Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝSMA-1 નામની બીમારીથી પીડાતા વિવાનનું નિધન

SMA-1 નામની બીમારીથી પીડાતા વિવાનનું નિધન

Share Now

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના એક નાના એવા આલિદર ગામના SMA-1 નામની બીમારીથી પીડાતા વિવાન (Vivan) નામના બાળકનું મૃત્યુ થયુ છે. આલિદાર ગામે રહેતા અશોકભાઇ વાઢેરનો ચાર મહિનાનો પુત્ર વિવાન (Vivan) SMA-1 નામની બીમારીથી પીડાતો હતો. સ્પીનલ મસ્ક્યૂલર એટ્રોફી (SMA) નામની આ બિમારીની સારવારનો ખર્ચ આ પરિવાર માટે આભ તોડી લઇ આવવા બરાબર હતો. આ બીમારીમાંથી વિવાનને ઉગારવા માટે 16 કરોડના ઇન્જેક્શન (Injection)ની જરૂર હતી, પરંતુ આટલી મોટી રકમ એકઠી થાય તે પહેલા જ વિવાન (Vivan)દુનિયા છોડી ચાલ્યો ગયો. આજે સોમવારે સવારે જ વિવાને અંતિમ શ્વાસ લીધા હોવાનું જાણવા મળ્યું. 

મદદ માટે લોકો જાહેર માર્ગ પર ઉતર્યા હતા

વિવાન એક સામાન્ય પરિવારમાંથી હતો. તેના પિતા એક ખાનગી કંપીનીમાં નોકરી કરે છે. વિવાન (Vivan)ને SMA-1 નામની ગંભીર બીમારી હોવાની જાણ થતાં જ પરીવાર ચિંતામાં ગરક થઇ ગયો હતો. કારણ કે વિવાનના પિતા આ બિમારી સામે લડી શકવા માટે આર્થિક રીતે સક્ષમ નહતા. જેથી વિવાનના પિતાએ જાહેર જનતા સમક્ષ આર્થિક મદદ માટે ગુહાર લગાવી હતી. આ તકે વિવાન (Vivan)ની મદદ માટે અનેક સામાજીક સંસ્થાઓ અને જનતા આવી હતી. સીએમ રૂપાણી (CM Rupani)એ પણ મદદ માટે સીએમ ફંડમાંથી 10 લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. જાહેર માર્ગો પર પણ લોકો અને સંસ્થા વિવાન (Vivan)ની મદદ માટે ઉતરી આવ્યા હતા.

માત્ર 2 કરોડ એકઠા થયા હતા

વિવાન (Vivan)ની SMA-1 બિમારી માટે 16 કરોડના રકમની જરૂર હતી, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 2 કરોડ 20 લાખ જેટલી રકમ જ એકઠી થઇ શકી હતી. આ રકમ ધીરે ધીરે આગળ વધી રહી હતી, પરંતુ કુદરતને કઇક બીજુ જ મંજૂર હોય તેવી રીતે વિવાન (Vivan)ને ઇન્જેક્શન (Injection) લાગે તે પહેલા જ તેને દુનિયાને અલવિદા કહી દીધુ હતુ. વિવાન (Vivan)ના મૃત્યુ થતા માતા-પિતા સહિત પરિજનોમાં આક્રંદ ફેલાયો છે.

પરિવાર સહિત મદદ કરનારાઓને આંચકો

વિવાન (Vivan)ની અચાનક વિદાયથી પરિવાર સહિત મદદ કરનારા લોકો અને સંસ્થાઓને પણ આંચકો લાગ્યો છે. SMA-1 બિમારીએ જન્મ સમયે થતી બીમારી છે. જૂન મહિનામાં માતા પિતાને જાણ થઇ હતી કે વિવાન કોઇ રીતે હલચલ કરી શકતો નથી જેના પગલે પરિવાર વિવાન (Vivan)ને લઇ રાજકોટ ખાતે પહોંચ્યો હતો. જ્યાં પ્રાથમીક તપાસ કર્યા બાદ સેમ્પલ ચેન્નઇ ખાતે મોકલાયા હતા. રિપોર્ટ આવ્યા બાદ ડૉક્ટરે પરિવારને જાણ કરતા પરિવાર પર આભ તુટી પડ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.

જાણો SMA-1 બિમારી વિશે

આ બીમારી બાળકને જન્મ સમયે થતી હોય છે. આ બીમારીનુ પુરૂ નામ સ્પીનલ મસ્ક્યૂલર એટ્રોફી ફેક્ટ શીટ છે. આ બીમારીના કારણે બાળકના સ્નાયુઓને નબળા પડી જાય છે અને હલનચલનમાં પણ મુશ્કેલી સર્જાય છે. બાળકના મગજમાં રહેલા કોષો અને તેમની કરોડરજ્જુની નસ નરમ પડવા લાગે છે. બાળકના ઉંમર સાથે આ બીમારી પણ વધતી જાય છે.

આ પણ વાંચો: માછીમારને મળી મનુષ્યના દાંત વાળી અજીબ માછલી, ફોટો જોઇને ચોંકી જશો

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment