Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝભારતને 7000 કરોડનું સૌથી મોટુ દાન આપનાર 27 વર્ષનો યુવક કોણ?

ભારતને 7000 કરોડનું સૌથી મોટુ દાન આપનાર 27 વર્ષનો યુવક કોણ?

Vitalik Buterin
Share Now

કોરોના (Corona)મહામારીના આ સંકટમાં ઘણા દેશો ભારત(India)ની મદદ માટે આવ્યા છે.  કોરોનાને 1 વર્ષથી પણ વધુ સમય થઇ ગયો છે. કોરોનાના બીજા વેવમાં બાળકો પણ આ વાયરસના ચેપના શિકાર બનતા જઇ રહ્યાં છે, ત્યારે એક 27 વર્ષના યુવકે ભારતને 7,000 કરોડ રુપિયા દાન કર્યા છે, તો આજે આપણે જાણીએ એ વ્યક્તિ વિશે જેણે ભારતને આટલુ દાન આપ્યુ છે.

કોણ છે વિતાલિક બુતેરિન  (Vitalik Buterin)

Vitalik Buterin 1

Forebs.com

ક્રિપ્ટોકરેંસી પ્લેટફોર્મ ઇથેરિયમ(Cryptocurrency Platform Ethereum)ના ફાઉન્ડર વિતાલિક બુતેરિન છે. વિતાલીકની જો વાત કરીએ તો તેમણે ભારતના કોવિડ રિલીફ ફંડમાં આ દાન આપ્યુ છે. કોવિડ રિલિફ ફંડ(Covid Relief Fund)માં કરેલ આ દાનને અત્યાર સુધીનું સૌથી મોટુ દાન કહેવામાં આવે છે. રુસમાં જન્મેલા અને હાલ કનાડામાં રહેલા બુતેરિને પોતાના પિતા પાસેથી બિટકોઇન વિશે જાણ્યુ હતુ. બુતેરિનના પિતા એક સોફ્ટ પર્મના માલિક છે. બુતેરિને માત્ર 17 વર્ષની ઇંમરથી જ બિટકોઇન મૈગેજીની શરુઆત કરી હતી. તે યુનિવર્સિટીના ઓફ વાટરલુમાં કોમ્પ્યુટર સાઇન્સની સ્ટડી પણ કરી હતી.

સેલિબ્રિટિ નેટવર્થના હવાલાથી મળેલી જાણકારી મુજબ બુતેલિની કુલ સંપત્તિ 21 બિલિયન ડોલર છે. વિતાલિકે કોવિડ રિલિફ ફંડમાં આ દાન કર્યું છે. બુતેરિને જે દાન કર્યું છે તે ક્રિપ્ટોકરેંસીમાં છે. જેમાં 500 ઇથેર સિક્કા અને 50 ટ્રિલિયનથી પણ શિબા ઇનુ સિક્કાનો સમાવેશ થાય છે. બુતેરિને માત્ર 17 વર્ષની જ ઉંમરમાં બિટકોઇન મેગેઝીનની શરુઆત કરી લીધી હતી. તે યુનિવર્સિટી ઓફ વાયરલુમાં કોમ્પ્યુટર સાઇંસની સ્ટડી કરી રહ્યાં હતા. ક્રિસ્ટોકરેંસીની કીંમતમાં ઘણો ઉતાર-ચઢાવ આવતો રહેતો હતો. જેના કારણે જ એક વીકની અંદર જ બુતેરિનની સંપત્તિમાં જ 1 અરબ ડોલરથી વધીને 21 અરબ ડોલર થઇ ગઇ હતી.

  • બુતેરિને પોતાને dogecoin killer કહે છે.
  • બુતેરિને ભારતને જે રકમ આપી છે તેમાં 50 ટ્રિલિયન SHIB ટોકનનો સમાવેશ થાય છે.
  • જેની વેલ્યુ 1 બિલિયન ડોલર
  • આ દુનિયાની 25 મી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી છે જેની માર્કેટ વેલ્યુ 7.9 બિલિયન ડોલર છે.
vitalik-Buterin-ethereum-770x433

image Source: Twitter)

દાન આપવા માટે છે પ્રખ્યાત

ભારતને આટલી મોટી રાશિ દાન કરનારા વિતાલિકે વર્ષ 2017માં મશીન ઇંટેલિજન્સ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટને 7 લાખ 63 હજાર ડોલર, 2018 માં SENS Research Foundation ને 2.4 મિલિયન ડોલર દાન કર્યા હતા. આ સિવાય પણ ઘણી વાર અલગ અલગ સંસ્થાઓને 2.4 મિલિયન ડોલરનું દાન કર્યું હતુ. આ સિવાય પણ વિતાલિક દાન આપવા માટે પ્રખ્યાત છે, તેમણે ઘણી સંસ્થાઓમાં દાન આપતા રહે છે.

આ સિવાય પણ પુર્વ ઓસ્ટ્રેલિયા ક્રિકેટર બ્રેટ લીએ ભારતની મદદ માટે ક્રિપ્ટો કરન્સીમાં દાન કર્યું હતુ. તેમણે 45 લાખ કિંમતના બિટક્વોઇનને દાન આપ્યા હતા, જેથી ભારત દેશભરના હોસ્પિટલોમાં ઓક્સિઝન ખરીદી શકાય. બીજી તરફ ટ્વીટરે પણ કોરોના મહામારીતી લડવા માટે ભારતને 1.5 કરોડ ડોલર દાન કર્યા છે.  

આ પણ વાંચો: વિશ્વના એવા દેશો જે કોરોનાથી આઝાદ થઈ ગયા

દાનની રકમ આ રીતે મળશે ભારતને

ક્રિપ્ટો સ્ટાર્ટઅપ પોલિગોનના ફાઉન્ડર સંદીપ નેનવાલે ટ્વીટ કરીને બુતેરિનને તેમની મદદ માટે ધન્યવાદ કહ્યું હતુ. નેનવાલે જણાવ્યુ કે, દાન કરેલી ક્રિસ્ટોકરન્સી પહેલા યુએઇ સ્થિત ઇકાઇ- ક્રિપ્ટો રિલીફ ઇન્ડિયાને મળશે. આ ઇકાઇ આ દાનને ઇન્ટરનેશનલ ક્રિપ્ટોકરન્સી એક્સચેંજથી બદલીને તે ફંડને બેંકમાં જમા કરાવશે. જ્યાંથી ફોરેન કોન્ટ્રીબ્યુટર રેગ્યુલેશન એક્ટથી અપ્રુવ એનજીઓની દ્વારા તે પૈસા ભારત આવશે.

આજ પ્રકારના ન્યુઝ, એન્ટરટેનમેન્ટ ન્યુઝ, હેલ્થ તેમજ ભક્તિને લગતા અપડેટ માટે જોતા રહો OTTIndia …

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment