Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / June 26.
Homeએન્ટરટેઈન્મેન્ટવહીદા રહેમાને કર્યો દેવ આનંદ વિષે મોટો ખુલાસો: આ રીતે કરતાં હતા હિરોઈનને ટચ

વહીદા રહેમાને કર્યો દેવ આનંદ વિષે મોટો ખુલાસો: આ રીતે કરતાં હતા હિરોઈનને ટચ

waheeda rehman about dev anand
Share Now

દેવ આનંદ હિન્દી સિનેમાના અગ્રણી અભિનેતાઑમાંના એક હતા. તે જે રીતે ચાલતા હતા,બોલતા હતા અને તેની ફિલ્મોમાં અભિનય કરતાં હતા, તે જોઈને તેના ચાહકો તેમના દિવાના થઈ ગયા હતા. તે સમયે, તેના જે પ્રકારનું ફેન ફોલોઈંગ હતું તે માત્ર આઇકોનિક જ નહીં પણ અસાધારણ પણ હતું. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, વહીદા રહેમાને જણાવ્યું કે અન્ય કલાકારો તેમના સ્પર્શની તુલના દેવ સાબ સાથે કેવી રીતે કરતા હતા.

દેવ સા’બ અને વહીદા જી (waheeda rehman and dev anand) બંનેએ એકસાથે અનેક બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું હતું અને આપણને હિન્દી સિનેમાના સૌથી યાદગાર ગીતો અને પાત્રો આપ્યા છે.

આ પણ વાંચો: નેહા કક્કર રોડ પર 500-500 રૂપિયાની નોટ વહેંચી રહી હતી, પણ પછી અચાનક…

waheeda rehman about dev anand (1)

જાહેરમાં સીન કરવાને લઈને ચિંતિત હતા દેવ આનંદ 

વહીદા રહેમાને એક ઇંટરવ્યૂમાં સ્વર્ગસ્થ અભિનેતા દેવ આનંદ વિશે કેટલાક રસપ્રદ કિસ્સાઓ જાહેર કર્યા. 1965માં ‘ગાઈડ’ માટે શૂટિંગ કરતી વખતે, ‘આજ ફિર જીને કી તમન્ના હૈ’ ગીત (waheeda rehman and dev anand songs) પહેલાં એક શૉટ હતો જેને રેહમાને યાદ કરીને કહ્યું, “આજ ફિર જીને કી તમન્ના હૈ ગીત પહેલાંનો બીજો એક સીન હતો, જે ઉદયપુરમાં રોડ પર શૂટ કરવામાં આવ્યો હતો. આ દ્રશ્યમાં હું રાજુને કહી રહી છું, “ઘુંઘરૂ બાંધો!” દેવ સાહેબે પછીથી મને કહ્યું, “મને જાહેરમાં સીન શૂટ કરવામાં અજીબ લાગ્યું. પણ તમે તો બિન્દાસ હતા.  તમે કોનશીયસ નથી થઈ જતાં?” મેં કહ્યું કે જો હું આટલી બધી પરેશાન થવું તો કેટલા બધા રિટેકની જરૂર પડી હોત. આપણે ફક્ત બે જ છીએ એવું માનીને મેં ચાલુ અને બંધ કર્યું.”

આ પણ વાંચો: અક્ષયને છોડીને કેમ રણબીર કપૂર સાથે કામ કરવા માંગે છે ધનુષ?

 

આવી રીતે એક્ટ્રેસને મળતા દેવ આનંદ(Wheeda Rehman about Dev Anand)

દેવ આનંદના જેન્ટલમેન વર્તન માટે વખાણ કરતાં વહીદા રહેમાને કહ્યું, “જ્યારે પણ તેઓ નંદા, સાધના, આશા (પારેખ) અથવા મારા સહિત તેમની નાયિકાઓને મળતા ત્યારે દેવ સાબ પ્રેમથી અમારા ખભા પર હાથ મૂકતા. પરંતુ અમે છોકરીઓએ તેને ક્યારેય વાંધો લીધો ન હતો કારણ કે તેમની આટલી ક્લીન વાઈબ હતી. પરંતુ જો અન્ય લોકો તેમ કરતા, તો અમે પાછા ખસી જતા. હીરો ટીકા કરતાં અને કહેતા, “અરે વાહ, તમને દેવ સાહેબ સામે વાંધો નથી. પરંતુ જ્યારે અમે થોડાક નજીક આવીએ છીએ, ત્યારે તમે દૂર થઈ જાવ છો.” કેટલાક લોકોમાં તેને લઈને અણગમો હતો. જો તેઓ હાથ પકડશે તો તેઓ તમારો હાથ છોડશે નહીં… પણ દેવ સાહેબે મને સલામતીનો અહેસાસ કરાવ્યો. તેથી જ મેં તેને ‘ડિસેન્ટ ફ્લર્ટ’ કહ્યો હતો.”

દેવ આનંદ અને વહીદા રહેમાનના આવા અનેક કિસ્સા છે, જે જાણવા માટે જોડાયેલા રહો ઓટીટી ઈન્ડિયા સાથે.

આ પણ વાંચો: ઓહો! આખરે મળી ગયો જેઠાલાલની દીકરીના લગ્નનો સિક્રેટ વિડીયો, તમે જોયો?

 

ફિલ્મી અને ટીવી દુનિયાથી અપડેટેડ રહેવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment