Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝરેકોર્ડબ્રેક રસીકરણને લઇ પીએમએ કહ્યું, વેલડન ઇન્ડિયા

રેકોર્ડબ્રેક રસીકરણને લઇ પીએમએ કહ્યું, વેલડન ઇન્ડિયા

pm modi tweet
Share Now

પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું કે આજે રેકોર્ડબ્રેક વેક્સિનેશનની સંખ્યા ખુશ કરનાર છે. નવી ગાઈડલાઇન અનુસાર, વેક્સિનેશન શરૂ થયા બાદ પ્રથમ દિવસે જ અત્યાર સુધીના બધા રેકોર્ડ તૂટી ગયા. સોમવારે 85 લાખથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. રાજ્યો પાસેથી સંપૂર્ણ ડેટા મેળવ્યા પછી, આ સંખ્યામાં વધુ વધારો થવાની ધારણા છે. Cowin.gov.in પર આપેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં 85.15 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. આ અગાઉ 5 એપ્રિલે 43 લાખથી વધુ લોકો વેક્સિન આપવામાં આવી હતી.

વેલ ડન ઈન્ડિયા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેકોર્ડ લોકોને વેક્સિન આપવા બાબતે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે આ રેકોર્ડ તોડ વેક્સિનેશન આનંદદાયક છે. કોરોના સામે લડવા માટે વેક્સિન તે આપણું સૌથી મજબૂત શસ્ત્ર છે. જેમને વેક્સિન આપવામાં આવી છે તે બધાને અભિનંદન. બધા ફ્રન્ટલાઈન યોદ્ધાઓને અભિનંદન જેણે ખાતરી આપી કે આરલા બધા લોકોને વેક્સિન લાગાવાઈ. વેલ ડન ઈન્ડિયા.

મધ્યપ્રદેશમાં સૌથી વધુ વેક્સિનેશન

Cowin.gov.in મુજબ, સોમવારે મધ્યપ્રદેશમાં સૌથી વધુ વેક્સિનેશન થયું છે. અહીં 16.70 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. કોઈ પણ રાજ્યમાં એક દિવસમાં આ સૌથી વધુ વેક્સિનેશનનો રેકોર્ડ છે. આ ઉપરાંત કર્ણાટકમાં 11.11 લાખ લોકોને અને યુપીમાં 7.16 લાખ લોકોને આ વેક્સિન અપાઈ હતી. દિલ્હીમાં આ સંખ્યા માત્ર 76,282 હતી

આ પણ જુઓ : વેક્સિનનું મહાભિયાન

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે આજે થયેલા દેશમાં જેટલું વેક્સિનેશન થયું છે, તેમાં એકલા મધ્યપ્રદેશમાં જ તેના 20% થી વધુ વેક્સિન આપવામાં આવી છે. જો સંપૂર્ણ વેક્સિનેશન થઈ જશે તો, અમે કોલેજો અને કોચિંગ સંસ્થાઓ ખોલી શકીએ છીએ. અમે 1 થી 3 જુલાઇ સુધી ફરી એક ભવ્ય મહાઅભિયાન ચલાવીશું.

એક દિવસમાં ઇઝરાયલની વસ્તી જેટલા લોકોને અપાઈ વેક્સીન

સોમવારે દેશમાં વેક્સિન અપાયેલી લોકોની સંખ્યા કરતા ઓછી વસ્તીવાળા વિશ્વના 134 દેશો છે. જેમાં હોંગકોંગ, સિંગાપોર, ન્યૂઝીલેન્ડ, કુવૈત, નોર્વે અને ફિનલેન્ડ જેવા દેશોનો સમાવેશ થાય છે. ભારતમાં, એક દિવસમાં ઇઝરાયલ અને સ્વિટ્ઝર્લેન્ડની વસ્તી જેટલા લોકોને લગભગ વેક્સિન આપવામાં આવી છે.

અમેરિકાને પણ પાછળ ધકેલી દીધું

આ સંદર્ભમાં, આપણે અમેરિકાને પણ પાછળ ધકેલી દીધું છે. અમેરિકામાં અત્યાર સુધીમાં એક દિવસમાં 40 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી છે. આ રેકોર્ડ 4 એપ્રિલે નોંધવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં કુલ 6.87 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. તેના કરતાં લગભગ દોઢ ગણા ભારતમાં એક જ દિવસમાં આપવામાં આવ્યા છે.

વેક્સિન લેનારા કુલ લોકોની સંખ્યા 28 કરોડને પાર

બીજી તરફ, આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે દેશમાં અત્યાર સુધીમાં 28.33 કરોડ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. તેમાંથી 23.27 કરોડથી વધુને પ્રથમ અને 5.05 કરોડ ને બીજો ડોઝ અપાઈ ગયો છે. નવી ગાઈડલાઇન મુજબ હવે કેન્દ્ર સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરના દરેક નાગરિકને મફત વેક્સિન આપવામાં આવી રહી છે. દેશમાં 16મી જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું હતું.

7 જૂને PMએ કરી હતી જાહેરાત

આ પહેલા કેન્દ્ર સરકારે રાજ્યો અને ખાનગી હોસ્પિટલોને 50% વેક્સિન ખરીદવાની મંજૂરી આપી હતી. જો કે, અનેક રાજ્યોએ ફાંડિંગ સહિત બીજી મુશ્કેલીઓની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 જૂને વેક્સિન ગાઈડલાઇનમાં સંશોધનની જાહેરાત કરી હતી.

જુલાઈ-ઓગસ્ટમાં વેક્સિનેશન કામગીરી ઝડપી બનાવાશે

ગૃહ મંત્રી અમિત શાહે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે તમામ નાગરિકો બંને ડોઝ ફરજિયાત લે, વેક્સિનથી લોકોના જીવ બચશે. સાથે એમ પણ કહ્યું હતું કે વિશ્વમાં વેક્સિનેશનમાં ભારત સૌપ્રથમ છે અને જુલાઈ-ઓગસ્ટમાં વેક્સિનેશન કામગીરી ઝડપી બનાવવા આયોજન પણ કરાઈ રહ્યું છે ગૃહમંત્રી અમિત શાહે સ્પોટ વેક્સિનેશન સેન્ટરની મુકાલાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. અમિત શાહે જણાવ્યું કે, કોરોનાનું વેક્સિનેશન અભિયાન વધુ ઝડપી કરવામાં આવશે. યુવાનોને ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે. મને આશા છે કે કોરોનાનું સંક્રમણ હવે ઘટશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment