Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 15.
Homeભક્તિVishwakarma એટલે સ્થાપત્ય અને કળાના સ્વામી, જેમણે દેવોની નગરીની કરી હતી રચના

Vishwakarma એટલે સ્થાપત્ય અને કળાના સ્વામી, જેમણે દેવોની નગરીની કરી હતી રચના

Vishwakarma
Share Now

સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમ શિલ્પ સ્થાપત્યના અધિષ્ઠાતા દેવતા વિશ્વકર્મા (Vishwakarma) છે. જેમણે વાસ્તુ અંગેનો સૌ પ્રથમ ગ્રંથ ‘વિશ્વકર્મા પ્રકાશ’ રચ્યો હતો. ભગવાન વિશ્વકર્માને દેવોના સ્થાપત્યકર્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. માનયતા અનુસાર, વિશ્વકર્મા દેવોના સ્થાપત્ય અને શિલ્પકળાના કારીગર છે. જેમણે શ્રીકુબેર માટે સોનાની લંકાનું વિધિવત નિર્માણ કર્યુ હતું. સાક્ષાત દ્વારકાના નાથ એવા ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન માટે દ્વારકાનગરી અને મહેલો બનાવ્યા હતા. શ્રી જગન્નાથજીના શ્રીવિગ્રહની રચના પણ વિશ્વકર્મા એ જ કરી હતી. એવા જ અમદાવાદમાં આવેલા વિશ્વકર્મા મંદિર વિશે આપણે OTT India પર જાણીશું જાણી અજાણી વાતો…

Vishwakarma જન્મ કથા

વિશ્વકર્મા (Vishwakarma)ના જન્મને લઈને અલગ-અલગ વાર્તાઓ છે. એક વાર્તા અનુસાર બ્રહ્માજીના પુત્ર ધર્મ હતા જેમની પત્નીનું નામ વસ્તુ હતુ. વસ્તુનાં સાતમાં સંતાન હતા વાસુ, જે શિલ્પ શાસ્ત્રમાં નિપુણ હતા. આ જ વાસુદેવની અંગીરસી નામની પત્નીથી વિશ્વકર્માજીને જન્મ આપ્યો હતો. 

ત્યારે સ્કંદ પુરાણમાં દર્શાવવામાં આવે છે કે ધર્મ ઋષિના આઠમાં સંતાન પ્રભાસના લગ્ન ગુરુ બૃહસ્પતિની બહેન ભુવના બ્રહ્મવાદિની સાથે થયા હતા. બ્રહ્મવાદિની જ વિશ્વકર્માજીના માતા હતા. આ ઉપરાંત વરાહ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમામ લોકોના ઉપકાર હેતુથી બ્રહ્મા પરમેશ્વરે બુદ્ધિથી વિચારક વિશ્વકર્માને પૃથ્વી પર ઉત્પન્ન કર્યા હતા.

આ પણ વાંચોઃ- Kameshwar Mahadev નારણપુરામાં આવેલુ આ મંદિર છેલ્લા 50 વર્ષથી અહીં છે સ્થિત

શિલ્પ, સ્થાપત્ય, મકાન, મંદિરનું બાંધકામ કરનાર માટે વિશ્વકર્મા (Vishwakarma) સૌના આરાધ્ય દેવતા છે. જેમની પૂજા કરવામાં આવે છે. જે દેવોની નગરી અને મહેલ બનાવે તેવા દેવનું મંદિર ગોતા રોડ ચાંદલોડિયામાં આવેલું છે. ગોતા રોડ પર આવેલા આ મંદિરમાં વિશ્વકર્મા ભગવાનની મૂર્તિ બિરાજે છે.  

આ મંદિરમાં શિલ્પ અને સ્થાપત્યના સ્વામી બિરાજમાન છે. તે સાથે જ મંદિર પરિસરમાં ગોગા મહારાજ અને વિશ્વનાથ મહાદેવ પણ બિરાજમાન છે. મંદિરો વિશે જાણવા માંગતા હોવ અને તમે જે મંદિરે દર્શન કરવા જાઓ છો તેના વિશે તમને પૂરી જાણકારી ના હોય ત્યારે વાંચતા રહો OTT India Read અને જાણતા રહો મંદિરોની અવનવી ગાથા…

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment