Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 18.
Homeન્યૂઝગાંધીનગર મનપાની ચૂંટણીનું મતદાન શરૂ, 162 ઉમેદવારોનું ભાવિ થશે કેદ

ગાંધીનગર મનપાની ચૂંટણીનું મતદાન શરૂ, 162 ઉમેદવારોનું ભાવિ થશે કેદ

gandhinagar elecion
Share Now

ગાંધીનગર મનપાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. ગાંધીનગર મનપાના કુલ 11 વોર્ડમાં 44 બેઠકો પર મતદાન શરૂ થઇ ગયું છે. આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયું છે. વહેલી સવારથી જ મતદારો ઉત્સાહ પૂર્વક મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા હતા. સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે. અને પાંચ તારીખે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

પાંચ ચૂંટણી અધિકારીઓ રાખશે ચાંપતી નજર

આજ રોજ ગાંધીનગર મનપાની ચૂંટણી છે. ત્યારે વહેલી સવારથી જ મતદારો મતદાન મથક પર પહોંચ્યા હતા. મનપાની ચૂંટણી માટે કુલ 317 કંટ્રોલ યુનિટ અને 461 બેલેટ યુનિટ ફાળવવામાં આવ્યા છે. મતદાનની પ્રક્રિયા દરમ્યાન પાંચ ચૂંટણી અધિકારી, 1775 પોલિંગ સ્ટાફ ફરજ પર હાજર રહેશે. ગઈ કાલે શનિવાર સવારથી જ તમામ મતદાન મથકો પર ઈવીએમ સહિતની સામગ્રી પહોંચાડી દેવામાં આવી હતી.

gandhinagar election

આ પણ વાંચો:ગાંધીનગર મનપાની ચૂંટણી સીએમ ભૂપેન્દ્ર પટેલ માટે મોટો પડકાર

ગાંધીનગરમાં આશરે 3 લાખ જેટલા મતદારો

આજે ગાંધીનગર મનપાની ચૂંટણી છે. અને વહેલી સવારથી જ મતદારો મતદાન મથકે પહોંચી ગયા હતા. ગાંધીનગરમાં કુલ 2,81897 જેટલા મતદારો છે. જેમાં સ્ત્રી મતદારોની સંખ્યા 1,36,758, પુરુષ મતદારોની સંખ્યા 1,45,130 અને અન્યના 9 મતદારોનો સમાવેશ થાય છે. ગાંધીનગર મનપાની હદનું વિસ્તરણ કર્યા બાદ મનપામાં 18 ગામડા અને પેથાપુર પાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે નવા સીમાંકન થયા બાદ મનપામાં 1 વોર્ડ થયા છે. આમ એક વોર્ડમાં 4 કોર્પોરેટર એમ આ વખતે 44 કોર્પોરેટર ગાંધીનગર મનપાને મળશે. કુલ 44 બેઠકોમાંથી અનુસૂચિત જાતિ માટે પાંચ બેઠકો અનામત રાખવામાં આવી છે. જેમાંથી ત્રણ બેઠકો મહિલા અનામત છે. તેમજ અનુસૂચિત જનજાતિ માટે એક બેઠક અનામત રાખવામાં આવી છે.

પાંચ તારીખે આવશે પરિણામ

ગાંધીનગર મનપાની 11 વોર્ડની 44 બેઠકો પમાટે આજે મતદાન થઇ રહ્યું છે. 44 બેઠકો માટે 162 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ગાંધીનગર મનપા ચૂંટણી માટે 284 જેટલા મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. પાંચ ચૂંટણી અધિકારીઓ, 1270 પોલીસ કર્મચારીઓ ,1775 પોલિંગ સ્ટાફ હાજર છે. પાંચ ઓક્ટોબરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment