આઈપીએલ (IPL)2021 ના એલિમિનેટરમાં કેકેઆર (KKR)સામેની હાર બાદ આરસીબી (RCB)ની સફર આ સિઝનમાં સમાપ્ત થઈ છે. જ્યારે આ હાર સાથે જ આરસીબીના કેપ્ટન તરીકે વિરાટ કોહલી (Virat Kohli)ની સફર પણ સમાપ્ત થઈ છે. જણાવી દઇએ કે, આઈપીએલના બીજા ભાગની શરૂઆત સાથે જ, વિરાટ કોહલીએ કહ્યું હતું કે તે આ સીઝન બાદ હવે આરસીબી ટીમની કેપ્ટનશિપ નહીં કરે, જોકે કોહલીએ એમ પણ કહ્યું હતું કે, તે આ ટીમ માટે તેની છેલ્લી આઈપીએલ મેચ રમશે. હવે જ્યારે IPL માં કેપ્ટન તરીકે કોહલીની સફર સમાપ્ત થઈ ગઈ છે, ત્યારે ચાહકો સોશિયલ મીડિયા પર તેના પ્રયાસોને સલામ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર, ચાહકો કોહલીને એક મહાન કેપ્ટન તરીકે વર્ણવી રહ્યા છે.
વિરાટ કોહલી (Virat Kohli)ની એક સફર
કોહલીએ આરસીબી તરીકે 2011 થી લઇને 2021 સુધી કેપ્ટનશીપ કરી છે. વિરાટ કોહલીએ 140 મેચમાં કેપ્ટનશીપ કરી છે જેમાં 66 મેચમાં જીત અને 70 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. કોહલીએ કેપ્ટનશીપ દરમિયાન 139 ઇનિંગ્સમાં બેટિંગ કરી અને 4871 રન બનાવવામાં સફળ રહ્યોં છે. તે સમયે તેને કેપ્ટન તરીકે 5 શતક અને 35 અર્ધશતક પણ ફટકાર્યા છે.
આ પણ વાંચો: ધોની કોઈ નામ નથી એક ઈમોશન છે, CSK ને જીતાડ્યા બાદ ધ્રુસકે-ધ્રુસકે ખુશીના આંસુ વહાવતા બાળકોને આપ્યું ગિફ્ટ
આઇપીએલમાં કેપ્ટન તરીકે વિરાટ કોહલી (Virat Kohali)ના સૌથી વધારે રન
વિરાટ કોહલી આઇપીએલના ઇતિહાસમાં કેપ્ટનશીપ તરીકે સૌથી વધારે રન બનાવનાર ખેલાડી છે. કોહલીએ 140 મેચમાં કેપ્ટન તરીકે 4,481 રન બનાવ્યા છે. આ મામલામાં બીજા નંબર પર એમએસ ધોની છે, ધોનીએ 203 મેચમાં કેપ્ટનશીપ કરી છે અને 4,456 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ આ લીગમાં કેપ્ટનશીપ તરીકે પાંચ શતક ફટકાર્યા છે. કેપ્ટન તરીકે આઇપીએલમાં સૌથી વધારે શતક ફટકારનાર પણ વિરાટ જ છે. બાય ધ વે, આઇપીએલ (IPL)ના ઇતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન ક્રિસ ગેલ છે. ગેલે આ લીગમાં 6 સદી ફટકારી છે.
ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ જાહેર જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4