Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / May 18.
Homeડિફેન્સWeapon Series: પોખરણમાં ‘બુદ્ધનું સ્મિત’ અને ‘શક્તિ’નો વિસ્ફોટ

Weapon Series: પોખરણમાં ‘બુદ્ધનું સ્મિત’ અને ‘શક્તિ’નો વિસ્ફોટ

Share Now

એશિયામાં ચીને પરમાણુ શસ્ત્રોની દોડ શરૂ કરી છે. આર્મ્સકંટ્રોલ ડોટ ઓઆરજી પ્રમાણે, ભારત પાસે અંદાજે 150 જેટલા ન્યૂક્લિયર વોરહેડ્સ છે. જ્યારે ચીનના ખીલે કૂદનારા પાકિસ્તાન પાસે 160 ન્યૂક્લિયર વોરહેડ્સ હોવાનો અંદાજ વ્યક્ત  કરાયો છે. તો ચીન પાસે અંદાજે 320 ન્યૂક્લિયર વોરહેડ્સ (Nuclear Parmadu bomb) છે. 

આજે આપણે વાત કરીશું, Indian Weapon Series with OTT India પર, ભારતીય સેનાઓના સૌથી આધુનીક અને સૌથી ખતરનાક શસ્ત્રોના વિષે. આજનો  ભારતીય શસ્ત્ર છે: પોખરણમાં ‘બુદ્ધનું સ્મિત’ અને ‘શક્તિ’નો વિસ્ફોટ (Parmadu Bomb)

જુઓ આ વીડીઓ: પોખરણમાં ‘બુદ્ધનું સ્મિત’ અને ‘શક્તિ’નો વિસ્ફોટ

આવો જાણીએ ભારતના પરમાણુ કાર્યક્રમની પૃષ્ઠભૂમિ વિષે: 

ભારતના પરમાણુ કાર્યક્રમની પૃષ્ઠભૂમિ જાણવી બેહદ જરૂરી છે. 1948માં ડૉ. હોમી જહાંગીર ભાભાની આગેવાનીમાં ભારતીય વૈજ્ઞાનિકોએ તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરુને પરમાણુ ઊર્જા વિકસિત કરવા મામલે મનાવ્યા હતા.

ડૉ. હોમી જહાંગીર ભાભા Image Credit: File Photo

1948માં એટોમિક એનર્જી એક્ટ હેઠળ એટોમિક એનર્જી કમિશન બનાવવામાં આવ્યું હતું. આમ તો બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા દ્વારા હિરોશિમા અને નાગાશાકી નામના જાપાની શહેરો પર પરમાણુ હુમલો કરીને તબાહ કરવામાં આવ્યા હતા. તેને કારણે પરમાણુ શસ્ત્રો તરફ દેખીતી રીતે નહેરુ અને દુનિયાના મોટાભાગના નેતાઓના મનમાં અણગમો હતો. પરંતુ પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગથી માનવકલ્યાણના પાસાને ભારતીય વૈજ્ઞાનિકોએ ઉજાગર કર્યું હતું. નહેરુ પરમાણુ બોમ્બને શેતાનનું પ્રતીક ગણાવતા હતા અને તેમણે પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ માટેનીયોજનાને મંજૂરી આપી હતી. 1954માં ટ્રોમ્બે ખાતે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરનું નિર્માણ શરૂ થયું હતું.

1964 માં ચીન દ્વારા પોતાનું પહેલું પરમાણુ પરીક્ષણ

1962માં ચીન સાથેના યુદ્ધમાં ભારતને હાર સહન કરવી પડી હતી. 1964ના ઓક્ટોબર માસમાં ચીને પોતાનું પહેલું પરમાણુ પરીક્ષણ પણ કર્યું હતું. ચીનના વિસ્તારવાદી ઈરાદા અને પાકિસ્તાનના મજહબી ઝનૂનના ઉમ્બાડિયા ભારતને સતત પરેશાન કરી રહ્યા હતા. આવા સંજોગોમાં પરમાણુ શક્તિ બની ચુકેલા ચીન સામે ભવિષ્યને ધ્યાનમાં રાખીને પરમાણુ પ્રતિરોધક ક્ષમતાની જરૂર હતી. પાકિસ્તાન સાથે 1965નું ભારતનું બીજું યુદ્ધ અને તત્કાલિન વડાપ્રધાન લાલબહાદૂર શાસ્રીનું રહસ્યમય મૃત્યુ ભારતના પરમાણુ કાર્યક્રમના વિકાસની કડીમાં મહત્વપૂર્ણ પડાવ હતા.

ચીન દ્વારા પોતાનું પહેલું પરમાણુ પરીક્ષણ Credit: File Photo

1966માં ડૉ. હોમી ભાભાનું વિમાન દુર્ઘટનામાં થયેલું મૃત્યુ પણ ભારતના પરમાણુ કાર્યક્રમના વિકાસ માટે એક નિરાશાજનક ઘટનાક્રમ હતો. જો કે શાસ્ત્રીજી પછી સત્તામાં આવેલા ઈન્દિરા ગાંધીએ પરમાણુ કાર્યક્રમના વ્યૂહાત્મક મહત્વને પારખ્યું હતું. 1968માં ભારતે પરમાણુ બિનપ્રસાર સંધિ – એનપીટી પર હસ્તાક્ષર કરવાનો ઈન્કાર કરતા દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો હતો.

ઓગસ્ટ-1971માં ભારતે તત્કાલિન સોવિયત યૂનિયન સાથે શાંતિ, મૈત્રી અને સહકારે અનુલક્ષીને સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. 16 ડિસેમ્બર-1971ના રોજ પાકિસ્તાન સાથેના ત્રીજા યુદ્ધમાં ભારતે અભૂતપૂર્વ વિજય પ્રાપ્ત કર્યો હતો. આ મહાવિજય બાદ ભારતે સામરિક સ્તરે વિશ્વમાં પોતાની શક્તિ સ્થાપિત કરવા પરમાણુ કાર્યક્રમને આગળ વધાર્યો હતો.

Image Credit: File Photo

ભારતના પરમાણુ કાર્યક્રમનો પહેલો પડાવ પણ આવ્યો-

  • તારીખ- 18 મે, 1974, બુદ્ધપૂર્ણિમા
  • સમય: 8:05 AM
  • સ્થાન: પોખરણ, જેસલમેર, રાજસ્થાન

જમીનમાં 107 મીટરની ઉંડાઈએ દાટેલી 1400 કિલોગ્રામ વજનની 1.25 મીટર પહોળી એક વસ્તુ પ્રચંડ વિસ્ફોટ સાથે ફાટી અને આસપાસની ધરતી હલી ગઈ. આ વિસ્ફોટ અંદાજે 12 હજાર ટીએનટીની ક્ષમતાનો હતો. આ એક ન્યૂક્લિયર ફ્યૂઝન ટેસ્ટ હતો. અમેરિકા અને અન્ય દેશોએ ભારત દ્વારા પરમાણુ વિસ્ફોટ કરાયાનું જણાવ્યું હતું. ભારતના પ્રથમ પરમાણુ પરીક્ષણનું સત્તાવાર નામ પોખરણ-1 હતું. પરંતુ તેને સ્માઈલિંગ બુદ્ધાનું કોડનેમ આપવામાં આવ્યું હતું. 1974માં વિભિન્ન દેશોએ 27 પરમાણુ વિસ્ફોટ કર્યા હતા. તેમા 19 સોવિયત યૂનિયન અને 9 અમેરિકાએ કર્યા હતા. આ સિવાય ફ્રાંસ, ચીન અને ઈંગ્લેન્ડ પણ સામેલ હતા. શાંતિપૂર્ણ ઉદેશ્યની ઘોષણા સાથે કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણ સાથે 1974માં ભારત વિશ્વની છઠ્ઠી પરમાણુ શક્તિ બની ચુક્યું હતું.

