Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / November 27.
Homeન્યૂઝપ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટમાં વોર્નરનું નામ બોલતાની સાથે જ અખ્તર ગુસ્સે થયો, જાણો તેનુ કારણ

પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટમાં વોર્નરનું નામ બોલતાની સાથે જ અખ્તર ગુસ્સે થયો, જાણો તેનુ કારણ

Shoaib Akhtar
Share Now

T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને 8 વિકેટથી હરાવી સૌ પ્રથમવાર ટાઈટલ પોતાને નામ કર્યું છે. કાંગારૂ ટીમની યાદગાર જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ડેવિડ વોર્નરને ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ના અવોર્ડથી સન્માનિત કરાયો છે. જોકે, આ તમામ વચ્ચે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar)ને આ વાત નહોતી ગમી અને તેણે બાબર સાથે અન્યાય થયો હોવાની વાત કહી હતી.

પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ (Player of the Tournament)થી Shoaib Akhtar નારાજ

ડેવિડ વોર્નર (David Warner)ને ‘પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ’ના અવોર્ડથી સન્માનિત કરાયા બાદ અખ્તરે સોશિયલ મીડિયામાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો અને કહ્યું હતું કે બાબર આઝમ સાથે પક્ષપાત થયો છે. અખ્તરના જણાવ્યાં અનુસાર, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો આ અવોર્ડ પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને મળવો જોઈતો હતો. ફાઇનલ બાદ પ્રેઝેન્ટેશન સેરેમનીમાં ડેવિડ વોર્નરને અવોર્ડ અપાયો તેની ગણતરીની સેકન્ડમાં શોએબે ટ્વીટ કરી લખ્યું હતું કે, હું ઘણો ઉત્સુક હતો કે આ અવોર્ડ બાબર આઝમને મળશે. પરંતુ આ એક પક્ષપાત સમાન નિર્ણય છે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ભાન ભૂલ્યા, જીતની ખુશીમાં બૂટમાં બિયર નાખીને પીધો

T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન ટીમની સેમીફાઇનલ (Semi finals)સુધી પહોંચવાની સફરમાં કેપ્ટન બાબર આઝમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. બાબરે 6 મેચમાં 60.60ની એવરેજ અને 126.25ના સ્ટ્રાઈક રેટ સાથે કુલ 303 રન કર્યા છે. તે દરમિયાન 6 મેચમાં બાબરે 4 અર્ધસદી ફટકારી હતી. પાકિસ્તાન ટીમને સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ 5 વિકેટથી હરાવ્યુ હતું.

વોર્નરનો સ્કોર શું છે?

ઓસ્ટ્રેલિયા (Australia)ને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા ટીમ ઓપનર ડેવિડ વોર્નરનો મહત્ત્વપૂર્ણ ભાગ રહ્યો છે. ડેવિડે 7 મેચમાં 48.17ની એવરેજથી કુલ 289 રન કર્યા છે. ફાઇનલમાં વોર્નરે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 38 બોલમાં 53 રનની ઈનિંગ રમી હતી, જ્યારે સેમીફાઇનલમાં પાકિસ્તાન (Pakistan)વિરૂદ્ધ 30 બોલમાં 49 રન કર્યા હતા. તો વિન્ડિઝ વિરૂદ્ધ વોર્નરે 56 બોલમાં 89 રન કર્યા હતા.

અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment