Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeસ્પોર્ટ્સઓલિમ્પિકમાં ભારતનું ખાતુ ખુલ્યું, મીરાબાઈ ચાનુએ દેશને પહેલો સિલ્વર મેડલ અપાયો

ઓલિમ્પિકમાં ભારતનું ખાતુ ખુલ્યું, મીરાબાઈ ચાનુએ દેશને પહેલો સિલ્વર મેડલ અપાયો

mirabai chanu
Share Now

સ્પોર્ટસ : ટોક્યો ઓલિમ્પિકની શરુઆત કાલથી થઈ ગઈ છે, આ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની નારીશક્તિએ શાનદાર પ્રદર્શન કરીને શરૂઆત કરી દીધી છે. નોર્થ ઇસ્ટમાંથી આવનારી મીરાબાઈએ ભારતને ગૈરવ અપાવ્યુ છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે સિલ્વર મેડલ મેળવી પોતાનું ખાતું ખોલાવી દીધુ છે. ભારતની નારીશક્તિ મીરાબાઈ ચાનુએ પોતાની સફળતાથી સમગ્ર દેશનું માથુ ગર્વથી ઉચું કરી દીધું છે

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને સિલ્વર મેડલ

 

વેટલિફ્ટિંગ મહિલા 49 કિલોગ્રામની વેટ કેટેગરીમાં 202 કિલોગ્રામ વજન ઉપાડીને મીરાબાઈ ચાનુએ સિલ્વર મેળવ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે પહેલો મેડલ મેળવ્યો છે. વેઈટલિફ્ટર મીરીબાઈ ચાનુએ સિલ્વર મેડલ મેળવી દેશનું નામ રોશન કર્યું છે, જ્યારે ચીનની હોઉ જિહૂઈએ 210 કિલોગ્રામ વજન ઉપાડીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

 

  • ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ અપાવ્યા છે, મીરાબાઈ ચાનુએ
  • પીએમ મોદીએ ચાનુને શુભેચ્છા પાઠવી
  • 49 કિલોગ્રામમાં મીરાબાઈ ચાનુએ સિલ્વર મેડલ મેળવ્યો
  • ટોકિયા ઓલિમ્પિકમાં ભારતે પ્રથમ મેડલ જીત્યો
  • વેટલિફ્ટિંગમાં  મીરાબાઈ ચાનુએ 49 કિગ્રા વર્ગમાં મેડલ જીત્યો, મીરાબાઈએ સિલ્વર મેડલ મેળવ્યો .
  • આ પહેલાં મેડલ જીતનાર મલેશ્વરીએ 2000 સિડની ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો
  • વર્ષ 2017માં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતી ચુકી છે મીરાબાઈ ચાનુ
  •  Pm મોદી અને રામનાથ કોવિંદે ટ્વીટ કરીને આપી શુભકામનાઓ

 Pm મોદી અને રામનાથ કોવિંદે ટ્વીટ કરીને આપી શુભકામનાઓ

દેશના pm નરેન્દ્ર મોદીએ મીરાબાઈ ચાનુને સિલ્વર મેડલ મેળવીને દેશનું રોશન કરવા બદલ શુભકામનાઓ પાઠવી છે. મીરાબાઈ ચાનુના મેડલ જીતવા પર સમગ્ર દેશમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. મીરાબાઈની ઉપલબ્ધિ પર ખુશી વ્યક્ત કરતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદીએ શુભેચ્છાઓ પાઠવી છે. ભારત તરફથી વેટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી છે. ભારતને 21 વર્ષ પછી વેઇટલિફ્ટીમમાં ભારતને આ મેડલ મળ્યુ છે.

આ પણ વાંચો : ગાયન સ્પર્ધા માટે થઇ જાવ તૈયાર

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment