ટી20માં પણ આ જોડીનો રેકોર્ડ શાનદાર છે. વિરાટ અને શાસ્ત્રીએ મળીને ભારતીય ટીમને 50 માંથી 32 મેચમાં જીત અપાવી છે, જ્યારે ભારત 16 મેચ હારી ગયું છે. T20માં આ જોડીએ ટીમ ઈન્ડિયાને 64 ટકા મેચોમાં જીત અપાવી છે.

શાસ્ત્રી વનડેમાં ચોથા સૌથી સફળ કોચ છે

જ્હોન રાઈટના સમયે વન ડે મેચમાં 130 માંથી 68 મેચ જીતી હતી. ફ્લેચરે 108માંથી 65 મેચ જીતી હતી. ગેરી કર્સ્ટનના કોચ રહેતા ભારતે 93માંથી 59 મેચ જીતી હતી અને 2011નો વર્લ્ડ કપ પણ જીત્યો હતો. ત્યારે શાસ્ત્રીના કોચ રહેતા 91માંથી 57 મેચ જીતી હતી. જેમાં જીતની ટકાવારી 62.64 છે. શાસ્ત્રીના કોચ રહેતા ભારતે ટી20માં 64માંથી 42 મેચ જીતી છે. જેમાં જીતની ટકાવારી 65.62 છે.

વિરાટનો કેપ્ટનશિપનો રેકોર્ડ

વિરાટે વર્ષ 2014માં ભારતીય ટેસ્ટ ટીમની કમાન સંભાળી હતી. તેમની કેપ્ટનશિપમાં ભારતે 65 ટેસ્ટ મેચ રમી છે અને 38માં જીત મેળવી છે. આ સાથે જ તેને 16માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 11 મેચ ડ્રો રહી છે. વનડેમાં વિરાટ 95 મેચમાં કેપ્ટન રહ્યો છે અને 65માં જીત મેળવી છે, જ્યારે ભારત 27 મેચમાં હાર્યું છે. T20માં વિરાટે 50 મેચોમાં કેપ્ટનશીપ કરી છે. જેમાંથી 30 જીતી હતી, જ્યારે 16માં હારનો સામનો કરવો પડ્યો હતો. બે મેચ ટાઈ રહી હતી અને બે પરિણામ વિના સમાપ્ત થઈ હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment