Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeડિફેન્સજો બાયડનની ચેતવણી, અમે માફ નહીં કરીએ. તેમને શોધીશું, મારીશું અને તેમના કર્મની સજા આપીશું

જો બાયડનની ચેતવણી, અમે માફ નહીં કરીએ. તેમને શોધીશું, મારીશું અને તેમના કર્મની સજા આપીશું

jo biden
Share Now

કાબુલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 13 અમેરિકન સૈનિકો શહીદ થયા બાદ અમેરિકા અફઘાનિસ્તાનમાં ફરી સક્રિય થયું હોય તેવું લાગે છે. રાષ્ટ્રપતિ જો બાઈડેને સ્પષ્ટ કહ્યું છે કે અમે તેમને માફ કરીશું નહીં, અમે આં આતંકી હુમલો કરનારાઓને પકડી પકડીને મરીશું અને સજા કરીશું. બાઈડેને એમ પણ કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં અમારું મિશન હજી પૂરું થયું નથી.

બાયડને હુમલાખોરોન ચેતવણી આપી 

કાબૂલના હુમલાખોરોને ચેતવણી આપતા અમેરિકન રાષ્ટ્રપતિ જો બાયડને કહ્યું કે અમે માફ નહીં કરીએ. અમે નહીં ભૂલીએ. અમે તેમને શોધીશું, મારીશું અને તેમના કર્મની સજા આપીશું. રાષ્ટ્રપતિ બાયડને કહ્યું કે અમે અફઘાનિસ્તાનથી અમેરિકન નાગરિકોને બચાવીશું. અમે અમારા અફઘાની સહયોગીઓને કાઢીશું અને અમારું મિશન ચાલુ રાખીશું.હવે શિકાર અમે કરીશું અને આતંકીઓએ આ મોતની કિંમત ચૂકવવી પડશે. આ સાથે જ બાઈડેને કહ્યું કે અમે અફઘાનિસ્તાનના નાગરિકોને બચાવીશું. અમે કાબુલમાંથી અફઘાની લોકોને બહાર કાઢવાનું મિશન ચાલુ જ રાખીશું. રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે કાબુલ એરપોર્ટની બહાર થયેલા હુમલામાં માર્યા ગયેલા અમેરિકન સૈનિક હીરો હતા. તે અન્ય લોકોના જીવ બચાવવા માટે એક ખતરનાક અને નિસ્વાર્થ મિશનમાં રોકાયેલા હતા.

આ પણ વાંચો : કાબુલ એરપોર્ટ બહાર બ્લાસ્ટમાં ૧૨ અમેરિકી કમાન્ડો સહીત ૬૦ થી વધુના મોત

બાઈડેને કહ્યું- સ્થળ પણ અમારું જ પસંદ કરેલું હશે અને સમય પણ અમારો જ હશે

જો બાઈડેને કહ્યું કે જો કેટલાક કારણો પર વિશ્વાસ કરવામાં આવે તો અમેરિકા જાણે છે કે આ હુમલાનો આદેશ આપનાર ISISનો નેતા કોણ હતો. તે જ્યાં પણ હોય, મોટા લશ્કરી ઓપરેશન વગર પણ અમે તેને પકડીશું. બાઈડેને એમ પણ કહ્યું છે કે તેમણે લશ્કરી કમાન્ડરોને ISIS-K પર સ્ટ્રાઈક કરવાનું યોજના બનાવવા માટે કહ્યું છે. તેમણે કહ્યું, “હવે અમે અમારું પસંદ કરેલ સ્થળ અને સમય પર જવાબ આપીશું.”

ISIS એ હુમલાની જવાબદારી સ્વીકારી લીધી

અફઘાનિસ્તાનના કાબૂલ એરપોર્ટ બ્લાસ્ટમાં 72થી વધારે લોકોના મોત થયા છે. જેમાંથી 13 અમેરિક નૌસૈનિકો સામેલ છે. એક તરફ જ્યાં ISIS એ હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે. ત્યારે બીજી તરફ તાલિબન જે આનું ઠીકરુ અમેરિકાના માથે ફોડી રહ્યું છે. કાબૂલ વિસ્ફોટ કરનારા આતંકવાદીઓએ ખરી ખોટી સંભળાવાની જગ્યાએ તાલિબાન અમેરિકાને જ આ હુમલા માટે જવાબદાર ગણાવી રહ્યું છે . તાલિબાને કહ્યું કે અમેરિકન સૈનિકોઓ પોતાના સામાનને નષ્ટ કરવા માટે વિસ્ફોટ કરાવ્યા છે.

ગત કેટલાક દિવસ પહેલા અફઘાનિસ્તાનને પોતાના કન્ટ્રોલમાં કરનારા તાલિબાનના પ્રવક્તા જબીબુલ્લાહે મુઝાબિદે ટ્વીટ કરી કહ્યું કે કાબૂલમાં સાંજે અનેક વિસ્ફોટનો અવાજ આવ્યો. કાબૂલ એરપોર્ટની અંદર અમેરિકન સૈનિકોએ પોતાના સામાનને નષ્ટ કરવા માટે વિસ્ફોટ કર્યા. કાબૂલ વાસી આનાથી જરાય પણ ગભરાય નથી. ત્યારે સમાચાર એજન્સી મુજબ તાલિબાને કાબૂલ હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે કે આ એ વિસ્તારમાં થયું છે જે અમેરિકન સૈનિકોના નિયંત્રણમાં છે. તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુઝાહિદે કહ્યું કે અમનું સંગઠન ગુરુવારે થયેલા હુમલાની સખત નિંદા કરે છે. અને સુરક્ષા પર પુરૂ ધ્યાન આપી રહ્યું છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment