Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeટ્રાવેલડાંગ દર્શનઃ ગિરાનો રવ જાણે છે સવ,જે નથી જાણતો તે જીવન નથી માણતો

ડાંગ દર્શનઃ ગિરાનો રવ જાણે છે સવ,જે નથી જાણતો તે જીવન નથી માણતો

Share Now

સહ્યાદ્રિના પર્વતો નામ તો હજારો વાર સાંભળ્યું હશે. સહ્યાદ્રિ પર્વતનો અર્થ થાય છે ભલાઈ કરનારા પર્વત. અને આ પર્વતોથી ઘેરાયેલો છે ડાંગ જિલ્લો. તેના કુદરતી સૌંદર્ય માટે સદાકાળ માટે વખણાય છે તેનો (Gira Waterfall) ગિરા ધોધ. સહ્યાદ્રિની પર્વતમાળાથી ગૂંથાયેલો અને વનરાજીથી છલકાતા રમણીય સ્થળ એવા ડાંગ જિલ્લામાં કુદરતે છુટા હાથે સૌંદર્ય પાથર્યું છે. ડુંગરો અને કોતરોમાંથી નીકળતા ઝરણાં અતિ રઢિયામણા લાગે છે. ડાંગમાં નાના-મોટા મળી 50 થી વધુ ધોધ આવેલા છે. જેમાં ગિરા પર્યટકોનો અતિપ્રિય પ્રેમ છે.

આ પણ વાંચો : હવામાં પક્ષીઓનો શિકાર કરતી બિલાડી!

(Gira Waterfall) ગિરા ધોધ વઘઈથી માત્ર 4 કિ.મી. જ દૂર છે. વઘઈથી સાપુતારા જવાને રસ્તે 2 કિ.મી. જેટલું ગયા પછી, સાઈડમાં ધોધ તરફ જવાનો રસ્તો પડે છે. આ સાઈડના રસ્તે બીજા 2 કિ.મી. જાવ એટલે અંબિકા નદીના કિનારે પહોંચી જવાય. કિનારેથી જ ધોધનાં દર્શન થાય છે. ધોધ પડ્યા પછી નદી વળાંક લે છે. કિનારેથી નદીની રેતીમાં ઉતરીને, ખડકાળ પથ્થરોમાં પાંચેક મિનીટ જેટલું ચાલીને ધોધની બિલકુલ સામે પહોંચાય છે. અહીં ખડકો પર જ ઊભા રહીને ધોધ જોવાનો અને ધોધનો કર્ણપ્રિય અવાજ સંભાળવાનો. ધોધના ફોટા પાડવા માટે આ સરસ જગ્યા છે.

gira-waterfall

વઘઈના આંબાપાડા નજીક આવેલા આ વિશાળકાય ધોધના નામ પાછળ એક ચોક્કસ કારણ છે. નામ એક નદી ઉપરથી પડ્યું છે. મહારાષ્ટ્રના જંગલો અને પર્વતોને ચિરતી ગિરા નદી ડાંગ સુધી પહોંચે છે. અહીં આબાંપાડા નજીક એક ઊંચા ખડક પરથી આ નદી સીધી નીચે અંબિકા નદીમાં ખાબકે છે. ગિરા નદીના નામ પરથી જ આ વોટરફોલને ગિરા ધોધ નામે ઓળખવામાં આવે છે. ધોધ સ્વરૂપે નીચે પડતા પહેલા તેના પાણીને રોકવા ચેક ડેમ પણ બનાવવામાં આવ્યો છે. ચોમાસામાં નદીમાં પાણીનો જથ્થો વધતાં ચેક ડેમ ઓવરફલો થઈ ધોધ સ્વરૂપે ગિરા નદી નીચે પડી અંબિકામાં સમાઈ જાય છે. અહીંથી અંબિકા નદી અનેક નાની મોટી નદીઓને પોતાનામાં સમાવતી બીલીમોરા પાસે અરબી સમુદ્રને મળે છે.

Gira Waterfall

વરસાદની ઋતુમાં જાણે પ્રકૃતિ અહીં જ રહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. આસપાસની દરેક જગ્યાએ કુદરતી સૌંદર્ય જોવા મળે એવું લાગે કે ડાંગની ધરતીએ લીલી ચાદર ઓઢી લીધી. વરસાદ બાદ અહિંયાના આદીવાસીઓ માટે જીવન ખુબ જ આસાન થઈ જાય છે. તેમના માલ-ઢોર માટે પુરતી માત્રામાં લીલો ચારો મળી જાય છે. પુરો ડાંગ જિલ્લો પહાડોથી ઘેરાયેલો હોવાથી પાણીની તકલીફ થાય છે. પરંતુ વરસાદ બાદ પાણીની સમસ્યા નથી રહેતી. દરેક જગ્યાએ પાણી આસાનીથી મળી શકે છે. જેથી ખેતરોમાં મબલક પાક થાય છે.

વરસાદના મૌસમમાં આ ધોધની આસપાસ લાખોની સંખ્યામાં પર્યટકો ઉમટી પડે છે. ધોધની આસપાસ ઘણાં જ પ્રકારની જીવસૃષ્ટી જોવા મળે છે. વરસાદ બાદ ઉગી નીકળેલા ઘાસમાં ઘણા જ પ્રકારના પતંગીયા જોવા મળી જાય છે. જ્યારે આકાશમાં પણ ઘણાં પ્રકારના પક્ષીઓ ઉડતા નજરે પડી જાય છે.

આ પણ વાંચો : ભારતના પશ્ચિમી ઘાટના ડાંસ કરતાં દેડકાં!

આ ધોધની પાસે જવાની મનાઈ છે કારણ કે અહિંયા ઘણાં બધા લોકો ડૂબીને મરી ચુક્યા છે.  આ માટે એક મોટી દોરી બાંધીને રાખવામાં આવી છે. જેથી લોકો આગળ ન જાય. તો ઘણી જ જગ્યાએ આ રોપથી આગળ ન જવાનો આદેશ પણ લખવામાં આવ્યો છે. દરેક પ્રવાસીની ઈચ્છા હોય છે કે તે ગિરા ધોધના દર્શન કરે. (Gira Waterfall) ગિરા ધોધની યાદો દરેક સાથે શેર કરે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment