Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝકેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી રૂપાલાજીની “જન આશીર્વાદ યાત્રા”નું ઉષ્માભર્યા ઉમળકાથી સ્વાગત

કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી રૂપાલાજીની “જન આશીર્વાદ યાત્રા”નું ઉષ્માભર્યા ઉમળકાથી સ્વાગત

jan ashirvad yatra
Share Now

આપણા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીના વડપણ હેઠળ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે. પી. નડ્ડાજી એ નવનિયુક્ત કેન્દ્રીય મંત્રીશ્રીઓને ખાસ સૂચવ્યું છે કે તેઓ જનતા વચ્ચે જાય અને એમને સરકારની યોજનાઓના લાભોથી અવગત કરાવે અને જનતાને અહેસાસ કરાવે કે આપણા મંત્રીશ્રીઓ જનતા વચ્ચે જ રહીને કામ કરી રહ્યા છે. જે અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓને જનજન સુધી પહોંચાડવા તેમજ “સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ” સુત્રને યથાર્થ ઠરાવવા ભારતભરમાં “જન આશીર્વાદ યાત્રા” શરુ કરવામાં આવી છે. તારીખ ૨૦ ઓગસ્ટ ૨૦૨૧ શુક્રવારના રોજ કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી પુરુષોત્તમ રૂપાલાજીની “જન આશીર્વાદ યાત્રા”નું રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઇ બોદર દ્વારા ત્રંબા (કસ્તૂરબાધામ) જિલ્લા પંચાયત સીટમાં ઉષ્માભર્યા ઉમળકાથી અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી પુરુષોત્તમ રૂપાલાજી એ આઝાદીની લડાઈ દરમ્યાન “રાષ્ટ્રમાતા કસ્તુરબા” ને જે જગ્યાએ નજરકેદ રાખવામાં આવેલા તેની મુલાકાત લઈને આદરપૂર્વક નમન કર્યા હતા અને જણાવ્યું હતું કે આપણા દેશને આઝાદી અપાવવામાં કેટલા લોકોએ યાતનાઓ ભોગવી હશે તેનો ખ્યાલ આવી જગ્યાઓની મુલાકાતોથી આવે છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે સદૈવ પ્રેરણા મળતી રહે તેવા આ સ્મારકોને જાળવણી થાય અને નવી પેઢીને તેને જોવા-સમજવાનો લાભ હંમેશા મળતો રહેવો જોઈએ.

નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત જયારે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે – પુરુષોત્તમ રૂપાલા

આર કે યુનિવર્સિટી, ત્રંબા ખાતે કોરોનાની ગાઈડલાઇનના સંપૂર્ણ પાલન સાથે યોજાયેલા ખુબ જ સુંદર કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઇ બોદર દ્વારા શ્રી પુરુષોત્તમ રૂપાલાજીનું પાઘડી પહેરાવીને તેમજ આર કે યુનિવર્સિટી ના ખોડીદાસભાઈ પટેલ અને ડેનિશભાઈ પટેલ દ્વારા ફુલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી રૂપાલાજીએ પોતાની આગવી કાઠિયાવાડી અદામાં જણાવ્યું હતું કે સરકારના સઘન પ્રયત્નો દવારા છેવાડાના લોકોને યોજનાઓનો લાભ મળી રહ્યો છે અને લોકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાઈ છે. લોકોની સુખાકારીમાં હજી પણ વધારો થતો રહેશે તેવો વિશ્વાશ તેમણે આપેલ હતો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત જયારે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે સમગ્ર ભારતવાસીઓને આ સેવા યજ્ઞમાં ભાગ લેવા અને જેટલું બની શકે તેટલું દેશ માટે કરી છુટવા આહવાન આપેલ હતું. ઉપરાંત તેમણે કોરોના વોરિયર્સ અને વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર મુળજીભાઈ ખુંટ, મહેશભાઈ આટકોટિયા, ભરતભાઈ ઢોલરિયા(રાધિકા સ્કુલ) વગેરેનું શાલ ઓઢાડીને સન્માન કરેલ હતું.

આ પણ જુઓ : ડ્રાઈફ્રુટ દિવાળી મોંઘી કરશે ?

ભાજપના નેતાઓ અને હોદેદારો રહ્યા હાજર

આ એ કાર્યક્રમમાં શ્રી રૂપાલાસાહેબ સાથે રાજકોટના સંસદસભ્યશ્રી મોહનભાઇ કુંડારીયા, સાંસદશ્રી રામભાઈ મોકરિયા, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી આર સી ફળદુ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો ભરતભાઈ બોઘરા, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરી, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મનસુખભાઇ ખાચરીયા સાથે મહામંત્રીશ્રીઓ મનસુખભાઇ રામાણી અને નાગદાનભાઇ ચાવડા, રાજકોટ ગ્રામ્યના ધારાસભ્યશ્રી લાખાભાઇ સાગઠીયા, દૂધની ડેરીના ચેરમેનશ્રી ગોરધનભાઈ ધામેલીયા, શ્રી રાજુભાઈ ધ્રુવ, શ્રી દિનેશભાઇ અમૃતિયા, શ્રી રક્ષાબેન બોળીયા વગેરે આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન શ્રી નરેન્દ્રસિંહ જાડેજાએ કરેલ હતું અને સ્વાગત પ્રવચન શ્રી ડેનિશભાઈ પટેલે કરેલ હતું. શ્રી રૂપાલાસાહેબ નું સ્વાગત અને સન્માન કરવા માટે અનેકવિધ સંસ્થાઓ અને આગેવાનો પણ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા હતા જેમાં (૧) રાજકોટ તાલુકા સરપંચ એસોસિએશનના સભ્યશ્રીઓ (૨) રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ (૩) રાજકોટ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ (૪) ત્રંબા સરપંચશ્રી (૫) ત્રંબા જિલ્લા પંચાયતના સીટના આગેવાનો (૬) ત્રંબા જિલ્લા પંચાયતના સીટના સહકારી આગેવાનો (૭) તાલુકા ભાજપ મહિલા મોરચાના આગેવાનો (૮) તાલુકા ભાજપ કિસાન મોરચાના આગેવાનો (૯) તાલુકા ભાજપ બક્ષીપંચના આગેવાનો (૧૦) તાલુકા ભાજપ અનુસૂચિત જાતિના આગેવાનો (૧૧) ઇન્ડસ્ટ્રીઅલ એસોસિયેશન કુવાડવાના હોદેદારો (૧૨) જે કે ગ્રુપ લોઠડાના હોદેદારો (૧૩) ગઢકા-અણીયારા ઇન્ડસ્ટ્રીઅલ એસોસિયેશનના હોદેદારો (૧૪) નાટ્ય કલાકાર વૃંદના કલાકારો (૧૫) ત્રંબા તેમજ કાળીપાટ ગામના ડોક્ટરો (૧૬) SPG ગ્રુપ સૌરાષ્ટ્રના હોદેદારો ઉપરાંત વિશાળ સંખ્યામાં ગામલોકો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ત્રંબા સરપંચ નીતિનભાઈ રૈયાણી, ગઢકા સરપંચ કેયુરભાઈ ઢોલરીયા, વલ્લભભાઈ મકવાણા, કલ્પેશભાઈ રૈયાણી, રસિકભાઈ ખુંટ, મહેશભાઈ આટકોટિયા, વિશાલભાઈ સોજીત્રા, ધવલભાઈ માંગરોલિયા, વિશાલભાઈ અજાણી, ભાવેશભાઈ ત્રાપસીયા, મહેશભાઈ આસોદરીયા, નરેન્દ્રસિંહ જાડેજા(કાળીપાટ), ભરતભાઈ મકવાણા(કાળીપાટ), યુવરાજસિંહ જાડેજા(કાળીપાટ), સુરેશભાઈ જાદવ, હેપિનભાઈ રૈયાણી, કિશનભાઇ રૈયાણી, રાજુભાઈ પ્રજાપતિ, મહેશભાઈ મુંધવા, વીરાભાઇ (હડમતીયા ગોલીડા), ગોવિંદભાઇ કિહલા, મનુભાઈ નસીત, વરજાંગભાઇ(ભાયાસર સરપંચ), કુલદીપભાઈ ભટ્ટી, અમિતભાઇ ખુંટ, મહેશભાઈ મકવાણા, મનસુખભાઇ અજાણી, હરિભાઈ બોદર, રાજુભાઈ કીકાણી વગેરેએ ખુબજ જહેમત ઉઠાવી હતી જે બદલ પ્રમુખશ્રી ભુપતભાઇ બોદર સર્વેનો આભાર વ્યક્ત કરે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment