સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડ (Market Yard)બેડી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનું મતદાન ગઈકાલે મંગળવારે પૂર્ણ થયા બાદ આજે 9 કલાકે મતગણતરી (Counting of votes)શરૂ થઈ હતી. રાજકોટ, પડધરી, લોધિકાના 180 જેટલા ગામોને જોડતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ (Bedi Marketing Yard)માં વેપારી વિભાગની 4 બેઠક માટે 10 ઉમેદવારો અને ખેડૂત વિભાગની 10 બેઠક માટે 22 ઉમેદવારો મેદાનમાં હતા. જેની મતગણતરી પૂર્ણ થતા ફરી રાજકોટ યાર્ડમાં ભાજપનો ભગવો લહેરાવ્યો છે.
ખેડૂત વિભાગની તમામ 10 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલની જીત થઇ ગઇ છે. જ્યારે વેપારી વિભાગની 4 બેઠક પર વેપારી વિકાસ પેનલના 1 અને વેપારી હિત રક્ષક પેનલના 3 ઉમેદવારની જીત થઇ ચૂકી છે.
આ પણ વાંચો: રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં 14 બેઠક માટે મતદાન શરૂ, મતદારોની લાંબી લાઇનો લાગી
બેડી માર્કેટિંગ યાર્ડ (Bedi Marketing Yard)માં વેપારી પેનલના વિજેતા ઉમેદવાર
- અતુલ કમાણી-વેપારી વિકાસ પેનલ
- રજનીશ રવેસિયા-વેપારી હિત રક્ષક ( ભાજપ )
- દિલીપ પનારા-વેપારી હિત રક્ષક ( ભાજપ )
- સંદિપ લાખાણી,વેપારી હિત રક્ષક ( ભાજપ )
ખેડૂત વિભાગમાં ભાજપ પ્રેરિત આખી પેનલ વિજેતા
- વિજય કોરાટ
- ભરત ખુંટ
- વસંત ગઢિયા
- હઠીસિંહ જાડેજા
- જયેશ પીપળિયા
- જયંતી ફાચરા
- જયેશ બોઘરા
- હિતેષ મેતા
- હંસરાજ લીંબાસીયા
- જીતેન્દ્ર સખીયા
જયેશ રાદડિયાએ કહ્યું, ખેડૂતો અમારી સાથે છે
રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે મતગણતરી સ્થળે આવેલા પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, જાણ હતી કે જીત અમારી થવાની છે. આજે બુધવારે મતદાન બાદ પરિણામ ભાજપ પ્રેરિત આવ્યું છે. ભાજપના એકને બાદ કરતા તમામ ઉમેદવારો જીત્યા છે. આજે પણ ખેડૂતો અમારી સાથે છે અને તેનો વિશ્વાસ અમારા પર અવિરત છે.
ખેડૂત વિભાગની 10 બેઠક માટે 22 ઉમેદવાર મેદાનમાં
ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રારના માર્ગદર્શન હેઠળ ચૂંટણીની સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેમાં ખેતી વિભાગમાં 10 બેઠક માટે 22 ઉમેદવાર મેદાને છે. જ્યારે વેપારી વિભાગમાં 4 બેઠક માટે 10 ઉમેદવાર છે. આ તમામનું મતદાન ગઈકાલે મંગળવારે પૂર્ણ થયુ હતુ. ત્યારબાદ આજે બુધવારે મતગણતરી સવારે 9 કલાકથી શરૂ કરવામાં આવી છે.
રાજકોટ યાર્ડની ચુંટણીનું મતદાન શરૂ જુઓ વીડિયો:
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4