Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝ“અનુબંધમ” વેબ પોર્ટલ – નોકરી દાતા અને નોકરી ઇચ્છુક વચ્ચે રચાયો રોજગાર સેતુ

“અનુબંધમ” વેબ પોર્ટલ – નોકરી દાતા અને નોકરી ઇચ્છુક વચ્ચે રચાયો રોજગાર સેતુ

employment
Share Now

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રોજગાર દિવસ નિમિત્તે રોજગારી ક્ષેત્રે નિઃશુલ્ક સુવિધા પુરી પાડતું “અનુબંધમ” વેબપોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ વેબ પોર્ટલનો ઉદ્દેશ નોકરી દાતા અને રોજગાર ઇચ્છુક વચ્ચે સેતુ બનાવી રોજગારી પૂરો પાડવાનો છે.

ડેટા તપાસી યોગ્ય ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવી રોજગારી પુરી પાડી શકે

વાંછુક ઉમેદવારોનો ડેટા તપાસી યોગ્ય ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવી રોજગારી પુરી પાડી શકે
આ વેબ પોર્ટલ પર જેને કામ આપવું છે તેવા તમામ નોકરી દાતા પોતાના એકમની નોંધાવી કરાવી શકે છે, જયારે જેને કામની જરૂર છે તેવા ઉમેદવાર પોતાની લાયકાત, આવડત નોધાવી શકે છે. કોઈપણ એકમને જે પણ મેન પાવરની જરૂરત હોઈ તેઓ પોર્ટલ પર ઉપલબ્ધ નોકરી વાંછુક ઉમેદવારોનો ડેટા તપાસી યોગ્ય ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવી રોજગારી પુરી પાડી શકે છે.

આ પણ જુઓ : ત્રીજા દિવસે ITની રેડ યથાવત

શ્રમિક કક્ષાએ પણ રોજગારીની વિપુલ તકો હલ ઉપલબ્ધ

રોજગાર કચેરી, રાજકોટના નિયામકશ્રી ચેતન દવેએ જણાવ્યું છે કે, રાજકોટ રીજીયનમાં ટૂંકા ગાળામાં જ ૨,૨૨૬ નોકરી વાંછુક લોકોએ તેમનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જયારે ૧૪૫ નોકરી દાતા એકમોએ પણ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હવે તેઓ જરૂરિયાત મુજબ ઉપલબ્ધ ડેટામાંથી સમયાંતરે રોજગારી પુરી પાડશે.રાજકોટ રીજીયનમાં ખાસ કરીને સૂક્ષ્મ અને મધ્યમ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ આવેલી હોઈ સ્કિલ બેઝ આઈ.ટી.આઈ. સંલગ્ન યુવાઓને વધુમાં વધુ રોજગારીના વિકલ્પ ખુલ્લા હોવાનું પણ શ્રી ચેતન દવેએ જણાવ્યું છે. આ સાથે શ્રમિક કક્ષાએ પણ રોજગારીની વિપુલ તકો હાલ ઉપલબ્ધ છે.

અનુબંધમ વેબ પોર્ટલ પર આ રીતે કરી શકાશે નોંધણી

રોજગાર વાંચ્છુ ઉમેદવારોએ www.anubandham.gujarat.gov.in વેબ પોર્ટલ પર જવું. ત્યાર બાદ રજીસ્ટર બટન પર ક્લિક કરવું. ત્યારબાદ જોબ સીકર પસંદ કરી મોબાઈલ નંબર અથવા ઇમેઇલ આઈડી દ્વારા વિગતો ભરવી. ત્યારબાદ એપ્લિકેશન ફોર્મમાં નામ, સરનામા સહિતની વિગત ભરવી. સાઈન અપ થયા બાદ વધારાની માહિતી જેવી કે શૈક્ષણિક લાઇકાત, અનુભવ વગેરેની માહિતી પુરી પાડવી.કંપની કે ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પણ જોબ પ્રોવાઇડર / એમ્પ્લોયર તરીકે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. વધુ માહિતી માટે રોજગાર નિયામકની કચેરી, રાજકોટનો સંપર્ક કરવા જણાવાયું છે. પરંતુ એ ઓપન કરતા એરર પણ જોવા મળે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment