Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeડિફેન્સWeapon Series: ભારતીય સેનાના હાથમાં ‘દુશ્મનોનો કાળ’ SIG 716

Weapon Series: ભારતીય સેનાના હાથમાં ‘દુશ્મનોનો કાળ’ SIG 716

SIG 716
Share Now

ભારતીય સેના માટે અમેરિકન બનાવટની SIG-716 રાઈફલની ખરીદી કરવામાં આવી છે. SIG 716 Rifleથી ભારતીય સેનાની ઘાતકતામાં ઘણો વધારો થશે. આજે આપણે વાત કરીશું, Indian Weapon Series with OTT India પર, ભારતીય સેનાઓના સૌથી આધુનીક અને સૌથી ખતરનાક શસ્ત્રોના વિષે. આજનો  ભારતીય શસ્ત્ર છે: SIG 716 Rifle -‘દુશ્મનોનો કાળ’

જુઓ આ વીડીઓ: SIG 716 Rifle

ભારતીય સેનાના હાથમાં ‘દુશ્મનોનો કાળ’- SIG 716 Rifle

ભારતીય સેનાને લાંબા ઈન્તજાર બાદ અમેરિકાની અત્યાધુનિક સિગ-સૉયર 716 રાઈફલ મળી છે. આ રાઈફલને SIG-716 પણ કહેવામાં આવે છે. ભારતીય સેનાને 1,44,000 SIG-716 રાઈફલ મળવાની છે. જેમાથી 72,000 SIG-716 રાઈફલની ડિલિવરી થઈ ચુકી છે.

SIG 716 G2 Image Credit: Sig Sauer. inc, cloud.3dissue.com,

સિગ-સૉયર દ્વારા SIG-716 Assault riflesનું નિર્માણ

SIG-716 એસોલ્ટ રાઈફલનું નિર્માણ કાર્ય દુનિયામાં હાલ અસ્તિત્વ ધરાવતી કેટલીક શ્રેષ્ઠ રાઈફલોને બનાવનારી અમેરિકન ફાયર આર્મ કંપની (American Fire Arm Company) સિગ-સૉયર (Sig Sauer) દ્વારા કરવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરમાં અને એલઓસી (LOC) પર ઓપરેટ કરતી ભારતીય સેનાની ટ્રુપ્સની એકે-47 (AK-47) અને એકે-56 (AK-56) રાઈફલને SIG-716 Rifle એસોલ્ટ રાઈફલથી (Assault rifles) બદલવામાં આવી રહી છે.

 • કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજીત આતંકવાદીઓ 300 મીટરની રેન્જ ધરાવતી એકે-47 રાઈફલો વાપરે છે.
 • ભારતીય સેના પાસે પણ એકે-47 રાઈફલ (AK-47 Rifle)છે. બંનેની રેન્જ એક સરખી છે.
 • ભારતીય સેના પાસે રહેલી ઈન્સાસ એસોટ રાઈફલની રેન્જ ( INSAS Assault Rifle) 400 મીટરની છે.
 • પરંતુ તેમા વપરાતી 5.56 એમએમની બુલેટ (5.56MM Bullet) દુશ્મન સૈનિકને ઈજાગ્રસ્ત કરવા માટે ડિઝાઈન કરવામાં આવી છે.
 • જેથી એક ઘાયલ સૈનિકને સારવાર માટે ખસેડવામાં 4 સૈનિકો લાગે અને સંખ્યાબળ ઘટે.
 • પરંતુ 5.56 એમએમ કેલિબરની ઈન્સાસ રાઈફલથી ઘાયલ થનારા આતંકવાદીઓ મલ્ટિપલ ઈન્જરી છતાં લડતા હોય છે.

SIG Sauer 716 DMR G2 .308 Image Credit: Guns and Ammo

 અફગાનિસ્તાનમાં તાલિબાનો સામેની કાર્યવાહીમાં પણ અમેરિકન આર્મીને 5.56 એમએમ કેલિબરની રાઈફલ નકામી લાગી હતી. જેના કારણે અમેરિકાએ Sig 716 એસોલ્ટ રાઈફલને વિકસિત કરી છે.

અહિયાં વાંચો: Weapon Series: બોફોર્સ અને ધનુષથી પણ વધુ ઘાતક છે શારંગ તોપ

SIG-716ની લાક્ષણિકતાઓ: (Features of SIG-716 Assault Rifle)

 • SIG-716 એસોલ્ટ રાઈફલમાં 7.62 x 51mm રાઉન્ડ માટે ડિઝાઈન કરવામાં આવી છે.
 • તેના દ્વારા 600 મીટરની રેન્જમાં કોઈપણ દુશ્મનને ખતમ કરી શકાય છે.
 • SIG-716ની રેન્જ આતંકીઓ પાસેની એકે-47ની 300 મીટરની રેન્જ કરતા બમણી એટલે કે 600 મીટરની છે.
 • SIG-716 રાઈફલનો લેઆઉટ ભારતીય સેનાના પેરા કમાન્ડો દ્વારા વાપરવામાં આવતી M4A1 એસોલ્ટ રાઈફલ જેવો છે.
 • અને તેનો ઈન્ટરનલ લેઆઉટ વિયતનામ વૉરમાં વપરાયેલી AR-15 રાઈફલ જેવો છે.
 • SIG-716માં શોર્ટ સ્ટ્રોક પિસ્ટન ડ્રિવન ઓપરેટિંગ સિસ્ટમ ફાયરિંગ કરનારને ઓછો શોક આપે છે.
 • અને તેને કારણે ટાર્ગેટ પર નિશાન સાધવામાં ચોકસાઈ વધે છે.
 • SIG-716 રાઈફલમાં M1913 મિલિટ્રી સ્ટાન્ડર્ડને અનુરૂપ નાઈટ વિઝન ડિવાઈસ, ટોર્ચ અને અન્ય મિશન સંબંધિત એટેચમેન્ટ લગાવી શકાય છે.

SIG Sauer 716 DMR G2 .308 Image Credit: Guns and Ammo

SIG-716 રાઈફલનો અમેરિકા, બ્રિટન અને ફ્રાંસમાં ઉપયોગ:-

 • SIG-716 રાઈફલની કુલ લંબાઈ 38 ઈંચ છે.
 • તેમા એમ લૉક હેન્ડ ગાર્ડ અને 6 પોઝિશનવાળો ટેલિસ્કોપિક સ્ટૉક લાગેલો છે.
 • આ રાઈફલ કાર્બન સ્ટીલ બોડીની બનેલી છે.
 • તેને કારણે તેની મજબૂતાઈના વધવાની સાથે વજન ઓછી રાખી શકાયું છે.
 • રાઈફલની ગ્રિપ પોલીમરની બનેલી છે.
 • જેને કારણે તેને લાંબો સમય પકડી રાખવાથી હાથના પંજાને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી.
 • સામાન્ય રીતે રાઈફલને લાંબો સમય પકડી રાખવાથી હાથમાં પરસેવો અને પંજામાં ગાંઠ પડી જતી હોય છે.
 • આ રાઈફલની બેરલ 16 ઈંચની છે.
 • જ્યારે ઓપરેટિંગ સિસ્ટમ ગેસ પિસ્ટનથી થાય છે.
 • તે ગોળીને ચેમ્બરમાં રિલોડ કરવાનું કામ કરે છે.
 • આ રાઈફલનું વજન 4.3 કિલોગ્રામ છે.
 • તે વજનમાં હલ્કી હોવાને કારણે તેનો રિક્વોયલ રેટ પણ ઘણો ઓછો છે.
 • જેનાથી નિશાન સાધવામાં સહુલિયત મળે છે. તેના મેગઝીનમાં 20 રાઉન્ડ ભરી શકાય છે.

SIG-716 રાઈફલથી ભારતીય સેનાની ઈન્ફન્ટ્રીની કાર્યવાહી વધુ ઘાતક બનશે અને જાનહાનિ પણ ઘટાડી શકાશે.

જુઓ ભારતીય સેનાની શસ્ત્ર (Indian Weapons) શક્તિની વિશેષ શ્રેણી OTTINDIA.APP પર –રગ રગમાં હિંદુસ્તાન.  

વધાર માહિતી માટે ડાઉનલોડ કરો: OTT INDIA App 

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt 

No comments

leave a comment