Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeએન્ટરટેઈન્મેન્ટ‘હમ ફિરસે મુશ્કુરાયેગે’: કઠિન સમયમાં દેશને એકઝુટ થવાનો સંદેશ આપતુ સ્વતંત્રતા એથંમ રિલીઝ

‘હમ ફિરસે મુશ્કુરાયેગે’: કઠિન સમયમાં દેશને એકઝુટ થવાનો સંદેશ આપતુ સ્વતંત્રતા એથંમ રિલીઝ

Hum Hindustani
Share Now

દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે એક વાઇરસે માણસનું ઘરથી બહાર નીકળવાનું જાણે બંધ જ કરી દેવાયુ છે, દેશની જનતાને ઓફિસ જવા રોજી રોટી કમાવવા માટે મહેનત કર્યા વગર જાણે છુટકો નથી, પણ દેશ અને દેશના લોકોએ જે કોરોનાની મહામારીમાં ફેસ કર્યું છે, તેનું વર્ણન આપણે ન કરી શકીએ, પણ બોલીવુડના એક નાના પ્રયાસ દ્વારા 15 મી ઓગસ્ટ માટે એક સોન્ગ (Hum Hindustani) બનાવવામાં આવ્યુ છે, જે (Hum Hindustani) સોન્ગ આજે રિલીઝ થઇ ગયુ છે, યે લમ્હે બિત જાયેગે.. હમ ફિરસે મુશ્કુરાયેગે…દેખ લેના…સોન્ગની લાઇન જ ખુબ જ સુંદર છે.  

યે લમ્હે બિત જાયેગે.. હમ ફિરસે મુશ્કુરાયેગે…દેખ લેના…

song

Image Courtesy: Hum Hindustani-

હમ હિન્દુસ્તાની સોન્ગમાં કોરોનાના સમયમાં લોકોએ જે ફેસ કર્યું છે તેના દ્રશ્યો છે, ગીત માં કોરોના સામે લડવાની વાત કરવામાં આવી છે. યે લમ્હે બિત જાયેગે.. હમ ફિરસે મુશ્કુરાયેગે…દેખ લેના…સોન્ગ પ્રિયંકા શર્મા અને પારસ મહેતા દ્વારા નિર્મિત છે.

સોન્ગ આપી રહ્યું છે આ મેસેજ

આજના કઠિન સમયમાં દેશને એકઝુટ થવાનો તથા સંગીતના માધ્યમ દ્વારા આવતી કાલ સારી બનાવવાની આશા જગાવવાનો મેસેજ આપી રહ્યું છે.

લતા મંગશકર (Lata Mangeshkar,), અમિતાભ બચ્ચન (Amitabh Bachchan), અનિલ અગ્રવાલ(Anil Agarwal), સોનુ નિગમ (Sonu Nigam), કૈલાશ ખેર, શબ્બીર કુમાર(Shabbir Kumar ), અલકા યાગ્નિક(Alka Yagnik), શ્રદ્વા કપુર, સોનાક્ષી સિંન્હા, શ્રૃતિ હસન, તારા સુતરિયા, અંકિત તિવારી, સિદ્વાર્થ કપુર અને જન્નત જુબેર, Padmini Kolhapure જેવા ઉમદા કલાકારોને પોતાનો મધુર અવાજ આ ગીતમાં આપ્યો છે. હમ હિન્દુસ્તાની નામ જ ઘણુ કહી દે છે, એકતા, દેશભક્તિ અને આશા તેમજ વિશ્વાસને વધારો આપતુ આ સોન્ગ દેશની હસ્તિયોએ કોલેબરેટ કર્યું છે.

 

પદ્મિની કોલ્હાપુરી શાનદાર ગીતના લોન્ચ બાદ કહે છે, કે, મારા માટે આ ખુશીની વાત છે, કે મારા પુત્ર પ્રિયાંક કોલ્હાપુરની સાથે પારસ મહેતા સંગીતની વિરાસતને આગળ લઇ જઇ રહ્યાં છે. પ્રિયાંકનું કહેવુ છે કે, દિગ્ગજ એકટર્સ, જે આ એંથમમાં પહેલીવાર એકસાથે આવી રહ્યાં છે, નિશ્ચિત રુપથી દેશ અને દુનિયા માટે અમારી ભાવનાઓને એકઝુટ કરીશું. આ એંથમનું પોસ્ટર પણ કાલેજ રિલીઝ થયુ હતુ, 

ગીતને વેદાંતા ગ્રુપના અનિલ અગ્રવાલ ફાઉંડેશને સપોર્ટ કર્યો છે. મિસ્ટર એન્ડ મિસેઝ ફિલ્મ્સ દ્વારા નિર્દેશિત છે. સંગીત નિર્દેશન દિલશાદ શબ્બીર શેખે ગીતકાર અને સંગીતકાર કશિશ કુમારનો સાથ આપ્યો છે.

 

આ પણ વાંચો:  હોલિવુડની ફિલ્મ જુરાસિક પાર્કમાં કામ કરવાની શા માટે ના પાડી હતી શ્રી દેવીએ?    

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment