સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટ (Rajkot)ના બેડી માર્કેટ યાર્ડ (Bedi Market Yard)નું આજે મંગળવારે મતદાન થઇ રહ્યું છે. જેમાં ખેતી વિભાગની 10 અને વેપારી વિભાગની 4 સહિત 14 બેઠકો માટે મતદાન યોજાઇ રહ્યું છે. આજે મંગળવારે સવારે 9 કલાકથી મતદાન શરૂ થયું છે. જે સાંજે 5 કલાક સુધી યાર્ડ ખાતે મતદાન પ્રક્રિયા ચાલશે.
રાજકોટ (Rajkot)ના બેડી માર્કેટ યાર્ડમાં મતદારોની લાંબી લાઇનો લાગી
બેડી માર્કેટ યાર્ડની 14 બેઠક માટે 32 ઉમેદવારો વચ્ચે જંગ ચાલી રહ્યો છે. ત્યારે આજે મંગળવારે 9 કલાકથી મતદાન શરૂ થતા મતદારોની લાંબી લાઇનો લાગી છે. 2032 મતદારો પોતાનો કિંમતી મત આપી રહ્યાં છે. ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રારના માર્ગદર્શન હેઠળ ચૂંટણીની સમગ્ર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં ખેતી વિભાગમાં 10 બેઠકો માટે 22 ઉમેદવારો અને 1462 મતદારો છે. જ્યારે વેપારી વિભાગમાં 4 બેઠકો માટે 10 ઉમેદવારો અને 570 મતદારો છે. જે મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી આવતીકાલે બુધવારે સવારે 9 કલાકથી શરૂ થશે.
“યાર્ડમાં ભાજપ જીતશે” : રાદડિયા
આ પણ વાંચો: ઉપલેટાના ગઢાળામાં વિદ્યાર્થિનીઓ જીવના જોખમે કોઝવે પાર કરી સ્કૂલે જવા મજબૂર
રાજકોટ (Rajkot)ના બેડી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં આવતીકાલે મતગણતરી
ઉલ્લેખનિય છે કે, ચૂંટણી પ્રચાર વખતે જોવા મળેલો ઉત્સાહનો માહોલ જો મતદાનમાં પણ જળવાય રહે તો ભાજપ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય થઇ શકે છે.જ્યારે વેપારી વિભાગમાં ભાજપ સમર્થિત પેનલ અને વેપારી હિતરક્ષક પેનલ ઉપરાંત અન્ય બે સ્વતંત્ર ઉમેદવારો સહિત 10 ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે હવે રાજકોટ યાર્ડમાં સત્તા પરિવર્તન થાય છે કે પુનરાવર્તન? તે તો ગઇકાલે બુધવારે પરિણામ આવ્યા બાદ જ જાણ થશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4