દેવોના દેવ એટલે મહાદેવ, આખી સૃષ્ટિ જેમના શરણે આવે છે તેવા વિશ્વેશ્વર મહાદેવ (Vishweshwar Mahadev)નું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે અમદાવાદના માનસી સર્કલ પાસે. અમદાવાદના માનસી સર્કલ નજીક આવેલું વિખ્યાત વિશ્વેશ્વર મહાદેવનું મંદિર ઓળખાય છે વિશ્વેશ્વર તીર્થ ધામના નામથી.
Vishweshwar Mahadev
વિશ્વેશ્વર મહાદેવ(Vishweshwar Mahadev)ના શરણે આવી ભક્તો થઈ જાય છે ભક્તિમાં લીન. શિવાલયમાં રહેલી શિવલિંગના દર્શન કરતા ભક્તો બની જાય છે મંત્રમુગ્ધ. વિશ્વેશ્વર તીર્થધામમાં એક સાથે 52 દેવી દેવતાઓના દર્શન થતાં હોવાથી અહીં રહે છે ભક્તોનો ધસારો. વિશ્વેશ્વર મહાદેવના મંદિરમાં તેમના પુત્ર ગણેશજીની પણ છે મનમોહક મુર્તિ.. મંદિરમાં બિરાજેલા હનુમાનજીના દર્શન કરી ભક્તો મેળવે છે ધન્યતા.
આ પણ વાંચોઃ- Harsiddhi Mata Mandir માં માતાજીની ઉપાસના કરતા હતા શ્રી કૃષ્ણ
વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં શિવ સાથે 52 દેવી-દેવતાઓના થશે દર્શન
વિશ્વેશ્વર મહાદેવના શરણે આવી ભક્તો કરે છે જળાભિષેક. ભોળાનાથની પુજા-અર્ચના કરનારને તમામ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. ભોળાનાથની પૂજામાં બિલિપત્રનો પણ ઉપયોગ કરવામાં આવે છે. વિશ્વેશ્વર મહાતીર્થમાં તમામ ધાર્મિક ઉત્સવો મનાવાય છે. અહીં ભોળાનાથના દર્શન કરવા ભક્તો દર સોમવારે ઉમટી પડે છે.
અહીં 52 દેવી દેવતાઓ બિરાજમાન હોવાથી આ જગ્યા વિશ્વેશ્વર તીર્થ ધામથી સુપ્રસિદ્ધ બની છે. તો તમે પણ અહીં આવીને એક સાથે 52 દેવી દેવતાઓના દર્શન કરીને પાવન થઈ જશો.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4