ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં ઘણા મહાન ખેલાડીઓ થયા છે. તેમાં સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, સચિન તેંડુલકર અને ગાંગુલી જેવા ઘણા મોટા ખેલાડીઓ છે. પરંતુ એક એવું નામ છે જેને ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો આજે સૌથી વધુ મિસ કરે છે. તે બીજું કોઈ નહીં પરંતુ ભારતના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગ છે. સેહવાગે પોતાની કારકિર્દીમાં ઘણી મોટી ઇનિંગ્સ રમી હતી. સહેવાગે આજના જ દિવસે એટલે કે 8 ડિસેમ્બરે ઈન્દોરના મેદાન પર વન-ડેની ઐતિહાસિક ઈનિંગ રમી હતી.
વેસ્ટ ઈન્ડિઝ સામે બેવડી સદી ફટકારી હતી
8 ડિસેમ્બર, 2011ના રોજ ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં વીરેન્દ્ર સેહવાગે બેટથી વેસ્ટ ઈન્ડિઝના બોલરોનો પરસેવો છોડાવી દીધો હતો. આ દિવસે વીરેન્દ્ર સેહવાગે તેની વન ડે કારકિર્દીમાં પ્રથમ વખત બેવડી સદી ફટકારી હતી. સેહવાગે ઈન્દોરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 219 રનની ઈનિંગ રમીને ઈતિહાસ રચ્યો હતો. તે મેચમાં ટીમ ઈન્ડિયાની કમાન સેહવાગના હાથમાં હતી. સેહવાગ કેપ્ટન તરીકે વન ડેમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ અને બીજો ક્રિકેટર બન્યો હતો. વિરેન્દ્ર સેહવાગ ક્રિકેટ જગતનું એક એવું નામ છે જેને ભાગ્યે જ ભૂલી શકાય. સેહવાગની બેટિંગથી દુનિયાભરના બોલરોમાં ખૌફ જોવા મળતો હતો.
The second ever men's player to score an ODI double century 😱
On this day in 2011, @virendersehwag made 219 runs from 149 balls vs West Indies 👏 pic.twitter.com/Pi4JuT41xk
— ICC (@ICC) December 8, 2021
આ પણ વાંચો:મિતાલી રાજે મહિલા ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા
ઈન્દોરના હોલ્કર ક્રિકેટ સ્ટેડિયમમાં તે દિવસે સેહવાગે ક્રિકેટના ઈતિહાસના પાના પર પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં લખી દીધું હતું. વિન્ડીઝ સામેની આ ઐતિહાસિક ઇનિંગમાં તેણે 219 રનમાં 7 સિક્સ અને 25 ફોર ફટકારી હતી. સેહવાગની બેવડી સદીને કારણે, ભારતે 418/5નો વિશાળ કુલ સ્કોર બનાવ્યો અને પછી વિન્ડીઝને 265 રનમાં આઉટ કરીને 153 રનથી જીત મેળવી હતી. તમને જણાવી દઈએ કે વિશ્વના માત્ર 6 ક્રિકેટરોએ જ વન ડેમાં બેવડી સદી ફટકારી છે. રોહિત શર્માએ વનડેમાં 3 વખત બેવડી સદી ફટકારી છે.
વીરેન્દ્ર સેહવાગની ક્રિકેટ કારકિર્દી
વીરેન્દ્ર સેહવાગે તેની કારકિર્દીમાં 104 ટેસ્ટમાં 50ની આસપાસની સરેરાશથી 8586 રન બનાવ્યા છે. અને વન ડે કરિયરની વાત કરીએ તો તેણે 251 મેચમાં 35ની એવરેજથી 8273 રન બનાવ્યા છે. સેહવાગે પોતાની કારકિર્દીમાં 38 સદી ફટકારી હતી.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4