Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeએન્ટરટેઈન્મેન્ટ“હું ચુપ રહીશ,બસ પણ મારા બાળકોની પ્રાઇવસીનું ધ્યાન રાખો” :શિલ્પા શેટ્ટી

“હું ચુપ રહીશ,બસ પણ મારા બાળકોની પ્રાઇવસીનું ધ્યાન રાખો” :શિલ્પા શેટ્ટી

_Shilpa Shetty
Share Now

એન્ટરટેન્મેન્ટ: પોર્ન ફિલ્મો બનાવવા અને તેને એપ પર અપલોડ કરવાની બાબતમાં બિઝનેસમેન રાજકુન્દ્રાની ધરપકડ થઇ છે, જે બાદ હવે કેસમાં એક પછી એક પુરાવાઓ મળ્યા બાદ કેસ વધુ સ્ટ્રોગ  બનતો જાય છે, પણ સાથે સાથે શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ને પણ પતિના કારણે ખરાબ સમય જોવો પડી રહ્યો છે, જેના કારણે શિલ્પા શેટ્ટી ઇમોશનલી એકલા પણ પડી ગયા છે, સાથે સાથે પોતાની ટ્રોલિંગને લઇને પણ શિલ્પાએ (Shilpa Shetty) પોસ્ટ કરી છે.

Rajkundra

Image Courtesy: @Shilpa Shetty

એક લાંબી પોસ્ટ કરીને શિલ્પાએ પોતાનું સ્ટેટમેન્ટ લખ્યુ છે, જેમાં “હા, પાછલાં થોડા દિવસો અમારા માટે મુશ્કેલીભર્યા રહ્યાં છે, ઘણી અફવાઓ અને આરોપો અમારા પર લાગી રહ્યાં છે, ઘણા શુભચિંતકોએ અમારા વિશે ઘણી વાતો કહી છે.મને નહી પણ મારા પરિવારને પણ ટ્રોલ કરી રહ્યાં છે, મારુ સ્ટેન્ડ આજ છે કે હું આ મેટરમાં ચુપ જ છુ અને રહીશ, જેથી તમે મારા વિશે ખોટી અફવાઓ ન ફેલાવો.”

 

વધુમાં શિલ્પાએ પોતાની પોસ્ટમાં લખ્યુ છે કે, “ એક સેલિબ્રિટિના રુપમાં મારી ફિલોસોફી છે કે, નેવર કમ્પ્લેઇન, નેવર એક્સપ્લેઇન…હું ફક્ત એટલું જ કહીશ કે, તપાસ ચાલી રહી છે, તેમજ મને ભારતીય કાનુન અને મુંબઇ પોલીસ પર ભરોસો છે, તપાસ ચાલી રહી છે, અને અમે પણ કાનુનની મદદ લઇ રહ્યાં છે. ”

પોતાના પરિવારની વાત કરતાં શિલ્પા શેટ્ટી જણાવે છે કે, “ એક મા ના રુપમાં હું તમને વિનંતી કરુ છુ કે, મારા બાળકો માટે અમારી પ્રાઇવસીનું ધ્યાન રાખો, સાથે જ અધુરી તપાસમાં કોઇ કોમેન્ટ કરતાં પહેલાં વિચારજો. હું 29 વર્ષથી મારા કામમાં મહેનત કરી રહી છુ, તેમજ કાનુનનું પાલન કરી રહી છુ, મીડિયા ટ્રાયલ ડિઝર્વ નથી કરતા, કૃપયા કાનુનને પોતાનું કામ કરવા દો, સત્ય મેવ જયતે..”

Raj kundra

Image Courtesy: ANI

શિલ્પા શેટ્ટીના પતિ રાજકુન્દ્રાને 19 જુલાઇના રોજ પોર્ન ફિલ્મોમાં મુંબઇ પોલીસ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કર્યા બાદ. શર્લિન ચોપડા અને પુનમ પાંડે જેવી અભિનેત્રીઓએ આરોપો લગાવ્યા હતા.   

આ કેસમાં મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને રાજકુનદ્રાની ઓફિસમાંથી 48 TB ડેટા રિકવર કર્યો છે. જેમાંથી કુલ 51 પોર્નફિલ્મો જપ્ત કરવામાં આવી છે, આ સાથે તેને ડિલિટ કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો, રાજ કુન્દ્રા અને રાયન થોરેપેની ધરપકડ એટલા માટે કરવામાં આવી કારણ કે તે લોકો પુરાવાઓનો નાશ કરતા હતા, આ સિવાય તે પોતાના વોટ્સઅપ ગૃપ અને ચેટ પણ ડીલીટ કરવાનું શરુ કર્યું હતુ. હવે આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે હજી સુધી શિલ્પા શેટ્ટીને પોર્નોગ્રાફી કેસમાં ક્લિન ચીટ આપી નથી.

 

આ પણ વાંચો: પોર્નોગ્રાફી કેસ: રાજકુન્દ્રાની મુશ્કેલીઓ વધી, બે એપમાંથી 51 અશ્લીલ ફિલ્મો મળી

No comments

leave a comment