Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / October 24.
Homeન્યૂઝBengal Politics : દિલીપ ઘોષને બંગાળ ભાજપના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યા

Bengal Politics : દિલીપ ઘોષને બંગાળ ભાજપના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવ્યા

dilip ghosh vice president of bjp bengal
Share Now

દિલીપ ઘોષને પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ પદેથી પાર્ટીએ હટાવી દીધા છે. તેમને હવે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. દિલીપ ઘોષની જગ્યાએ ડો. સુકાંતા મજૂમદારને બંગાળ ભાજપના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ભાજપે બેબી રાની મૌર્યને પણ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા છે. તેમણે હાલમાં ઉત્તરાખંડના રાજ્યપાલ પદેથી રાજીનામુ આપ્યું હતું. હાલના પ્રદેશાધ્યક્ષ દિલિપ ઘોષને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાયા છે. ભાજપે આ પગલું એવે સમયે ભર્યં છે કે તાજેતરમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો ટીએમસીમાં જોડાયા છે.

નેતા વિપક્ષ શુભેંદુ અધિકારીએ ટ્વીટ કરી દિલીપ ઘોષ અને મજૂમદારને શુભેચ્છા આપી

પાર્ટીના આ નિર્ણય બાદ વિધાનસભામાં નેતા વિપક્ષ શુભેંદુ અધિકારીએ ટ્વીટ કરી દિલીપ ઘોષ અને મજૂમદારને શુભેચ્છા આપી છે. તેમણે કહ્યુ કે, મને વિશ્વાસ છે કે બંને પાર્ટીને મજબૂત કરવા માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપશે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ પાર્ટીની વિધાનસભા ચૂંટણીમાં હાર માટે આશિંક રૂપથી જવાબદાર

મહત્વનું છે કે બંગાળ વિધાનસભા ચૂંટણી બાદ ભાજપના ચાર ધારાસભ્ય અને એક સાંસદ ટીએમસીમાં સામેલ થઈ ચુક્યા છે. આજે બાબુલ સુપ્રિયોએ કહ્યુ કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ પાર્ટીની વિધાનસભા ચૂંટણીમાં હાર માટે આશિંક રૂપથી જવાબદાર છે.

આ પણ વાંચો : બિહારમાં 6 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ બાદ હાઇ એલર્ટ

તેમણે કહ્યું- ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની ટિપ્પણીઓ વિદ્યાસાગર, રવીન્દ્રનાથ ટાગોર અને સત્યજીત રેની સંસ્કૃતિ સાથે મેળ ખાતી નહતી અને બંગાળીઓના લોકાચારથી અલગ રહેતી હતી. બંગાળી જનમાનસમાં પાર્ટીના પતનમાં આ પણ એક કારણ રહ્યું હતું.

જુલાઈમાં કેન્દ્રીય મંત્રી પદેથી હટાવ્યા બાદ રાજનીતિ છોડવાની જાહેરાત કરનાર સુપ્રિયો 18 સપ્ટેમ્બરે ટીએમસીમાં જોડાયા હતા. આ પહેલા બે મેએ પરિણામ આવ્યાના થોડા દિવસ બાદ મુકુલ રોય ભાજપ છોડી ટીએમસીમાં સામેલ થઈ ગયા હતા.

10 ધારાસભ્યો TMC માં જોડાવા તૈયાર, મમતાના મંત્રીનો મોટો દાવો

સીએમ મમતા બેનરજી સરકારમાં ઉદ્યોગ મંત્રી અને ટીએમસી મહાસચિવ પાર્થ ચેટરજીએ દાવો કર્યો છે કે 10 ધારાસભ્યો ટૂંક સમયમાં ભાજપ છોડીને ટીએમસીમાં જોડાઈ જશે. પાર્થ ચેટરજીએ જણાવ્યું કે ભાજપને વધુ 10 ધારાસભ્યો ગુમાવવાનો ડર છે. ભાજપ નેતા શુભેન્દુ અધિકારી ફક્ત ટ્વિટ કરી રહ્યાં છે. તેમણે મેદાનમાં ઉતરવું જોઈએ.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment