Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝકાબુલઃ બિઝનેસમેન નથી રાખતા મોતનો મલાજો, પ્લેનમાંથી પડનારા પર બહાર પાડ્યુ ટીશર્ટ

કાબુલઃ બિઝનેસમેન નથી રાખતા મોતનો મલાજો, પ્લેનમાંથી પડનારા પર બહાર પાડ્યુ ટીશર્ટ

Share Now

એક ઇ કોમર્સ વેબસાઇટે (Website)પોતાના પ્રોડક્ટસ (Products)ની વેહેંચણી કરવા માટે તમામ હદ પારી કરી છે. વેબસાઇટે પ્રોડક્ટસની વહેંચણી કરવા અફઘાનિસ્તાનની કરૂણાંતિકાનો સહારો લીધો છે. તે પણ અત્યંત ખરાબ રીતે. Etsy નામની એક વેબસાઇટ છે, જે ‘Kabul Skydiving Club’ નામની ટીશર્ટ (T-shirt)વહેંચી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં હાલની પરિસ્થિતિના પગલે લોકોના મોતની પણ ઇ કોમર્સ વેબસાઇટ (Website)મજાક બનાવી રહી છે.

મોતની પણ મજાક

ગત્ત 15 ઓગષ્ટના રોજ કાબુલ પર અફઘાનિસ્તાને (Afghanistan) કબજો કરી લીધો હતો. જેના પગલે દેશમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો સહિત વિદેશીઓ અફઘાનિસ્તાનને છોડવા મજબુર થઇ અને નાશભાગ મચાવી હતી. આ ભાગદોડ વચ્ચે કેટલાક અફઘાન નાગરિક અમેરિકી સૈન્ય પ્લેનના વ્હીલ પર ચઢી ગયા હતા. જ્યારે પ્લેન (Plane)કેટલાક અંતરે પહોંચતા વ્હીલ સાથે ચીપકેલા બે લોકો નીચે પટકાયા હતા. જેના પગલે તેના મોત નિપજ્યા હતા.

પ્લેન (Plane)ના ઉડાન સમયે પટકાવવાથી જે લોકોના મોત થયા, તેમાં અફઘાનિસ્તાનનો એક યુવા ફુટબોલર પણ સામેલ હતો. વિશ્વમાં આ વીડિયો ભારેમાત્રામાં વાયરલ (Viral)થયો છે. પરંતુ ઇટ્સ નામની એક અમેરિકન ઓનલાઇન (Online)શોપિંગ વેબસાઇટે ધંધામાં વહેંચણી કરવા માટે મોતની પણ મજાક બનાવી દીધી છે. આ ઇ કોમર્સ વેબસાઇટ પર સેલર્સ પોતાની પ્રોડક્ટ (Products)વહેંચી રહ્યો છે. પોર્ટલ (Portal)પર કોનેન શોપ નામનો એક સેલર આવી ટિશર્ટ વહેંચતો જોવા મળ્યો છે જેના પર આ ઘટનાને લઇને પ્રિન્ટ છાપવામાં આવી છે, જેમાં કાબુલમાં પ્લેનમાંથી પટકાવવાથી બે લોકોના મોત થયા હતા.

ટીશર્ટ પર પ્રિન્ટ દર્શાવી

ટીશર્ટ (T-shirt)પર આ ઘટનાને પ્રિન્ટ તરીકે દર્શાવવામાં આવી છે. તેમાં હદ તો ત્યાં સુધી થઇ ગઇ કે ટીશર્ટ બનાવનારે આ ટીશર્ટ પર ‘Kabul Skydiving Club’ મેસેજ લખ્યો છે.

સોશિયલ મીડિયા પર વિરોધ

ઇન્ટરનેટ (Internet)પર આ પોસ્ટ વાયરલ થતાની સાથે જ લોકોનો ગુસ્સો સાતમાં આસમાને ચઢતા કોમેન્ટ કરી વેબસાઇટ પર તુટી પડ્યા છે. સોશિયલ મીડિયા પર તેનો વિરોધ પણ થઇ રહ્યો છે. જેમાં તેઓએ ઇટ્સ (Etsy)નામની કંપનીને ટેગ કર્યુ છે. આ તકે તેના સેલરની વહેંચણી પર તેના પર આકરા પ્રહાર કર્યા છે.

એક ટ્વિટર યુઝરે લખ્યુ કે ઇટ્સ અફઘાનિસ્તાન (Afghanistan)ના લોકોની મજાક ઉડાવનારી ટીશર્ટ કેમ વહેંચી રહી છે જેની મોત કાબુલ (Kabul)માં ઉડાન ભરી રહેલા એક પ્લેન (Plane)ના વ્હીલ પરથી પટકાવવાથી થઇ છે.

અન્ય એક યુઝર્સે લખ્યુ કે, ઇટ્સ આવી રીતે અસંવેદનશીલ કેમ હોઇ શકે છે કે તે અફઘાનિસ્તાનના લોકોના મોતની મજાક બનાવતા ટીશર્ટ વહેંચવા લાગે.

બ્રાન્ડનો યુટર્ન

લોકોની નારાજગીથી બ્રાન્ડે (Brand)યૂટર્ન લીધો છે. કંપનીએ બીજી ટીશર્ટ લોન્ચ કરી નાખી છે. જેના પર લખ્યુ છે કે, Pray For Afghanistan. જોકે આવા ટીશર્ટ બીજી વેબસાઇટ (Website)પર પહેલેથી જ ઉપલબ્ધ હતા. કાબુલ (Kabul)ની આ દુર્ઘટનાની મજાક બનાવનારી ટીશર્ટને એક કંપનીએ ભલે દુર કરી હોય, પરંતુ કેટલાક અન્ય સેલર્સ પણ છે જેની પાસે આવા ટીશર્ટ હાલમાં પણ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

ઉલ્લેખનિય છે કે અમેરિકી વાયુસેના (US Air Force)ના પ્લેનમાંથી ઉડાન સમયે બે લોકોના નીચે પટકાવવાથી મોત નિપજ્યા હતા. આ મામલે હાલમાં તપાસ ચાલી રહી છે. અમેરિકન એયરફોર્સે (US Air Force) હજુ સુધી એ નથી જણાવ્યું કે કેટલા લોકોની સી-17 પ્લેનમાંથી પટાવવાથી મોત થઇ છે, પરંતુ તેનુ માનવુ છે કે જ્યારે પ્લેન કતરમાં ઉતર્યુ ત્યારે વ્હીલ પરથી લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.  

આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ આ વસ્તુઓનું ધુમ વેચાણ

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment