Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 1.
Homeન્યૂઝઉપલા દાતારે કર્યું શસ્ત્ર પૂજન,નવનાથ ધુણાએ ભક્તોએ યજ્ઞ કરી બાવન ગજની ધજા ફરકાવી

ઉપલા દાતારે કર્યું શસ્ત્ર પૂજન,નવનાથ ધુણાએ ભક્તોએ યજ્ઞ કરી બાવન ગજની ધજા ફરકાવી

Datar
Share Now

જૂનાગઢમાં કોમી એકતાનું પ્રતીક એટલે ઉપલા (Datar) દાતારની ધાર્મિક જગ્યા. આ જગ્યા પર વિજયા દસમી એટલે કે દશેરાના દિવસની ઉજવણી કરવામાં આવી.  આ જગ્યાએ રહેતા પોલીસકર્મીઓનો તથા ધાર્મિક જગ્યામાં રહેલા હથિયારોની પૂજા કરવામાં આવી.

મહંત ભીમબાપુ દ્વારા અંધારા પર પ્રકાશના વિજયના પર્વની ઉજવણી કરવામાં આવી. જેમાં વિવિધ શસ્ત્રોની પૂજા કરવામાં આવી. આ અવસર પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. અનેક (Datar) દાતાર ભક્તો આ અવસર પર હાજર રહ્યા હતા. તો સાથે જ (Datar) દાતારની વિશેષતા એટલે કે, ઉપલા દાતારનો પ્રસાદ પણ લીધો હતો.

આરાધનાનો મહા પર્વ જુઓ વીડિયો

સાથે જ ઉપલા દાતારથી ઉપર ચઢતા ગિરનાર પર્વતની સૌથી સુંદર જગ્યા એટલે નવનાથ સિદ્ધ ચોર્યાસીનો ધૂણો. આ ધૂણાએથી ગિરનાર સૌથી વધુ સૌંદર્યમય પ્રતીત થાય છે.  આ નવનાથના અખંડ ધૂણા પર પરંપરાગત હવન કરવામાં આવ્યું. વિશ્વના કલ્ણાય અર્થે આ અખંડ ધૂણાએ હવન કરવામાં આવે છે. દાતારના સેવકોએ યજ્ઞમાં આહુતિ આપી ધન્ય બન્યા હતા.

અને ધુણા ખાતે બાવન ગજની ધજા ફરકાવી હતી.  ભાવિકોએ મહાપ્રસાદ લીધો હતો અને દાતાર બાપુના આશીર્વાદ લીધાં હતા. આ ધૂણાની વિશેષતાની વાત કરવામાં આવે તો આ ધૂણો હંમેશા અખંડ રહે છે. કોઈ પણ ઋતુમાં આ ધૂણો કઈ પણ કર્યા વિના જ ધગધગતો હોય છે.  આ જગ્યાએ ફક્ત દસેરાના દિવસે જ પૂજા અને આરતી થાય છે બાકી આ જગ્યા પર કોઈ પણ પ્રકારની પૂજા કે આરતી કરવામાં આવતી નથી.

આ પણ વાંચો: દશેરાના દિવસે કેમ ખાવામાં આવે છે જલેબી ફાફડાં? જલેબીનું જન્મ સ્થળ કયું?

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment