Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / November 26.
Homeન્યૂઝSurendranagar: ગેડિયા ગેંગના વોન્ટેડ પિતા-પુત્રનું એન્કાઉન્ટર

Surendranagar: ગેડિયા ગેંગના વોન્ટેડ પિતા-પુત્રનું એન્કાઉન્ટર

Surendranagar
Share Now

સુરેન્દ્રનગર (Surendranagar)સહિત અનેક જિલ્લાઓમાં ગુનાખોરી સાથે જ સંકળાયેલા ગેડિયા ગેંગના પિતા-પુત્રનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. સુરેન્દ્રનગરના માલવણ નજીક પોલીસ એન્કાઉન્ટરમાં વોન્ટેડ આરોપી મુન્નો અને તેના પુત્ર મદીન ઠાર મરાયા છે. બંને સામે 86થી વધુ ગુના નોંધાયા છે. જેમાંથી 59 ગુનામાં તેઓ પકડાયા નથી. જોકે, પોલીસના એન્કાઉન્ટર પર પરિવારજનોએ સવાલ ઉઠાવ્યા હતા અને ન્યાય ન મળે ત્યા સુધી બંનેના મૃતદેહ લેવાનો ઈન્કાર કર્યો હતો.

Surendranagar જિલ્લામાં પેટ્રોલિંગ દરમિયાન પિતા-પુત્રને ઠાર માર્યા

સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસની ટીમ માલવણ ચોકડી પાસે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે વોન્ટેડ હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના પુત્ર મદીને પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. બંને પોલીસ હિરાસતમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમના પર ફાયરિંગ કર્યુ હતું. જેમાં બંને ઠાર મરાયા છે, બંને આરોપીઓ કુખ્યાત ગેડિયા ગેંગના સભ્યો હતો.

આ પણ વાંચો: સુરતના પરિવારે ભાઈબીજના દિવસે જ બે દીકરા ગુમાવ્યા, તાપી નદીમાં ડૂબી જવાથી મોત

પોલીસને ગુજસીટોકના ફરાર આરોપી હનીફખાન ગેડીયા હોવાની બાતમી મળતા પોલીસની ટીમ આરોપીને પકડવા ગેડિયા ગામ ગઈ હતી. જ્યાં આ ઘટના બની છે. પોલીસ ટીમ ત્યાં પહોંચતા જ હનીફ ખાને પોલીસ પર ફાયરિંગ કર્યુ હતુ. જે બાદ પોલીસે સ્વ-બચાવમાં ફાયરિંગ કરતા પિતા હનીફ અને પુત્ર મદિનને ગોળી લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બીજી તરફ, ઘટનાની જાણ થતા જ બંને આરોપીના પરિવારજનો પોલીસ સ્ટેશન ખાતે દોડી આવ્યા હતા. આરોપીના પરિવારજનોએ આ એન્કાઉન્ટર પર સવાલો ઉઠાવ્યા હતા. આ સાથે જ ન્યાય ન મળે ત્યાં સુધી હનીફ અને મદીનનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.

Surendranagar જિલ્લામાં અધધ… ગુનાઓ આચર્યા હતા

ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલા ગેડિયા ગામની ગેંગ 123 ગુનાઓ આચરી ચુકી છે. ગુજરાતના 7 જિલ્લામાં આતંક મચાવીને નાગરિકોને બાનમાં લેનારાઓને પકડવા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુજસીટોક ગુનો દાખલ કર્યો છે.

PSI એ કર્યું ફાયરિંગ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment