દેશમાં પેટ્રોલ-ડીઝલ(Petrol-Diesel)ના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. જેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે. જેને કારણે લોકોમાં હવે પેટ્રોલ-ડીઝલથી ચાલનાર વાહનોની જગ્યાએ ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી રહી છે. જેને ધ્યાને રાખીને વોલ્ટ્રો(Voltron) કંપનીએ ઇલેક્ટ્રિક સાયકલના(Electric bicycle) બે ખાસ મોડલ બહાર પાડયા છે.
માત્ર 4 રૂપિયામાં 100 કિમી
આ સાયકલને લઈને વોલ્ટ્રોન(Voltron) કંપનીએ દાવો કર્યો છે કે, આ સાયકલ માત્ર ચાર રૂપિયામાં 100 કિલોમીટર સુધી ચાલશે. વોલ્ટ્રોન ઇ-સાયકલની(E- bicycle) બેટરી રેન્જ 100 કિમી છે. આ સાયકલમાં ઓફ રોડ રાઇડિંગ, પિલર રાઇડિંગ અને હિલ રાઇડિંગની સુવિધા પણ આપવામાં આવી છે. આ સાયકલની કિંમત લગભગ 40 હજાર રૂપિયા છે. આ સાયકલ 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે.
આ પણ વાંચો:Ola E-સ્કૂટરનું વેચાણ શરૂ : જાણો ફિચર્સ અને Price; ગુજરાતમાં મળશે ખાસ ડિસ્કાઉન્ટ
આ સાયકલમાં બે લોકો કરી શકે છે સવારી
એક જાણીતા અખબારના અહેવાલ અનુસાર વોલ્ટ્રોન કંપનીના સંસ્થાપક પ્રશાંત જણાવે છે કે વોલ્ટ્રોન ઇ- સાયકલ ચાર્જ કરતી વખતે 700 વોટ વીજળીનો વપરાશ થાય છે. જે એક યુનિટ કરતાં વધારે છે. અને આ સાયકલને ત્રણ કલાક ચાર્જ કરતાં બેટરી ફૂલ થઈ જે છે. આ સાયકલમાં બે લોકો સવારી કરી શકે છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ સાયકલની ચાર્જિંગનો ખર્ચ સરેરાશ 4 રૂપિયા થાય છે. આ સાયકલમાં જો કોઈ સમસ્યા ઊભી થાય તો તેને સ્થાનીક જગ્યાએ પણ રીપેર કરી શકાય તેમ છે. અને આ સાયકલના ભાગોને પણ બદલી શકાય છે.
એક વર્ષમાં કોઈ સમસ્યા આવી તો સાયકલ બદલી આપીશું
પ્રશાંતે વધુમાં કહ્યું હતું કે, જો એક વર્ષના વૉરંટી સમય દરમ્યાન સાયકલના કન્ટ્રોલર અને મોટરમાં કોઈ સમસ્યા ઊભી થસે તો અમે તે સાયકલને બદલીને નવી સાયકલ ગ્રાહકને આપીશું.
કંપની આગામી સમયમાં દક્ષિણ આફ્રિકામાં સાયકલ મોકલવાનું શરૂ કરશે
વૉલ્ટ્રોન(Voltron) કંપનીએ ઓગસ્ટ 2020 માં પોતાનું પ્રોડક્શન શરૂ કર્યું હતું. અને કંપનીએ પ્રથમ વર્ષે 35 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. પ્રશાંતનું માનવું છે કે, જો સ્થિતિ સામાન્ય રહી તો કંપની 8 થી 10 કરોડનો બિઝનેસ કરી શકે છે. તે કહે છે કે, અમે સાયકલનું ઓનલાઈન વેચાણ પણ કરી રહ્યા છીએ. વધુમાં તેમણે કહ્યું હતું કે, કંપની થોડા સમયમાં દક્ષિણ આફ્રિકામાં સાયકલ મોકલવાનું શરૂ કરવા જઇ છે. વૉલ્ટ્રોન કંપની ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં ઉત્પાદનને પ્રતિ માસ 400 યુનિટથી વધારીને 1000-1500 યુનિટ કરવા માટે દિલ્હીમાં પોતાની ફેક્ટરીનું વિસ્તરણ પણ કરી રહી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4