અહિયાં વાંચો:  Weapon Series: ‘M777 અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર’ તોપ બનશે ગેમ ચેન્જર

11 મે-1998ના રોજ ભારતના વૈજ્ઞાનિકોએ કર્યા ત્રણ ભૂમિગત પરમાણુ પરીક્ષણો

અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી સરકારે 1998ના મે માસમાં ઉપરાઉપરી પાંચ પરમાણુ પરીક્ષણો કર્યા હતા. જેમા એક ફ્યૂઝન અને ચાર ફીઝન ટેસ્ટ હતા. શક્તિ કોડનેમ હેઠળ ફરી એકવાર બુદ્ધે સ્મિત રેલાવ્યું અને 11 મે-1998ના રોજ ભારતના વૈજ્ઞાનિકોએ ત્રણ ભૂમિગત પરમાણુ પરીક્ષણો કર્યા હતા.

ભૂમિગત પરમાણુ પરીક્ષણ Image Credit: BBC

11 મે-1998ના રોજ શક્તિ-1 હેઠળ એક થર્મોન્યૂક્લિયર ડિવાઈસથી 45 કિલોટનનું પરમાણુ પરીક્ષણ કરાયું હતું. આ ડિવાઈસ 200 કિલોટન સુધીના પરીક્ષણ માટેની ક્ષમતા ધરાવતું હતું. શક્તિ-2 હેઠળ એક પ્લૂટોનિયમ ઈમ્પ્લોઝન ડિઝાઈન 15 કિલોટન પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેને એક બોમ્બ અથવા મિસાઈલ દ્વારા વોરહેડ તરીકે વાપરી શકાય તેમ હતું. તો શક્તિ-3 હેઠળ પ્રયોગાત્મક લીનિયર ઈમ્પ્લોજન ડિઝાઈન દ્વારા બિનહથિયાર ગ્રેડના 0.3 કિલોટનનો પ્લૂટોનિયમ ન્યૂક્લિયર ફિશન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. 13 મે-1998ના રોજ શક્તિ-4 હેઠળ 0.5 કિલોટન અને શક્તિ-5 હેઠળ 0.2 કિલોટનનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જો કે છઠ્ઠું પરમાણુ પરીક્ષણ ટાળવામાં આવ્યું હતું.

1998માં ભારત પર સીટીબીટી અને એનપીટી પર હસ્તાક્ષરનું દબાણ:-

પી. વી. નરસિમ્હારાવ Image Credit: File Photo

1998માં ભારત પર સીટીબીટી અને એનપીટી પર હસ્તાક્ષરનું દબાણ હતું. તો પાકિસ્તાન ચીનના દોરીસંચાર હેઠળ સતત પરમાણુ શસ્ત્રો વિકસિત કરી રહ્યું હતું. આવા સંજોગોમાં ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ખફગી વ્હોરીને પણ પરમાણુ પરીક્ષણો કરવા જરૂરી થઈ ગયા હતા. આની તૈયારી પી. વી. નરસિમ્હારાવના કાર્યકાળમાં થઈ ચુકી હતી. પરંતુ તત્કાલિન વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે પરમાણુ પરીક્ષણ ટાળવામાં આવ્યા હતા. પોખરણ-2 બાદ ભારત અમેરિકા અને અન્ય દેશોના પ્રતિબંધોનો સામનો કરવો પડયો હતો.

પાકિસ્તાને 1998ના રોજ પરમાણુ પરીક્ષણ કરીને પોતાને બતાવ્યું પરમાણુ શક્તિ સંપન્ન દેશ:-

ભારતના પરમાણુ પરીક્ષણ સાથે પાકિસ્તાન પણ દુનિયાની સામે તાત્કાલિક ખુલ્લું પડી ગયું હતું. કારણ કે પાકિસ્તાને બલૂચિસ્તાનના ચાગાઈજિલ્લાની રસ કોહ પહાડીઓમાં 28 મે અને 30 મે – 1998ના રોજ પરમાણુ પરીક્ષણ કરીને પરમાણુ શક્તિ સંપન્ન દેશ તરીકેનો દાવો કર્યો હતો.

Non-nuclear Bomb GBU-43 Image Credit: File Photo

હાલમાં ભારતની પાસે છે  જમીન, હવા અને સમુદ્રમાંથી વળતો પરમાણુ હુમલો કરવાની ક્ષમતા:-

ભારતની પરમાણુ નીતિ પહેલા ન્યૂક્લિયર એટેક નહીં કરવાની છે. આવા સંજોગોમાં પરમાણુ પ્રતિરોધક ક્ષમતા હેઠળ સેકન્ડ સ્ટ્રાઈક કેપિબિલિટી વિકસિત કરવા પર ભારતે છેલ્લા ઘણાં સમયથી ધ્યાન કેન્દ્રીત કર્યું છે. હાલ ભારત જમીન, હવા અને સમુદ્રમાંથી વળતો પરમાણુ હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. ભારતની આવી ક્ષમતાને કારણે વારંવાર પરમાણુ હુમલાની ધમકી આપતું પાકિસ્તાન અને ચાલાબાજ ચીન લાર્જ સ્કેલ વોર કરવાથી ડરી રહ્યા છે.

અહિયાં વાંચો: Weapon Series: એન્ટી ટેન્ક મિસાઈલના છે-5 સંસ્કરણ

પરમાણુ હથિયારોવાળું પાકિસ્તાન ભારત માટે ખૂબ ખતરનાક ન્યૂક્લિયર પોલિસી ધરાવે છે:- 

જો કે ભારતને વારંવાર પરમાણુ હુમલાની ધમકીથી આંખ બતાવનારા પાકિસ્તાનની પરમાણુ નીતિ ખૂબ જ ખતરનાક છે. જેને કારણે ભારતે પોતાની પરમાણુ નીતિની ઝડપથી સમીક્ષા કરવી જરૂરી છે. પરમાણુ હથિયારોવાળું પાકિસ્તાન ભારત માટે ખૂબ ખતરનાક ન્યૂક્લિયર પોલિસી (Nuclear Parmadu Bomb Policy) ધરાવે છે. પાકિસ્તાન દ્વારા તેની પરમાણુ નીતિમાં ચાર જોગવાઈ છે.

  • જો ભારત પાકિસ્તાનના મોટા ભૂભાગને પોતાના તાબા હેઠળ લઈ લે.
  • બીજુંભારત દ્વારા પાકિસ્તાની સેના અથવા એરફોર્સનો મોટોભાગ નેસ્તોનાબૂદ કરાય..
  • ત્રીજી સ્થિતિમાં ભારત પાકિસ્તાનને આર્થિક રીતે ગુંગળાવાની કોશિશ કરે..
  • ચોથા કારણમાં ભારત પાકિસ્તાનને રાજકીય રીતે અસ્થિર કરવા માટે મોટાપાયે આતંરીક ઉથલ-પાથલો કરાવે.

પાકિસ્તાનની વધુ આક્રમક પરમાણુ નીતિ અને બદલાયેલી વૈશ્વિક પરિસ્થિતિ સામે હવે ભારતે પણ પોતાની પરમાણુ નીતિની સમીક્ષા હાથ ધરવી પડે તેવા સંજોગો છે.

જુઓ ભારતીય સેનાની શસ્ત્ર (Indian Weapons) શક્તિની વિશેષ શ્રેણી OTTINDIA.APP પર –રગ રગમાં હિંદુસ્તાન.  

વધાર માહિતી માટે ડાઉનલોડ કરો: OTT INDIA App 

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment