Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝ135 કરોડ શિવ મંત્રનો સંકલ્પ

135 કરોડ શિવ મંત્રનો સંકલ્પ

Shiva mantra
Share Now

ભારતીય જન સંખ્યા પ્રમાણે શિવભક્તો 135 (એકસો પાંત્રીસ) કરોડ મંત્ર લેખનનો સંકલ્પ કર્યો હતો. આજે 100 કરોડ મંત્રો સમગ્ર વિશ્વભરમાં લખાઈ ચુક્યા છે. તો પવિત્ર શ્રાવણ માસે 35 કરોડ મંત્રો પુર્ણ કરવા શિવભક્તો ભક્તિમય બન્યા છે. અને સમગ્ર ભારત વર્ષના 135 કરોડ લોકોની સુખાકારીની પ્રાર્થના કરાય રહી છે. આ તમામ મંત્રોનું મંત્ર મંદીર બનશે.

Shiva mantra

મુળ ગુજરાતના ચોરવાડ ગામે રહેતા શિવભક્ત યોગેશ પાઠકે ભગવાન સોમનાથના સમીપે સંકલ્પ કર્યો હતો કે, સમગ્ર વિશ્વમાં શાંતી પ્રસરે અને સમગ્ર ભારતીયો મહામારીમાંથી મુક્ત બને સાથે લોકો ઘરમાં બેસી અને મહામૃત્યુંજય મંત્ર ૐ નમ શિવાયનું લેખન કરે. ત્યારે આ સંકલ્પ હવે પુર્ણ થવા જઈ રહ્યો છે. યોગેશભાઈમાં અપાર ખુશી છલકાઈ રહી છે. સાથે તમામ મંત્રો 135 કરોડ માટે મંત્ર મંદીર બનાવવાનો નિર્ધાર પણ કર્યો છે.

Shiva mantra

સમગ્ર ભારતભરને લોકોને તેમની અનુકુળ ભાષાઓમાં મત્ર લખી શકે તે માટે મંત્રબુકોનું વીતરણ કરવામાં આવ્યું છે. સાથે વિશ્વના અનેક દેશો અમેરીકા, ઓસ્ટ્રેલીયા, ઓમાન, લંડન, દુબઈ, મસ્કત સહીત દેશોમાં 100 કરોડ મંત્રો લખાઈ ચુક્યા છે. અને બાકીના શ્રાવણ માસમાં 35 કરોડ મંત્રો હજુ લખાઈ રહ્યા છે. આ મંત્રો પુરા ભારતવાસીઓના કલ્યાણ માટે લખાઈ રહ્યા છે.

Shiva mantra

135 કરોડ પૈકી 100 કરોડ લખાઈ ચુક્યા છે. જે પૈકી 35 કરોડ મંત્રો ભારતના અનેક રાજ્યો સાથે વિશ્વના વિવિધ દેશોમાં લખાઈ રહ્યા છે. જ્યારે લખાઈ ચુકેલા 100 કરોડ મંત્રબુકોની વિધિવત્ત પુજા અર્ચના કરવામાં આવી રહી છે. તમામ મંત્રો પુર્ણ થયે ભવ્ય મંત્ર મંદીર બનાવવાનો પણ શિવભક્ત યોગેશભાઈ પાઠકનો સંકલ્પ છે. મહામારીમાંથી સહ પરીવારને ભગવાને નવું જીવન આપ્યું ત્યારે આ મંત્ર લેખન સાથે સમગ્ર દેશવાસીઓનું કલ્યાણ થાય તેવા હેતુ સાથે આ સ્નાકલ્પ લેવામાં આવ્યો હતો જેમાં આજે સમગ્ર વિશ્વના શિવભક્તો જોડાયા છે.

Shiva mantra

જુઓ આ વિડીયો : મહાશિવરાત્રીની ઉજવણી

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment