અમદાવાદ : ભારતીય ટેલિકોમ સેક્ટરમાં જિયોના પદાર્પણ બાદ અન્ય ટેલિકોમ કંપનીઓની હાલત ખસ્તા થઈ ગઈ છે. યુનિનોરનું ભારતી એરટેલમાં મર્જર અને બાદમાં વોડાફોન અને આઈડિયાનું એકત્રીકરણ થયા છતા એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુના 10 વર્ષ જુના કેસમાં ટેલિકોમ કંપનીઓ પાસે હજારો કરોડના દંડની માંગણી બાદ હવે સરકારે ટેલિકોમ સેક્ટરની બાદશાહત રિલાયન્સ જિયો પાસે જતા અટકાવવા માટે આઈડિયા-વોડાફોનને જીવનદાન(Vodafone-Idea Revival) આપવાનો નિર્ણય કર્યો છે.
એક અહેવાલ અનુસાર સરકારે આજે આઈડિયા-વોડાફોનમાં વિદેશી રોકાણને મંજૂરી આપી છે. સૂત્રોએ આપેલ માહિતી પ્રમાણે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ(DoT)એ ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ રૂટ થકી વિદેશી રોકાણને મંજૂરી આપી છે.
જોકે આ ટેલિકોમ મંત્રાલયના આ પ્રસ્તાવની આધિકારીક જાહેરાત કરવામાં નથી આવી અને સામે પક્ષે વોડાફોન-આઈડિયા(Vi)એ પણ કોઈ પૈસા એકત્ર કરવાની યોજના જાહેર નથી કરી.
આ પણ વાંચો : ભારત ફોરેક્સ રીઝર્વમાં વિશ્વમાં પાંચમા સ્થાને, પ્રથમ સ્થાને કોણ છે ?
આ અગાઉ જ્યારે વોડાફોન-આઈડિયાએ પૈસા એકત્ર કરવાની જાહેરાત કરી હતી ત્યારે કંપનીના બોર્ડે કહ્યું હતું કે એક સ્ત્રોત થકી પૈસા એકત્ર કરવાની મહત્તમ મર્યાદા 15,000 કરોડ નક્કી થઈ છે. આ અંગે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ(DoT)ની મંજૂરી માંગવામાં આવી છે.
ફંડ રેસિંગને મળી હતી મંજૂરી :
સપ્ટેમ્બર, 2020ના વોડાફોન-આઈડિયાએ એક નિવેદનમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે અહિં જણાવેલ સ્ત્રોત થકી ભંડોળ એકત્ર કરવા મંજૂરી આપી છે. (A) ઈક્વિટી શેર, ગ્લોબલ ડિપોઝિટરી રીસિપ્ટસ, અમેરિકન ડિપોઝિટરી રીસિપ્ટસ, ફોરેન કરન્સી કન્વર્ટેબલ બોન્ડ્સ, કન્વર્ટેબલ ડિબેન્ચર્સ, વોરંટ, નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ-વોરંટનું સંયુકતપણાને નવા ઇક્વિટી શેર અથવા સિક્યોરિટીઝમાં રૂપાંતરિત કરીને મહત્તમ રૂ. 15,000 કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ ઈક્વિટી શેર કે અન્ય સિક્યોરિટીઝ પ્રેફરન્શિયલ અલોટમેન્ટ, પ્રાઈવેટ પ્લેસમેન્ટ, ક્વોલિફાઈડ ઈન્સટીટ્યુશન પ્લેસમેન્ટ અથવા અન્ય કોઈ પણ રીતે એક કે તેથી વધુ તબક્કામાં પૈસા એકત્ર કરવાના રહેશે. (B) સુરક્ષિત અને / અથવા અસુરક્ષિત બિન-કન્વર્ટેબલ ડિબેન્ચર્સ ઇશ્યુ કરવા માટે પણ બોર્ડે મંજૂરી આપી છે. વોડાફોન-આઈડિયાના આ પ્રસ્તાવને રેગ્યુલેટરી મંજૂરી એટલેકે બીએસઈની અને સેબી અને આરબીઆઈ સહિતના પક્ષકારોની નિયમનકારી મંજુરી આવશ્યક રહેશે.Vodafone-Idea Revival થશે ?
છેલ્લા અઢી વર્ષથી પૈસાની તંગી સામે ઝઝૂમી રહેલ બ્રિટિશ કંપની વોડાફોન પીએલસી અને ભારતીય બિઝનેસ ટાઈકૂન કુમાર મંગલમ બિરલાની આઈડિયા લિમિટેડના સંયુકત સાહસને જિયો સામે ભારે ટક્કર મળી હતી અને બાદમાં AGR કેસમાં મસમોટી પેનલ્ટી ચૂકવવાના આદેશ બાદ કંપનીની બેલેન્સ શીટ ખરાબ થઈ ગઈ છે.
સરકારને AGRના ચૂકવવાના થતા પૈસા માટે વોડાફોન-આઈડિયાએ વધારાની મૂડીની જરૂર રહેશે. આ પૈસા એકત્ર કરવા માટે સરકાર પાસે મંજૂરી માંગી હતી અને જો આ પૈસા વિદેશી રોકાણકારો કે અન્ય સંસ્થાગત રોકાણકારો પાસેથી મળે તો આ વોડાફોન-આઈડિયા માટે જીવનદાન(Vodafone-Idea Revival) હશે. સ્પેકટ્રમની બાકી ચૂકવણી પુરી કરતા આઈડિયા-વોડાફોનનું ભવિષ્ય ઉજ્જવળ હોવાનો માર્કેટ એક્સપર્ટસનો અંદાજ છે.
આ પણ વાંચો : કેવી રીતે મળી ભારત દેશના ત્રિરંગાને રાષ્ટ્રીયધ્વજની માન્યતા ?
વોડા-આઈડિયાએ નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ત્રિમાસિકગાળામાં રૂ. 6985.1 કરોડની ચોખ્ખી ખોટ દર્શાવી હતી,જે અગાઉના ત્રિમાસિકગાળામાં રૂ. 4540 કરોડ હતી. સરકારે ઇન્ટરકનેક્શન યૂઝિંગ ચાર્જ(IUC) નાબૂદ કર્યા છતા વોડાફોન-આઈડિયાની આવકમાં ઘટાડો થયો છે અને ખોટ વધવી એક ચિંતાનો વિષય છે.
શું છે AGR મુદ્દો ?
રેગ્યુલેટરી સંસ્થા દ્વારા એડજસ્ટેડ રેવન્યુ મુદ્દે થયેલ કેસમાં ટેલિકોમ કંપનીઓને ત્રણ માસમાં 1.47 લાખ કરોડ ચૂકવવા આદેશ કર્યો હતો. વોડાફોન આઈડિયાને 53,038 કરોડ અને ભારતી એરટેલને 35,586 કરોડ ચૂકવવા આદેશ સુપ્રિમ કોર્ટે કર્યો છે.
સરકારને લાયસન્સ પેટે 92,642 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે અને 55,054 કરોડ રૂપિયા યુસેઝ ચાર્જના પણ ચૂકવવાના રહેશે તેવા સુપ્રિમ કોર્ટના AGR મુદ્દેના ચુકાદા બાદ ટેલિકોમ કંપનીઓના અસ્તિત્તવ સામે જોખમ ઉભું થયું હતુ.
વોડાફોન આઈડિયા પર કુલ 15.48 અબજ ડોલરનું દેવું છે અને AGR કેસને કારણે તેમને મોટો ફટકો પડ્યો છે.
સરકારે સસંદમાં કઇ ટેલિકોમ કંપની પાસેથી વ્યાજ અને પેનલ્ટી સાથે AGR પેટે કેટલા પૈસા લેવા છે તેના આંકડા રજૂ કરાયા હતા. જેની માહિતી અત્રે પ્રસ્તુત છે.
ટેલિકોમ કંપની | AGR પેમેન્ટ |
એરસેલ | રૂ.7852.68 કરોડ |
ભારતી એરટેલ | રૂ.21682.13 કરોડ |
BSNL | રૂ.2098.72 કરોડ |
એતિસાલાત ડીબી ટેલિકોમ | રૂ.29.24 કરોડ |
આઇડિયા સેલ્યુલર | રૂ.8485.02 કરોડ |
લૂપ ટેલિકોમ | રૂ.232.51 કરોડ |
MTNL | રૂ.2537.48 કરોડ |
ક્વાડરેન્ટ ટેલિવેન્ચર્સ | રૂ.116.17 કરોડ |
રિલાયન્સ કોમ્યુનિકેશન્સ | રૂ.16456.47 કરોડ |
રિલાયન્સ જિયો | રૂ.13.35 કરોડ |
એસ ટેલ પ્રાઇવેટ લિમિટેડ | રૂ.42.43 કરોડ |
સિસ્ટેમા શ્યામ ટેલિસર્વિસિસ | રૂ.301.93 કરોડ |
ટાટા ગ્રૂપ ઓફ કંપનીઝ | રૂ.9987.04 કરોડ |
ટેલિનોર ઇન્ડિયા | રૂ.1950.11 કરોડ |
વિડિયોકોન ટેલિકોમ્યુનિકેશન્સ | રૂ.1032.62 કરોડ |
વોડાફોન | રૂ.19823.72 કરોડ |
કુલ | રૂ.92641.61 કરોડ |
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4